SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા આલંભીકા નગરીમાં, એક સાવOી નગરીમાં, એક અનાય દેશમાં અને છેલ્લું માસું પાવાપુરીમાં કરી મોક્ષે પધાર્યા. ભગવાને એકલા દીક્ષા લીધી ને મેક્ષમાં એકલા ગયા પછી ગૌતમ સ્વામીના દિલમાં વિરહાનલની જવાળા પ્રગટી. અહ હે પ્રભુ! હું હવે ભગવંત, ભગવંત કહીને કોને પ્રશ્નો પૂછીશ? ને તારા વિના ગેયમા! ગેયમા ! એ વહાલભર્યા શબ્દોથી મને કોણ બોલાવશે? હું હેતે જાણતું કે તમે મને આમ છોડીને ચાલ્યા જશે! મુજને મે રે ટળવળતે તિહાં રે, નહિ કેઈ આંસુ લુછણહાર, ગૌતમ કહીને કેશુ બોલાવશે રે, કેણુ કરશે મેરી સારઆધાર હતો રે એક વીર તાહરે રે... ગૌતમ સ્વામી વિલાપ કરવા લાગ્યા. અંતે ભગવાનના વાકય યાદ આવ્યા. મોહ છે ત્યાં સુધી મોક્ષ નહિ મળે.” રાગનું કવચ ભેદાયું અને ક્ષપકશ્રેણી પર આરૂઢ થતા બારમે મોહને ક્ષય કરી તેરમે પહોંચી ગયા ને કેવળજ્ઞાન ને કેવળદર્શન પામ્યા. અમાસની પાછલી રાતે ભગવાન આઠ કર્મોને ક્ષય કરીને મોક્ષમાં ગયા ને ગૌતમસ્વામી ચાર ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. આ સમયે ઈન્દ્રો-ઈન્દ્રાણીઓ અને રાજાઓએ ભેગા મળીને ભગવાનને નિર્વાણ મહોત્સવ અને ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવ્યું તે વખતે કે ભવ્ય દેખાવ હશે! તમે બધા દિવાળીમાં કેડિયાના દીવા પ્રગટાવે છે. ગૌતમસ્વામીએ કેવળજ્ઞાનને દીપક પ્રગટાવ્યા છે આપણે પણ આપણા અંતરમાં જ્ઞાનને દિપક પ્રગટાવે છે. કેડીયાના દિપક પ્રગટાવવામાં કેટલા જીની હિંસા થાય છે! આજે દિવાળીને પવિત્ર સંદેશ છે કે બહારની રોશની કરવા કરતાં તમારા અંતરમાં જ્ઞાનની રેશની ઝગમગાવો. જ્ઞાનને દિપક કહેવામાં આવ્યો છે. તમે પ્રગટાવે છે તે પણ દિપક છે. સારા સંસ્કારી દીકરાને પણ કુળદીપક કહેવામાં આવે છે. જે દીકરો બાપની તથા કુટુંબની ખ્યાતિ વધારે છે તેને તમે કુળદીપક કહે છે ને ? ત્યારે હું તમને પૂછું છું કે સૂર્ય મહાન કે દિપક મહાન તીર્થકર ભગવાનના જીવનને દિપકની ઉપમા આપવામાં આવી છે. કારણ કે સૂર્ય સમસ્ત જગતમાં પ્રકાશ ફેલાવે છે. પણ ઘરના અંધારા ઓરડામાં એને પ્રકાશ પહોંચી શકતો નથી. ત્યાં દિપકની જરૂર છે. એ અપેક્ષાએ સૂર્ય કરતાં દિપક મહાન છે. આપણી આંખમાં જોવાની શક્તિ છે, છતાં અંધારામાં આપણી આંખ જોઈ શકતી નથી. પોતાના હાથે મૂકેલી વસ્તુ પણ અંધારામાં જડતી નથી. એ માટે દિપકને આશ્રય લેવો પડે છે. ગમે તેટલો સુંદર બંગલો હોય પણ જો એમાં દિપક પ્રગટાવ્યું ન હોય તે તે બંગલે ભૂતિયામહેલ જેવો લાગશે. પણ જો તેમાં નાનકડા દિપક પ્રગટાવ્યું હશે તે પ્રકાશ પથરાશે. આ દિપકને જોઈને વિચાર કરીએ તો આપણને પણ તેમાંથી ઘણે બેધ મળે છે. દિપક પ્રગટે ને અંધકાર દૂર ભાગે છે તેમ આપણાં આત્મામાં રહેલા અજ્ઞાનનાં અંધકારને દૂર કરીને જ્ઞાનને દિપક પ્રગટાવી જીવનમાં પ્રકાશ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy