SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ શારદા સરિતા આકાશમાં તારે ચમકે છે તેમ તારાબાઈ મહાસતીજી મારા શિષ્યામંડળમાં એક ચમકતા તારા હતા. તેમને જન્મ અમદાવાદ શહેરમાં લુણાવાડા મટી પિળમાં થયેલ હતું. તેમના પિતાનું નામ ઉગરચંદભાઈ અને માતાનું નામ સમરત બહેન હતું. તેમના લગ્ન પણ થયેલા હતા. આ સંસાર તે સંયોગ અને વિયેગના દુખથી ભરેલ છે. તદનુસાર તેઓ ૨૪ વર્ષની ઉમરમાં વિધવા થયા. વિધવા થયા પછી એક વર્ષમાં અમારે (પૂ. બા.બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીને) પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા અને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. મારી દીક્ષા પછી આ બધી શિષ્યાઓમાં તેઓ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા. તેમને ચાર પુત્રો હતા તે નાના હતા. તેમને મોટા કરવાની જવાબદારી પોતાના માથે હતી એટલે ન છૂટકે સંસારમાં રહેવું પડયું પણ અનાસકતભાવે રહી તપ-ત્યાગ અને જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહેતા હતા. આમ કરતાં સૌથી મોટા પુત્રના લગ્ન કરી છેડે સમય સંસારમાં રહી મોટા પુત્રને જવાબદારી સેંપી સંસારની રિદ્ધિ-સિદ્ધિ અને મહાન સુખે તથા પુત્રને મેહ છોડી સંવત ૨૦૧૪માં અષાડ વદ બીજને દિવસે તેમણે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તે સહુ લે છે પણ બાળકને મોહ છોડી દીક્ષા લેવી એ મહાન કઠીન છે. જેવી રીતે પુત્ર પરિવારના મહિના બંધને કાપીને શૂરવીર બનીને સંયમમાગે તેઓ નીકળ્યા હતાં તેવી રીતે અંતિમ સમય સુધી સંયમમાં રત અને મસ્ત રહ્યા હતા. અમે મુંબઈ આવ્યા ત્યારે સંવત ૨૦૧૮નું પ્રથમ ચાતુર્માસ મુંબઈ કાંદાવાડીમાં, સં. ૨૦૧૯ નું માટુંગા, ૨૦૨૦નું દાદર, ૨૦૨૧ નું વિલેપાર્લા અને ૨૦૨૨નું ઘાટકેપમાં કર્યું. ઘાટકોપરનું ચાતુર્માસ પૂર્ણ કરી મંદાકિની બાઈની દીક્ષા પ્રસંગે પિષ વદ દશમના દિવસે બધા કાણા માટુંગા આવ્યા. તે વખતે મહા સુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથામાં ચસકા ઉપડયા. એ દર્દનું નિદાન કરાવવા માટે માટુંગા શ્રી સંઘે મેટા મોટા સર્જનને બેલાવ્યા અને ખડે પગે સેવા કરી, પણ વેદનીય કર્મ આગળ કોઈનું ચાલ્યું નહિ. પૂ. તારાબાઈ મહાસતીજી ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતા. તેમના મુખ ઉપર સહેજ પણ ગ્લાનિ ન હતી, જ્યારે જુઓ ત્યારે બસ પ્રસન્ન રહેતા પિતાના કાળધર્મ પામવા અગાઉ ત્રણ દિવસ પહેલાંથી તેમણે મને બધા સંકેત કર્યા હતા. મને પાસે બેસાડીને કહ્યું–મહાસતીજી! આ જીવન ક્ષણભંગુર છે. નશ્વરદેહને, મેહ રાખવા જેવું નથી. હું અઢી દિવસ છું, પણ વડી દીક્ષા લેવાની છું. હું એમના ગૂઢ અર્થને સમજી ન શકી. મેં કહ્યું કે વડી દીક્ષા તે સાયન થવાની છે. જે તમારી ઈચ્છા હોય તે વડી દીક્ષા માટુંગામાં કરીએ, તે કહેના, એમ નહિ. હું વડી દીક્ષા જેવાની છું. મને અંતિમ આલોચના કરાવે. તા. ૨૪-૨-૬૭ થી તેમણે ધૂન બેલવાની શરૂઆત કરી –
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy