SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ '૩૯, શારદા સરિતા ભવમાં મેક્ષે જવાના હતા છતાં મેક્ષને માટે કેટલે તલસાટ હતું? જેણે મમતા મારી, વળી સમતાધારી, પ્રભુ મા. ગાઉં નિત્ય હું ગુણ તમારાજેના રેમે રેમે અનુકંપા, આત્મ ઉદ્ધાર માટે અજપા, એવા વીરના ચરણે, પ્રભુ તારા શરણે પ્રભુ પ્યારાગાઉ નિત્ય પ્રભુને રાત-દિવસ અજપ હતા, કે કયારે કર્મના કર્જમાંથી મુક્ત થાઉં! મારા માથે કર્મના દેણ પડ્યા હોય ત્યાં સુધી હું સુખે સૂવાને અધિકારી પણ નથી. ભગવાન સાડાબાર વર્ષ ને પંદર દિવસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા તે દરમ્યાનમાં પ્રભુને જે પ્રમાદ આવ્યું હોય તે ફક્ત બે ઘડીને પ્રમાદ આવ્યું છે. તદ્દભવે મોક્ષે જવાના હોવા છતાં આટલે તલસાટ, હજુ આપણને સર્ટિફિકેટ મળ્યું નથી કે અર્ધ-પુગલે પરાવર્તન ક્ષે જઈશું. છતાં કેટલી શાંતિથી બેઠા છે. આપણુ પરમ તારક પ્રભુએ આપણને બત્રીસ આગમરૂપી બત્રીસ અરીસા આપ્યા છે. બત્રીસ આગમમાં પાંચમું અંગ ભગવતી સૂત્ર, જેનું બીજું નામ વિવાહપ્રજ્ઞપ્તિ છે. એમાં તે ઘણું ગહન ભા ભરેલા છે. એ ભાવેને સમજવા માટે આત્માને કે પવિત્ર બનાવ પડશે! સમકિતી આત્માને એ વાણીના અમૃત ઘૂંટડા પીતા એર મઝા આવે છે. સમકિતી આત્મા નિરંતર એવી ભાવના ભાવતે હેય કે હે પ્રભુ! તારા વચનામૃત અને 'તારી આજ્ઞાના પાલન સિવાય મને જગતના એક પણ પદાર્થમાં રુચિ નથી. તેને જગતના દુન્યવી પદાર્થો હેય લાગે. એક્ષ-માર્ગની રુચિ ઊપડે ત્યારે સમજી લેજે કે હું સમકિત પામ્ય છું અથવા સમકિત પામવાને લાયક બન્યું છે. આ જિન માર્ગમાં શ્રદ્ધા કરાવનાર સદ્દગુરુ છે. સદ્દગુરુએ સ્ટીમર જેવા હોય છે. કોઈ માણસ દરિયામાં ડૂબી જવાની અણું ઉપર હોય તે વખતે કઈ હેડીવાળે આવીને તેને ઊંચકી લે, તેને બચાવી લે તે કેટલે આનંદ આવે! સમદ્રમાં ડૂબી જતાને બચાવનાર ખલાસીને તમે કેટલો ઉપકાર માને છો! એ તે એક વખતનું મૃત્યુ હતું. પણ ભવ સમુદ્રમાં વારંવાર ડૂબતા જીવોને બચાવનાર સદ્દગુરુરૂપી સ્ટીમર મારા હાથમાં આવી ગઈ. હવે એ સ્ટીમરને નહિ છોડું. બસ, એમના શરણે જઈ ભવ સમુદ્ર તરી જાઉં એ ભાવ તમને કદી આવે છે? આ જીવને રગેરગમાં જ્યારે ધર્મને રંગ લાગે, સદ્દગુરુ વહાલા લાગે, સંસારના એક પણ કાર્યમાં રુચિ ન લાગે ત્યારે સમજજે કે મારું જીવન હવે આત્મલક્ષી બન્યું છે. આ જીવને સંસારમાં લાવનાર પાંચ કારણે છે. મિથ્યાત્વઅવતપ્રમાદકષાય અને અશુભગ સમકિત પામ્યા પછી સંસાર લિમિટમાં આવી જાય. મિથ્યાત્વ ટળી જાય. પણ બીજા ચાર પાયા તે ઊભેલા છે. તેને તેડવાને જમ્બર પુરુષાર્થ કરે. સગ્યમ્ દષ્ટિ આત્માની દશા કેવી હોય છે. ““ભોજિત્ત માન” એનું શરીર સંસારમાં હેય ને એનું મન મેક્ષ અને મેક્ષસાધક ક્રિયામાં રમતું હોય છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy