SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૮ શારદા સરિતા "इच्छामिणं भंते तुहिं अष्भणुण्णाए समाणे पंचहि अणगार હું સäિ વણિયા નવા વિહાર વિરત્તા” 'હે ભગવંત! હે પૂજ્ય! આપની અનુમતિ–આજ્ઞા હોય તો હું (૫૦૦) પાંચ શિષ્યોની સાથે બહાર જનપદમાં વિહાર કરવા ઈચ્છું છું. બંધુઓ ! જમાલિકુમારે દીક્ષા લીધી ત્યારે તેની સાથે ૫૦૦ પુરૂએ દીક્ષા લીધી હતી. તેમને જમલિ અણગારના શિષ્ય તરીકે સ્થાપન કર્યા હતા એટલે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી સંયમમાં સ્થિર થયા બાદ જમાલિ અણગારના મનમાં થયું કે હવે આ ૫૦૦ શિષ્યની સાથે અલગ વિચરૂ. લેકેને ધર્મ પમાડું ને ધર્મને ફેલાવે કરૂં પણ ખરી રીતે જ્યાં ખુદ તીર્થકર ભગવંતનું સાનિધ્ય હોય, તત્વની છણાવટ થતી હોય, જ્ઞાનામૃતના પ્યાલા પીવા મળતા હોય તે છેડીને એકલા વિચરવાની ભાવના જાગી એ મોટું નુકશાન છે. જે અરિહંતના સાનિધ્યમાં રહે એને બેડે પાર થઈ જાય. સદ્દગુરૂના સાનિધ્યમાં શિષ્યની ખૂબ જાગૃતિ રહે છે. જમાલિ અણગારને ભગવાનને છોડીને જવાનું મન થયું. આપણે પણ પ્રભુની વાણી સાંભળી હશે પણ અત્યારે આપણને જેટલી જાગૃતિ છે તેટલી તે સમયે નહિ હોય. એટલે ભવમાં ભટકતા રહી ગયા છીએ. જમાલિ અણગારે કહ્યું– પ્રભુ! આપની આજ્ઞા હોય તે હું ૫૦૦ શિષ્યની સાથે બહાર જનપદમાં વિહાર કરૂં. ભગવાન તો સર્વજ્ઞ હતા. એમનું ભાવિ કેવું છે તે જાણતા હતા. એટલે મૌન રહ્યા. નતે હા કહી, ન તે ના કહી. કારણ કે ભગવાન હા પાડે કે ના પાડે પણ એ તો જવાના હતા. એટલે ભગવાન મૌન રહ્યા. તમારે દીકરે તમને કહે છે બાપુજી! મારે પરદેશ ફરવા માટે જવું છે તે તમારી રાજીખુશીથી આજ્ઞા હશે તે ખુલ્લા દિલથી કહેશે કે દીકરા ! ખુશીથી જા. પણ તમારી જવા દેવાની ઈચ્છા નથી પણ તમને એમ થાય કે દીકરાને ને પાડીશ તે ખોટું લાગશે એટલે કાં ઢીલે જવાબ આપે કાં મૌન રહો. આ સમયે વિનયવાન અને સમયસૂચક દીકરે હોય કે ગુરૂને શિષ્ય કે શિષ્યા હોય તે સમજી જાય કે મારા પિતાજી અથવા ગુરૂ ગુરૂણીની રાજીખુશીથી સંમતિ નથી તેથી પિતે જાય નહિ. અહીં જમાલિ અણગારે આજ્ઞા માંગી પણ પ્રભુ મૌન રહ્યા. હવે ભગવાનના મૌનને જમાલિ અણગાર કે અર્થ કરશે ને તે કેવી સ્થિતિમાં મૂકાઈ જશે તેના ભાવ અવસરે કહેવાશે. “કાદંબરી વનમાં સાર્થને પડાવ ચરિત્ર - ધરણ ચાર મહિનામાં કેડ રૂપિયા કમાયે તેથી તેના મનમાં થયું કે આપણે હવે ઘર ભણી જઇએ. તેથી ચારે બાજુ દાન કરતાં સાર્થવાહ સાથે ઘર તરફ જવા નીકળે. લક્ષ્મીના મનમાં થયું કે હવે ઘરે પહોંચ્યા પહેલાં આનો નાશ કેવી રીતે કરૂં? તેમ વિચાર કરી રહી છે. સાર્થવાહ સાથે ધરણે કાદંબરી વનમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy