SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૬૮૩ कौहो य माणो य अणिग्गहिया माया य लोहो य पवड्ढमाणा। . चत्तारिएए कसिणा कसाया, सिचन्ति भूलाई पुण भवस्स ।। દશ. સૂ. અ. ૮, ગાથા કેધ-માનને નિગ્રહ કરવામાં ન આવે અને માયા ને લેભને વૃદ્ધિ પામવા દઈએ તે ભગવાન કહે છે એ ચાર કાળી કષાયે સંસાર વૃક્ષના મૂળીયાને સિંચન આપે છે એટલે મજબૂત કરે છે. મેક્ષપ્રાપ્તિ માટે તપ-જપ આદિ અનેક રીતે ધર્મકરણી કરે છે પણ કા ઉપર વિજય મેળવવા તરફ ધ્યાન અપાતું નથી. કષાયની મુક્તિ એ આત્માની મુકિત છે. એ મૂળ મુદે દરેક મોક્ષાથી મુમુક્ષ જીવના હૃદયમાં કેતરાઈ જવો જોઈએ. આપણે મોક્ષ મેળવવા ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ જ્યાં સુધી કષાય ઉપર વિજય ન મેળવીએ ત્યાં સુધી બીજા બધા પ્રયત્ન નિષ્ફળ જવાના. વડમાં કેન્સર થયું હોય ને ઉપર મલમ ચેપડ્યા કરે તે કેન્સર જે મહા ભયંકર રોગ મટે નહિ. તેમ કર્મ રૂપી કેન્સરનો ભયંકર રોગ ઉપર ઉપરથી બાહા ક્રિયાઓ કરવાથી મટી ન જાય. બાહ્ય ઉપચારની સાથે ઉપશમભાવરૂપી રસાયણનું સેવન કરવામાં આવે તે કર્મબંધરૂપી મહા ભયંકર વ્યાધિ મટે છે. માટે કેધ-માન-માયા ને લોભ એ ચારે ય કષા ઉપર વિજય મેળવવાનું લક્ષ હોવું જોઈએ. જમાલિકુમારની માતા કહે છે કે દીકરા! શય્યાન્તરને આહાર અને રાજાને માટે બનાવેલ આહાર તે રાજપિંડ તથા મૂળા-કંદ-મૂલ-સચેત બીજ અને લીલી વનસ્પતિ પણ લેવાશે નહિ. વળી કાકડી, મૂળા, મેગરી આદિ કાચી વનસ્પતિ પણ તારાથી લેવાશે નહિ. આવી રીતે ખૂબ સાવધાનીપૂર્વક નિર્દોષ આહારની ગવેષણુ કરવી પડશે. તપ કરે પડશે. રસેન્દ્રિય ઉપર કાબૂ ખૂબ રાખવું પડશે, આ બધું તારાથી કેમ બનશે? માતા સંયમની કેટલી કઠીનાઈ બતાવે છે ! જમાલિકુમાર જરા પણ ડરતો નથી. જીવનભર માટે આ સંસાર ત્યાગ કરવા તૈયાર થયે છે. તમારી પાસે કઈ સંયમમાં આવી રીતે રહેવું પડશે એમ કહે તે તમે પીગળી જાવ. અરે... દીક્ષાની વાત તો બાજુમાં રહી પણ એક કાંદા-બટાટાની બાધા લેવાની કહીએ તે પણ કેટલા બહાના બતાવે છે. મહાસતીજી! શું કરીએ? અમારે ઠેર ઠેર ફરવાનું. કંઈક બહાના કાઢશે અને કદાચ લેશે તો શું બોલશે? મારે ગામમાં-પરગામમાં છૂટ. સાજે-માંદે છૂટ. વાહ... વાહ. બધા તે બહુ સારી. તમને સાજે-માંદે, ગામ ને પરગામ બધે છૂટ જોઈએ છે તે બાધા કયાં? લાકડાભેગા થશે ત્યાં? હસાહસ. બંધુઓ! તમને અત્યારે અમારી વાત સમજાતી નથી પણ યાદ રાખજો કે રસની તીવ્ર આસકિત રાખશે તે અનંતકાયમાં ઉત્પન્ન થવું પડશે. એક શરીરમાં અનંતા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy