SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૨ શારદા સરિતા ત્રિશૂળ ઉપર ઝીલી લીધે. ને સુવર્ણદ્વીપમાં લાવીને મૂક્યું. ત્રિશૂની તીણ અણીઓ તેના પેટમાં ભેંકાય ગઈ હોવાથી અસહ્ય વેદના થતી હતી. એની જીભ બહાર નીકળી ગઈ હતી. એના પ્રાણ કઠે આવી ગયા હતા. આવી બેહાલ સ્થિતિમાં ધરણ બેભાન થઈને પડયે હતે. એટલામાં તે હેમકુંડળ વિદ્યાધર સુવેલ નામના નગરથી રત્નાદ્વીપમાં જતા હતા. વચમાં સુવર્ણદ્વીપ અને બેભાન માણસને જોતાં તરત તેણે ઔષધિને ઉપયોગ કર્યો ને પછી જોયું તો ધરણું અહો! આ તે ધરણ છે. મારો ઉપકારી મિત્ર છે. ધરણ તને આ શું થયું? પછી શુદ્ધિમાં આવતાં તેણે હેમકુંડળને બધી વાત કરી. વિદ્ય ધર કહે એ સુવર્ણદેવી દુષ્ટ છે. હું એને સારી રીતે ઓળખું છું એમ કહી દેવીના પાસમાંથી તેને છોડાવ્યો. તેને લઈને હેમકુંડળ આકાશમાર્ગે ઉડે ત્યારે ધરણે પૂછયું. તમે ઔષધિ લઈને વિજયવિદ્યાધરને બચાવવા ગયા હતા તે છે કે નહિ? વિદ્યાધરે કહ્યું તે જીવી ગયો છે. આ સાંભળી ધરણને ખૂબ આનંદ થયે. બંધુઓ! ધર્મિષ્ઠ અને પરોપકારી પુરૂષે આવા દુઃખમાં પણ પારકાના દુઃખ મટાડવાની કેવી પવિત્ર ભાવના રાખે છે. બીજું ધરણે જેટલા ઓને સહાય કરી હતી તે બધા એને દુઃખમાં સહાયક બન્યા છે. નિઃસ્વાર્થ ભાવે કરેલી સેવા અવશ્ય ફળીભૂત થાય છે. કદાચ આ ભવમાં તમને સહાય નહિ કરે તે પરભવમાં પણ અવશ્ય સહાય કરશે. પણ કેઈના ઉપર ઉપકાર કરતી વખતે તમે બદલાની ઈચ્છા ન રાખશે. અહીં ધરણને મરવાની અણી ઉપર હેમકુંડળ વિદ્યાધર મળી ગયે. અને તેને બચાવી લીધે. ધરણે હેમકુંડળને પિતાની બધી વિતક કહી ત્યારે હેમકુંડળ વિદ્યાધરે કહ્યુંભાઈ! તેં મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે તે તું મને કંઈક સેવાનું કાર્ય ફરમાવ. એટલે ધરણે કહયું-ભાઈ! મારે બીજું કંઈ કામ નથી. પણ મારી પત્ની જે વહાણમાં ગઈ છે તે વહાણ દેવપુર નગરમાં જવાનું છે, તે તું મને ત્યાં લઈ જા. જેથી મને મારી પત્નીને ત્યાં મેળાપ થઈ જશે. હેમકુંડળ કહે રનદ્વીપમાં સુચન નામને મારો મિત્ર છે તેને મળીને હું તમને દેવપુરીમાં લઈ જઈશ. ધરણ કહે ભલે-હેમકુંડળ અને ધરણ રત્નદ્વીપમાં વસતા સુલેશનને ઘેર ગયા. તે વખતે સુલોચન તેની પત્ની ગાંધર્વદત્તની સાથે વીણા વગાડતે હતો. પિતાના મિત્ર હેમકુંડળને જોતાં સુચન હર્ષથી ઉભો થઈ ગયે. ને પ્રેમથી ભેટી પડશે. પછી આમ એકાએક આગમનનું કારણ પૂછયું ને સાથે આ કેણ છે? હેમકુંડળે કહ્યું–આ ધરણસેન મારે મિત્ર અને પરમ ઉપકારી છે. પિતાની આવી સ્થિતિ થઈ હતી ને ધરણે કે ઉપકાર કર્યો હતે તે બધી વાત સુચનને કહી એટલે સુચને ખુશ થઈને ધરણને કેટલાક અમૂલ્ય રત્નો ભેટ આપ્યા. ધરણુસેન દેવપુર નગરમાં- હેમકુંડળ થડા દિવસ રત્નદ્વીપમાં રોકાઈ પિતાની વિદ્યાના પ્રભાવથી ધરણને દેવપુર નગરની બહાર લઈ આવ્યા ને કહ્યું કે આ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy