SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા છની ભાગીદારી થશે. જ્ઞાની ભગવંતો કહે છે કે જે આત્માઓથી જેમાં તીવ્ર આસક્તિ હોય છે તે ઘણું કરીને તેમાં ઉત્પન્ન થાય છે. આ વાતને આપણે વિશેષ પ્રકારે વિચાર કરીએ તે તમને સમજાશે કે દેવ જેવા દેવો પણ આસકિત રાખે છે તે કયાં ઉત્પન્ન થાય છે? ભવનપતિ-વાણુવ્યંતર, જતિષી, સૈધર્મ અને ઇશાન દેવેલેકના દેવે પણ દેવકનું આયુષ્ય પૂર્ણ કરીને બાઇર પૃથ્વીકાય, બાદર અપકાય, બાધર વનસ્પતિકાય, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. દેવલોક જેવા ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી પણ પૃથ્વી-પાણી અને વનસ્પતિ જેવા એકેન્દ્રિયના ભવમાં એ આત્માઓ ઉત્પન્ન થાય તેનું કારણ શું? તમને એનો વિચાર થાય છે? જે વિચાર કરે તે જરૂર શંકા થાય પણ કદી વિચાર થતો નથી તે શંકા કયાંથી થાય? ઉપર કહેલા દે પૃથ્વી-પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થવાનું કારણ એ છે કે એમાં જ મિથ્યાષ્ટિ દે છે અને મિથ્યાત્વના ઉદયનું જેર જેને વધુ છે તે દેવને પોતાના રહેવાના ભવને, નગર તેમ જ વિમાનમાં ખૂબ આસક્તિ હોય છે. એના ભવને અને વિમાનમાં ઉત્તમ રત્ન જડેલા હોય છે. તે જોઈને હરખાય છે કે આ મારા વિમાને ઝગમગે છે. દેવને રહેવાના વિમાનો અને ભવનો રત્નોથી જડેલા હોય છે. રત્ન એ પૃથ્વીકાયની જાતિ છે અને તેના ઉપર આસકિત હોવાથી દેવે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. દેવ લકની વાવ ખૂબ રમણીય હોય છે. ને તેમાં રહેલા પાણી શીતળ અને સ્વચ્છ હોય છે. તે વાવડીઓમાં દેવાંગનાઓ સાથે કીડા કરતી વખતે ખૂબ આનંદ આવવાથી તીવ્ર આસક્તિના પરિણામે અપકાયનું આયુષ્ય બાંધી દે અપકાયમાં ઉત્પન્ન થાય છે. કેવું સરસ પાણી છે. વાવમાં કેવા સુંદર કમળો છે? ને નાન-કીડા કરતા કે આનંદ આવે છે. આવા પ્રકારની આસકિતના કારણે પાણીમાં પટકાય છે. દેવે આનંદ કરવા માટે બગીચાઓમાં ફરવા જાય છે. ત્યારે એ બગીચામાં રહેલા રમણીય વૃક્ષે પુષ્પ-ફળ આદિને જોઈને તેને ખૂબ આનંદ આવે છે, બગીચે વનસ્પતિકાય છે તેથી તેના પ્રત્યેની અત્યંત આસક્તિના પરિણામે દેવે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. હવે તમને અહીં એમ પણ શંકા થવી જોઈએ કે દેવ પૃથ્વી, પાણી અને વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થાય છે તે તેઉકાય અને વાઉકાયમાં કેમ જતા નથી? બોલે કેમ ન જાય? તમે જાણો છો? દેને પરસેવે થતું નથી એટલે એને પવનની ઈચ્છા થતી નથી. તેથી તેના પ્રત્યે મમતા પણ થતી નથી. દેવલોકમાં બાદર અગ્નિને અભાવ છે, તેમજ દેને ત્યાં બધા શુભ પગલે પડેલા છે. એટલે તેઓને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે રમાયથી શુભ પગલેને આહાર કરી લે છે, એટલે તેને અગ્નિકાયનું કંઈ પ્રજન તેમજ મમતાનું કારણ નથી એટલે તેઉકાય અને વાયુકાયમાં દેવ ઉત્પન્ન થતા નથી. આ રીતે વિમાને, વાવડીઓ અને વાટિકાઓ ઉપરના તીવ્ર અનુરાગને કારણે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy