SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ફેરા ટાળી આત્મા અજર અમર બની શાશ્વત સુખ પામશે ત્યાં સુધી કહેવાયું. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯ આષાઢ વદ ૪ ને બુધવાર તા. ૧૮-૭-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંતકરૂણાનિધિ શાસ્ત્રકાર ભગવંતોએ ભવ્ય જીવોના કલ્યાણને અર્થે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. સિદ્ધાંતની અંદર ભગવંત ભવ્ય જીવોને પડકાર કરીને કહે છે તે આત્માઓ! આ સંસારમાં માનવીને મૃતવાણીનું શ્રવણ દુર્લભ છે. બત્રીસ સૂત્રમાં પાંચમું અંગ ભગવતી સૂત્રને અધિકાર વંચાય છે. આ મહાન સૂત્રનું વાંચન જીવના મહાન પુણ્ય હોય ત્યારે સાંભળવા મળે છે. સર્વ પ્રથમ તે મનુષ્યભવ દુર્લભ છે મનુષ્યભવ તે મને પણ આર્યદેશમાં જન્મ થવો એ દુર્લભ છે. દુનિયાના બધા દેશોમાં આર્ય દેશ સાડીપચ્ચીસ છે. તેમાં પણ આદેશમાં જેટલા જન્મે છે તે બધાં કંઈ આર્ય હોતા નથી. બધાને વીતરાગ વાણી સાંભળવા નથી મળતી, તે હે ભાગ્યવાન ! વિચાર કરે તમને માનવજન્મ મળે, આર્યદેશ, આર્યકુળ અને નિગ્રંથ ગુરુને સમાગમ આ બધે યોગ તમને મળે છે. આ જેવા તેવા ઉદય નથી. જમ્બર પુણ્યદયે બધું મળ્યું છે. માનવજન્મમાં પણ વિતરાગ વાણીનું શ્રવણ તે સંત પાસે મળે જેને સંતના દર્શન દુર્લભ છે, સંતોને સમાગમ થતો નથી તે બિચારા કેવી રીતે ઊંચે આવી શકે? અંતરના ઉંડાણમાંથી વિચાર કરીએ કે મોક્ષપ્રાપ્તિના એકેક ઉપાયો કેટલા દુર્લભ છે. છતાં પુરુષાર્થથી તેની પ્રાપ્તિ માનવ કરી શકે છે. જીવને ગમે તેવી ભાવના હોય પણ જે સતે ન મળે, જે દેશમાં ધર્મનું નામનિશાન ન હોય ત્યાં એ ક્યાંથી કરી શકવાને છે? કહ્યું છે કે – “સૈ રોજે ન માગવાં, મૌક્તિ ન ને અને साधवो नहि सर्वत्र, चंदनं न वने वने ।" દરેક પથ્થરમાં માણેક ને હીરા હોતા નથી. દરેક હાથીના ગંડસ્થળમાં મોતી હોતા નથી. દરેક વનમાં ચંદનના વૃક્ષ હોતા નથી તેમ દરેક ક્ષેત્રમાં સાધુ ( સ ) હેતા નથી. તમને બધું મળી ગયું છે માટે ચેતજે. આ બધું જીવને પૂર્વના પુણ્યોદયે મળ્યું છે પણ અનાદિકાળથી જીવે કામગમાં જેટલી રચી કરી છે, વિષય ભોગવવામાં * R ને ને,
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy