SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ થંરિદા સરિતા ૮૧૭ ત્રિશલાના રત્નનેા ડખ્ખા ચાર્ચ હતા એટલે આ ભવમાં રત્નના ડખ્ખામાં મહાન તીથાકર પ્રભુ તેના ગર્ભ માં ઉત્પન્ન થયા પણ સાડીબ્યાસી રાત રહીને એ ગર્ભ ચારાઇ ગયા. આ બનાવ બન્યા પછી ભગવાન ત્રિશલા માતાની કુખે જન્મ્યા. ભગવાને દીક્ષા લીધી ને કેવળજ્ઞાન પામ્યા ત્યાં સુધી દેવાનઢાએ ભગવાનના દર્શન કર્યાં ન હતા. એક વખત ભગવાન વિચરતા વિચરતા માહુણુકુંડ નગરમાં પધાર્યા ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણુ અને દેવાનના બ્રાહ્મણી પ્રભુના દર્શન કરવા ગયા. જ્યાં સમેસરણમાં પગ મૂકયા. ત્રિલેાકીનાથને નિહાળ્યા ને દર્શન કર્યાં એટલે દેવાનઢા માતાને અપૂર્વ આનન્દ્વ થયા. તે ઠરી ગઇ. અનિમેષ દૃષ્ટિથી પ્રભુ સામે જોઇ રહી ને એવા વાત્સલ્યભાવ ઉછળ્યે કે એના સ્તનમાંથી દૂધની ધાર છૂટી ને ભગવાનના મુખ ઉપર છટાઇ. આ જોઈને ગૌતમાઢિ ગણધરને આશ્ચર્ય થયું ને ખેલ્યા-પ્રભુ ! સેંકડો માતાએ આપના હૃને આવી પણુ આ માતાના મુખ ઉપર અલૌકિક આનંદ છે ને આ દૂધની ધારા આપના મુખ ઉપર છંટાઈ તેનું શું કારણ ? ભગવાન કહે છે હે ગૌતમ! એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. એ મારી પૂની માતા છે. ત્યારે બધા સતા કહે છે આપના માતાજી તેા ત્રિશલાદેવી છે. ત્યારે ભગવાન કહે છે સર્વ પ્રથમ હું દેવલેાકમાંથી વીતે એના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. સાડીબ્યાસી રાત હું ત્યાં રહ્યા હતા. પ્રભુના મુખેથી આ શબ્દો સાંભળી દેવાના માતા ખૂબ અફ્સાસ કરવા લાગી કે હું કેવી કમભાગી ! મારી કુખે આવેલા પ્રભુ ચાલ્યા ગયા. ત્યાં ભગવાને તેમને ઉપદેશ આપ્યું. પ્રભુની વાણી સાંભળીને ઋષભદત્ત બ્રાહ્મણુ અને દેવાનના માતા વૈરાગ્ય પામી ગયા ને ત્યાં ને ત્યાં દીક્ષા લીધી. આ ઋષભદત્ત બ્રાહ્મણુ ખૂબ વૈભત્રશાળી હતા. છતાં ઘરબારની વ્યવસ્થા કરવા પણ ન ગયા. કેવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય હશે! ઋષભદત્તે જે રીતે દીક્ષા લીધી હતી તે રીતે જમાલિકુમારે ૫૦૦ પુરૂષાની સાથે દીક્ષા લીધી. " णवरं पंचहि पुरिस सहि सध्धिं तहेव जाव सामाइयमाइयाई एक्कारस अंगाइ अहिज्जइ, अहिज्जइत्ता बहूहिं चउत्थ छट्ठट्ठम जाव मासध्ध मासखमर्णोह विचितेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे विहरs | ', દીક્ષા લઈને જમાત્રિ અણુગાર સામાયિક આદિ અગિયાર અગેને ભણે છે. ભણીને ઘણાં ચડ્થ ભકત, છઠ્ઠું, અર્જુમ, અ માસખમણુ અને માસખમણ આદિ વિચિત્ર તપ કર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરે છે. તપશ્ચર્યા કરીને શરીરને સુકકે ભૂકકે કરી નાંખ્યુ ને સંયમમાં આત્મચિંતન, સ્વાધ્યાય-ધ્યાન આઢિમાં રત રહેવા લાગ્યા. આ રીતે જમાલિ અણુગારને સંયમ લીધા ઘણા સમય વ્યતીત થયા પછી એક દિવસ જમાલિ અણુગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા ને પ્રભુને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું :
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy