SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૨ શારદા સરિતા કર્યા. પછી સેનકુમારે શાંતિમતિને કહ્યું- હે પ્રિયા ! મારે ઘણું દૂર જવુ છે. વનવગડામાં મ કષ્ટ પડશે. તુ સુકામળ છે. તે એવા કષ્ટ કદી વેઠયા નથી. તે સિવાય તું સ્ત્રીજાતિ અને આવી સાંઢ`વાન મારી સાથે રહે એટલે ખૂબ ખંધનરૂપ લાગે ને મારે કાઇ વ!ર કષ્ટમાં મૂકાઈ જવું પડે માટે તું અહી રહે. હું એકલે! ચાલ્યેા જાઉં ત્યારે શાંતિમતિ કહે છે સ્વામીનાથ ! આપને મૂકીને હું કયાંય રહેવાની નથી. સુખમાં તમારી સાથે રહું છું ને દુઃખમાં રાજમહેલમાં બેસી રહું ? સતી સ્ત્રી પતિની સાથે શાલે.જેમ છાયા શરીરથી જુદી પડતી નથી તેમ હું કડી આપનાથી જુદી પડવ'ની નથી. સુખ કે દુઃખ ગમે તે આવે પણુ હુ' આપની સાથે આવીશ. શાંતમતિની દઢતા જોઇ સેનકુમારે તેને સાથે લીધી. સાથે કેાઇ પણ ચીજ લીધા વિના પહેરેલ કપડે રાત્રિના સમયે કોઇ ન જાણે તે રીતે સેનકુમાર અને શાંતિમતિ નગર છેડીને વિદેશ તરફ ચાલી નીકળ્યા. હવે સવાર પડતાં રિષણ રાજા આ વાત જાણશે ત્યારે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન, ૧૦૯ કારતક સુદ ૬ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને જ્ઞાની ભગવંત કહે છે હું આત્મા ! આત્મસાધના કરવાની તારી એકેક પળ સોનેરી જાય છે, તેા જાગૃત થઈને સાધના કરી લે. અરિહ ંત ભગવંતા થઈ ગયા. તેમણે પૂર્વભવામાં કેવી જથ્થર સાધના કરી હશે ! એમને તમારા કરતાં વધુ સુખ સપત્તિ મળી હતી, પણ એમને સંપત્તિ કરતાં વીતરાગ શાસન પ્યારૂં લાગ્યું હતું અને અંતરમાં એવુ આંદોલન ઉપાડયું હતું કે હે પ્રભુ ! મારે આ મનુષ્યભવ પામીને ખીજુ કંઈ નથી જોઇતુ. ખસ, મને એવી શક્તિ આપ કે દુનિયાના દરેક જીવાને ધર્મ પમાડી શાસનરસિક મનાવું અને દરેક જીવે કેમ આત્મકલ્યાણ કરીને જલ્દી મેક્ષમાં જાય ! પેાતાનું કલ્યાણ કરવાની સાથે ખીજા જીવાનુ` કલ્યાણુ કરાવવાની કેવી પવિત્ર ભાવના હશે! એ કેવું આંદોલન ઉપડયું હશે! એ તે શાસનરસિક અન્યા પણ તમે એને બદલે ઘરસિક અનેા તેય ઘણું સારૂ છે. જો તમને આટલા ધરૂચે છે તા તમને એવી ભાવના થવી જોઈએ કે મારા કુટુંબમાં નાનાથી માંડી મેાટા સુધીને એક પણ જીવ ધર્મ પામ્યા વિનાના ન રહેવા જોઇએ. અહી બેઠેલા બધા ખેલો કે તમને દરેકને ધ પમાડવાની ભાવના થાય છે કે દીકરા માટે પેઢી ખાખર ધમાકાર ચલાવુ, તિબ્રેરી તરાળ કરૂ, માટા મંગલા બંધાવુ' એવી ભાવના થાય છે ! (હસાહસ). દેવાનુપ્રિયા ! જેટલું ધન વધારે હશે તેટલા મેાજશેખ ને વિશ્વાસ વધશે. તા. ૩૧-૧૦-૭૩
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy