SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૮૪૧ અિમાર રાગી ચમારીની ખબર લેવા જવાના સમય થઇ ગયા છે, હું ત્યાં જાઉં છું તે તમે પણ મારી સાથે ચાલે તેા તમારી શકાનું સમાધાન થઈ જશે. રાજા મહાત્માની સાથે ચાલ્યા. ચમારવાડા તા હજુ ઘણા દૂર હતા ત્યાંથી રાજાને દુર્ગંધ આવવા લાગી. એમ કરતાં ચમારવાડામાં આવ્યા, તે ત્યાં દરેક ચમારના ઘરમાં ચામડા ધાવાતા હતા. કોઇ જગ્યાએ ચામડા સૂકવવામાં આવ્યા હતા, તે કોઈ જગ્યાએ કપાયેલા ઢારાના લેાહીભર્યા તાજા ચામડા લાવેલા પડયા હતા. રાજાને તે એટલી બધી દુર્ગંધ આવી કે એના જીવ ગભરાવા લાગ્યા. ઉછાળા આવવા લાગ્યા એટલે નાર્ક રૂમાલ ઢાંકી દીધે!, ને સતને કહ્યું મહારાજ! જલ્દી અહીંથી બહાર ચાલ્યા જઈએ. આ દુર્ગંધથી તેા મારૂ માથું ફાટી જાય છે, મારા જીવ ગભરાય છે, ત્યારે સતે હસીને કહ્યું-રાજન! તમને દુર્ગંધ શેની આવે છે? જુએ તે! ખરા અહી કેટલા સ્ત્રી-પુરૂષ! કામ કરી રહ્યા છે? કાઇને ગંધ નથી આવતી ને તમે તેા અકળાઈ ગયા. ત્યારે રાજા કહે છે મહાત્માજી! એ તે રાત-દ્વિવઞ ચામડાનુ કામ કરે છે, એમનું નાક એવું થઇ ગયું છે એટલે એમને દુગ ધને અનુભવ સરખા પણ થયા નથી, પણ મને ચામઠામાં રહેવાની આદત નથી એટલે દુર્ગંધ આવે ને? રાજાની વાત સાંભળી મહાત્માજી એલ્યા હે રાજન! તમારા રાજમહેલની આવી જ હાલત છે. રાતવિસ તમે વિષયલેાગેમાં તલ્લીન રહેા છે! એટલે તમને તેમાં રહેવાથી દુધના અનુભવ થતા નથી, કારણ કે તમને આદત પડી ગઈ છે, જેમ તમને દુધ લેવાના અનુભવ નથી એટલે ચમારવ!ડામાં તમારા જીવ ગભરાઈ ગયા તેવી રીતે હું વિષય–ભેગાને ત્યાગી છું. તેથી રાજમહેલમાં વિષયભાગની દુ ધથી મારા જીવ ગભરાઇ જાય છે એટલા માટે મેં તમારા મહેલમાં આવવાની ના પાડી છે. મહાત્માની વાત સાંભળી મહારાજા તેમને વન કરીને ચાલ્યા ગયા. બંધુઓ ! સારા પદાર્થો પ્રત્યે રાગ અને માઠા પદાર્થ પ્રત્યે દ્વેષ કરવા એ પણ કષાય છે, ક્યાયા કસાઈથી પણુ ખૂા છે. લૂંટારા કરતાં પણ ભયંકર છે, અને જાજવલ્યમાન અગ્નિ છે, એ આાત્મિક ગુણાને ખાઇ જાય છે. જમાલિક અણુગાર વિચરતા વિચરતા શ્રાવસ્તી નગરીના :કોષ્ટક નામના ઃ ઉદ્યાનમાં પ્રાસુક પાટ-પાટલા આદિની ગવેષણા કરીને ત્યાં ઉતર્યાં. તે તપ અને સ્વાધ્યાયમાં રક્ત રહે છે. શરીર તપશ્ચર્યાથી સૂકેભૂકકે કરી નાંખ્યું છે. તપ અને સયમમાં આત્માની રમણુતા કરતા વિચરે છે. હજારા જીવાને ધર્મના ધ આપે છે. હવે સ્હેજ ઉત્સૂત્રની પ્રરૂપણા કરશે તે કેવી રીતે કરશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. વિદ્યાધરે સહાય કરી” ચરિત્ર: સુવર્ણા નામની વ્યંતરી દેવીએ ધરણે સમુદ્રમાં પડતુ મૂકયુ એવા તીક્ષ્ણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy