SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા હાથી સ્થિર થઈ ગયા. લેકે આશ્ચર્ય પામી ગયા. સેનકુમારને ધન્યવાદ આપતાં તેને જ્ય જયકાર બોલાવવા લાગ્યા. તેના ઉપર અભિનંદનની વૃષ્ટિ થવા લાગી. સેનકુમાર હાથી ઉપર બેઠે. વિજયલક્ષ્મીને વરેલા અને રાજા તથા પ્રજાજનો ધન્યવાદને પાત્ર બનેલા સેનકુમારને જોઈ વિણકુમાર ફરીને ઈષ્યની આગમાં બળવા લાગ્યા. વિષેણુકુમારને પુનઃ ઠેષ:- સેનકુમારની યશકીતિ સહન નહિ થવાથી વિણકુમારે નિશ્ચય કર્યો કે જે થવાનું હોય તે થાય પણ આ વખતે તો હું જાતે સેનકુમારનું મસ્તક ઉડાવી દઉં. આ રીતે વિષેણ મનમાં દુષ્ટ વિચારો કરવા લાગ્યો. આ તરફ રાજા, સેનકુમાર અને પ્રજાજને દરબારમાં આવ્યા. બીજે દિવસે સેનકુમાર તેની પત્ની શાંતિમતી સાથે શહેરની બહાર આવેલા ઉદ્યાનમાં ફરવા માટે ગયા. આ સમયે સાથે બે સેવકોને લઈ ગયા છે અને આરામથી ઉદ્યાનમાં બેઠા હતા. ત્યાં શું બન્યું તે સમજાવું. એક સેવક દરવાજે ઉભો હતો ને બીજો સેનકુમારથી થોડે દૂર ઉભું હતું. આ સમયે ક્રૂર હૃદયનો વિણકુમાર હાથમાં ખુલ્લી તલવાર લઈને દેડતો ત્યાં આવ્યો. દ્વારપાળે તેને અટકાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ તેને ભેંય પછાડીને વિષેણ ઉપવનમાં દાખલ થ. એને ખુલ્લી તલવાર લઈને આવતે જોઈ શાંતિમતિ થરથર ધ્રુજવા લાગી. સેનકુમારને કહે છે સ્વામીનાથ! તમારા ભાઈ આવે છે. એટલામાં તો વિષેણ નજીક આવીને સેનકુમાર ઉપર તલવારને ઘા કરવા જાય ત્યાં સેનકુમારે વિષેણે કરેલા તલવારના ઘાને ચૂકવી દીધે ને તેના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી ત્યારે છરી લઈને તેને મારવા તૈયાર થયો. બળવાન સેનકુમારે તેને હાથ મરડીને છરી લઈ લીધી. તેને હાથ મરડાઈ જવાથી વિષેણ ધરતી ઉપર પડી ગયે. એને ખૂબ પીડા થવા લાગી. પિતાને મારવા આવ્યું હતું છતાં દયાળુ સેનકુમાર તેને પાણી છાંટી પથારીમાં સુવાડીને કેઈ જાતને અવાજ કર્યા વિના ઉદ્યાનમાંથી બહાર નીકળે. એની પત્ની કહે છે સ્વામીનાથ! આ વાતની કાકાને જાણ કરીએ ત્યારે સેનકુમાર કહે છે આપણે એવું કંઈ કરવું નથી. આ વિષેણ અ૫ બુદ્ધિવાળો છે. રાજ્યના લેભને ખાતર એને કોઈએ ભંભેર્યો હશે માટે તેણે આ કામ કર્યું છે. બાકી એ આવું કૃર કાર્ય કરે તેવું નથી. આ વાત જે કાકા જાણશે તો તેને મારી નાંખશે અગર દેશનિકાલ કરશે તો તેના બૂરા હાલ થશે. માટે આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. આપણું નિમિત્તે એને દુઃખ થાય છે માટે આ વાત આપણે કઈને કહ્યા વગર આ રાજ્ય છોડીને ચાલ્યા જઈએ. સેનકુમાર નગર છેડીને ચાલ્યા ગયા - સેનકુમારની વાતમાં શાંતિમતિ સંમત થઈ એટલે સેવકેને કહ્યું- આજે મારું માથું ખૂબ દુખે છે એટલે આ બગીચામાં આરામગૃહમાં અમારે રાત રહેવું છે માટે તમે નગરમાં જાવ, એમ કહીને તેમને વિદ્યાય
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy