SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૫ એક ચિત્તે પ્રભુની વાણી સાંભળી. ભગવાને સંસારની અસારતા; વિષય ભેગના કેવાં કડવાં ફળ મળે છે અને પૈસા – પત્ની ને પરિવારના મોહથી કેટલું નુકશાન થાય છે એનું તથા પુગલ પરાવર્તનનું સુંદર વર્ણન કર્યું. આ વૈરાગ્યભરી વાણી સાંભળી સંસાર અને સંસારના સુખને રાગ છૂટી ગયે. સુખ અને વૈભવથી છલકાતે સંસાર એને કેદખાના જે બિહામણો લાગે. સંદર્યવતી યુવાન બત્રીશ બત્રીશ રમણીઓને મોહ છૂટી ગયા. તેમને સમજાયું કે વિષયને વિરાગ કર્યા વિના આત્મકલ્યાણ થવાનું નથી. ગઈ કાલે સંસારની પંકાર કંપનીની આપણે વાત કરી હતી. એ પકાર કંપનીના શેર હોલ્ડરો બન્યા તે સમજી લેજે કે તમારી નાવડી ડૂબી જશે. પણ આત્માની પીકાર કંપનીના શેર હોલ્ડર બનશે તો તમારી નાવડી ક્ષેમકુશળ તરી જશે. એ પકાર કંપની કઈ છે? પ્રતિક્રમણ-પૌષધ-પચ્ચખાણુ-પરેપકાર અને પરમેશ્વર સુભૂમ અને બ્રહ્મદત્ત બંને ચક્રવર્તિઓ છેક સુધી સમજ્યા નહિ, પહેલી પરકાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે ડૂબી ગયા અને નરકમાં રે રે વેદના ભેગવવા ચાલ્યા ગયા. જે આત્માએ આત્માની પીકાર કંપનીના શેર હોલ્ડરો બન્યા તે ન્યાલ થઈ ગયા. ધન્નાજીએ ભગવાનની વાણી સાંભળી અને તમે પણ રોજ સાંભળે છે. ધન્યકુમારે એ વચનામૃત રૂપી ફૂલડાંને ઝીલી તેની માળા બનાવી હૈયામાં ધારણ કરી લીધી. ઘરે આવી માતાના ચરણમાં શીર મૂકાવીને કહે છે કે માતા પ્રભુની વાણી સાંભળીને મને આ સંસાર બંધનની બેડી જેવા લાગે છે. મને આ મહેલાતો પિંજર જેવી લાગે છે. અને બત્રીશ કેડ સોનૈયા માટીના ઢેફ જેવા લાગે છે. માતા ! જ્યા સંસાર છે ત્યાં વિષય છે અને વિષય છે ત્યાં કષાય છે. આ મેહમાયા ને મમતા મને મૂંઝવી નાંખે છે. હવે તો પ્રભુના ચરણમાં જીવન અર્પણ કરવું છે. પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરી કર્મરૂપી પર્વતના ચૂરેચૂરા કરી નાંખવા છે. વિષય કક્ષાના આનલને સંયમના પાણીથી બૂઝાવ છે. અનંતકાળથી મારા આત્માને પડતા મેહ–રાગ-દ્વેષ અને વિકારોને તપ દ્વારા બાળીને ખાખ કરી નાખવા છે. અને મારા આત્માને શાશ્વત સંપત્તિને સ્વામી બનાવવો છે. તારા હાલસોયા રીકરાનું હિત ઈચ્છતી હોય તો તે માતા ! મને જલદી રજા આપ. માતાને પુત્ર પ્રત્યેને મોહ હતો. ક્ષણભર આંચકે લાગ્યા. પુત્રની વૈરાગ્યભરી વાત સાંભળીને ધરતી પર ઢળી પડી. એમ ન માનશે કે માતાને દીકરે વહાલ નહેતે એટલે રજા આપી. પણ માતા પૂણ્યવાન હતી, સમજુ હતી. પુત્રની વાત સાંભળીને તે સમજી ગઈ કે હવે આ પુત્ર રેક રેકાવાનો નથી. ધનાજીએ પલવારમાં બત્રીશ સ્ત્રીઓને મેહ છોડી દીધું. એને બત્રીશ પત્નીઓ હતી ને તમારે કેટલી ? એક તેમાં પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy