SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા સંતરૂપી વૈદ્ય મફત દવા આપે છે. એની કઈ ફી નહિ અને ભવોભવના રેગ મટાડે. સતેની શ્રાવક ઉપર કેટલી કૃપાદૃષ્ટિ હોય છે. વારંવાર તમને નિઃસ્વાર્થ ભાવે જાગૃત કરે છે. તમને સંતે વારંવાર ટકેર કરે તે મનમાં એવો ભાવ નહિ લાવતા કે મહારાજ મને રેજ ટેકયા કરે છે. પણ એમ વિચારજે કે હું કેવો પુણ્યવાન છું કે સંતની મારા ઉપર દૃષ્ટિ પડે છે અને આટલા બધા શ્રાવકમાં એમના મુખે મારું નામ આવે છે. બંધુઓ! આ દેહની પાછળ ઘણું કર્યું. એના માટે ઘણો સમય વેડફી નાંખે. હવે તે આત્માને માટે કંઈક કરી લે તે ભવ ઓછા થાય. મિયા ભગવતી સૂત્રના ગહન ભાવે સમજવા જેવા છે. ભગવતી સૂત્રના ૪૧ શતક છે અને તેમાં નવમા શતકના તેત્રીસમાં ઉદ્દેશામાં ઝષભદત્ત બ્રાહ્મણને દેવાનંદ બ્રાહ્મણને અને જમાલિકુમારને અધિકાર છે. તેનું વર્ણન કરવામાં આવશે. જમાલિકુમારના જીવનમાં બે પ્રકારના પાત્ર ભજવાશે; એક તે જમાલિકુમારને કે ઉચ્ચ કોટીને વૈરાગ્ય હતે. બીજી તરફ જીવને માન આવે છે ત્યારે કેવું અધઃપતન થાય છે. જમાલિકુમાર દીક્ષા લીધા પછી ભગવાનને પૂછશે કે હું એકલે શિષ્યોને લઈને વિચરું? ત્યારે ભગવાન મૌન રહેશે, આ બધું જાણવા મળશે. આત્માથી અને તે ગુરુનું સાનિધ્ય છોડવું ન ગમે. ગૌતમસ્વામી ચાર જ્ઞાનને ચૌદપૂર્વના ધણી હતા તો પણ જ્યારે જુઓ ત્યારે પ્રભુની પાસે હાજર હેય. શંકા થાય ને પ્રભુ સમાધાન કરે. મારા ગુરુના ચરણમાં મેં મારી જીવનનાવ ઝંપલાવી છે તે એ મને તારશે. ગુરુ વિના ક્ષણ પણ મને ન ગમે. શિષ્યના હૃદયમાં સદા ગુરુગુણની સતાર વાગતી હોય. ગુરુ એ મારું સર્વસ્વ છે એવું જેના અંતરમાં હોય તે શિષ્ય આત્મકલ્યાણ કરી શકે. જમાલિકુમારના અધિકારમાં ઘણે બોધ મળે છે. સિદ્ધાંતની વાણી શાશ્વત વાણી છે. એટલા માટે કહીએ છીએ કે ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાન રાષભદેવ સ્વામીને કેઈએ પ્રશ્ન પૂછો હેય ને તેનો જે જવાબ આપ્યા હોય તે જ જવાબ મહાવીર સ્વામી આપે છે તેમાં જરાય ફેર ન પડે. તીર્થકરની વાણી દરેક કાળે સરખી છે. આજનું વિજ્ઞાન અત્યારે જુદું બતાવે છે ને છ મહિના પછી વળી જુદું બતાવે. એના જ્ઞાનમાં ફેરફાર થાય. આજની સરકાર આજે કાયદે ઘડે ને વર્ષ પછી એ કાયદા બદલાઈ જાય. જ્યારે પ્રભુના જ્ઞાનમાં ને એના કાયદામાં કદી ફેરફાર થતો નથી. અનંત ચોવીસી થઈ ગઈ ને અનંત ચોવીસી થશે પણ એના કાયામાં કદી ફેરફાર ન થાય. આવા પ્રભુનો માર્ગ છે. નરકગતિ એ દુઃખની ભૂમિ છે. તિર્યંચગતિમાં પરાધીનપણે દુઃખ સહેવાના છે. દેવગતિ ભેગની ભૂમિ છે. એક મનુષ્યગતિ ત્યાગની તળેટી છે. માનવભૂમિમાંથી આત્મા ઉત્થાનના પંથે જઈ શકે છે, માટે આ માનવભવ પામીને હવે હું ભવમાં ન ભમ્ એ ભવનિર્વેદ થવું જોઈએ. તે જન્મ-જરા-મરણના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy