SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા કરે. આપ મારા ઉપર યા કરે એમ મેલતી રડવા લાગી. મુનિ કહે છે તમે શા માટે આટલું દુઃખ ધરી છે? આપે મારા કઈ અપરાધ કર્યા નથી. આપ તે મારા મહાન ઉપકારી ગુરૂ છે. આજે હું આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હાઉ તે આપને પ્રતાપ છે એમ કહી એ ખામતમાં શાંત પાડી. ત્યાં એના પતિ બ્રહ્મદત્તના વિયેાગનુ દુઃખ યાદ કરીને પેાતાના માથે અત્યંત દુઃખ આવી પડયુ ં હાય તેમ પોક મૂકીને રડવા લાગી. આ વખતે શિખીકુમાર મુનિએ તેને ધર્મ સંભળાવ્યેય ને આશ્વાસન આપતા કહ્યું હે માતા ! આ સ ંસાર વિયાગનું ઘર છે. જયાં સચૈાગ છે. ત્યાં વિયાગનું દુઃખ ઉભેલુ છે. માટા તીર્થંકર, ચક્રવર્તિ, ખળદેવ અને સમ્રાટોને પણ કાળરાજાએ છેાડયા નથી. દેવે કે દાનવા ધનથી, પરાક્રમથી, સ્વજન કે ચતુરંગી સેનાથી પણ મૃત્યુને જીતી શક્યા નથી. મરણ વખતે કાઇ કાઈને સહાયભૂત થઇ શકતા નથી માટે ત્રણ લેકમાં જો જીવને શરણભૂત હાય તે તે કેવળી પ્રરૂપિત ધર્મ છે. માટે હવે આ મેહ અને વિષય વિષરસને ત્યાગ કરી આત્મિક સુખ મેળવવા માટે ધર્મનું આરાધન કરવું તમારે માટે ચેાગ્ય છે. જાલિનીની પ્રપ’ચજાળ – શિખીકુમાર મુનિએ ઉપદેશ આપ્યા પછી જાણે એનું હૃદય પીગળી ગયુ હોય તેમ કહે છે હું ગુરૂદેવ ! હું આ ઉંમરે આપની જેમ સયમ લઇ શકું તેમ નથી, તે આપ મને ખાર વ્રત અદ્રરાવે. એટલે શિખીમુનિએ તેને ખાર વ્રત અટ્ઠરાવ્યા. હવે મુનિશજ જવા તૈયાર થયા ત્યારે જાત્રિની કહે છે મુનિાજ ! આ તે આપનું ઘર છે. આજે તેા અહીં જમી લેા. ત્યારે મુનિ કહે છે સાધુને તે ઘરઘરમાં ગૌચરી કરી નિર્દોષ આહાર લેવાય. એક ઘેરથી બધા આહાર ગ્રહણ કરવા તે મુનિએ માટે અનાચાર ગણાય. શિખીમુનિ તે પવિત્ર છે. માતાના દિલમાં આટલી ધર્મની ભાવના જાગી છે, એનું હચ પવિત્ર બન્યુ છે જાણી ખૂબ આનંદ થાય છે. દરરાજ માતાજીને ધર્મ સંભળાવવા આવે છે. માતા પણ ઉપરથી ખૂબ પ્રેમ બતાવે છે, પણ અંદરથી તે એને મારવાના ઉપાયા શેાધે છે. પણ કાઇ ઉપાય જડતા નથી. એમ કરતાં મુનિને શેષકાળ પૂર્ણ થવા આવ્યા. ત્રણ દ્વિવસ બાકી છે. જાલિની વિચર કરે છે જો હું અવસર ચુકીશ તેા એ તા વિહાર કરી જશે. પછી મારે કાઈ ઉપાય કામ નહિ આવે. મુનિને કહે છે મારા ઘેર ગૌચરી પધારજો. આજે મારા ઘરની ગૌચરી વહારતા જાવ. મુનિ કહે છે આજે ચૌશના દિવસ છે. અમારે બધા મુનિરાજને ઉપવાસ છે. ત્યારે કહે છે કાલે મને જરૂર લાભ આપજો. મુનિરાજ કહે સાધુથી નકકી કહેવાય નહિ એમ કહીને ચાલતા થઇ ગયા. હવે જાલિની કેવી જાળ પાથરશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે અમારા મહાન વૈરાગી સ્વ. પૂજય તાશમાઈ મહાસતીજીની નીમેલી પુણ્યતિથિ છે. તેમનું સંયમી જીવન જ્ઞાન--દન--ચારિત્રરૂપી કુસુમેથી મઘમઘતુ હતુ, પણ સમય થઇ ગયા હાવાથી અહુ લાંખું વિવેચન નહિ કરતાં ટૂંકમાં કહું છું. ૫૬૧
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy