SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શારદા સરિતા તરત તેને કાઢવાને ઉપાય કરેા છે. તે રીતે વિષયા આંખમાં પડેલા તણખલા જેવા ને પગમાં વાગેલા કાંટા જેવા લાગશે તેા તેને કાઢવાનેા ઉપાય જડશે. પણ હજુ વિષયા ખટકયા નથી. એનેા ખટકારા નહિ થાય ત્યાં સુધી આ ભવમાંથી તમારા છૂટકારા પણ નહિ થાય. ચારે ગતિમાં ચારે સંજ્ઞા એછ! વધતા પ્રમાણમાં રહેલી છે. નારકીઓને ભય સંજ્ઞા જોરદાર છે. તિય ચાને આહાર સંજ્ઞા જોરદાર છે. દેવતાઓને પરિગ્રહ સંજ્ઞા જોારદ્વાર છે અને માનવીમાં મૈથુન સંજ્ઞા જોરદાર છે. ચારે ય ગતિમાં વિષયે ભાગવ્યા છે. તમે તેા એક દેવીના સ્વામી છે. પણ દેવાને હારા દેવીએ હેવા છતાં દેવીઓના વૈક્રિયરૂપ બનાવીને તેની સાથે ભેગ ભાગવે છે તેા પણ તૃપ્તિ થતી નથી. સાગરમાં ગમે તેટલી નદીઓ ભળે તે પણ સાગર એમ નિહ કહે કે ખસ કરો. અગ્નિમાં ગમે તેટલાં લાકડાં હામે તે પણ અગ્નિ એમ નહિ કહે કે હવે લાકડાં ન જોઈએ. તેમ જ્યાં સુધી હું કાણુ છું, મારું શું કર્તવ્ય છે તેના વિવેક નહિ જાગે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. સમજીને છેડશે તે સહેજે છૂટી જશે. ગમે તેવું કઠીનમાં કઠીન હશે તે પણ જો તેના તરના પુરુષાર્થ ઉપડયા, રૂચી જાગી તેા કઢીનમાં કઠીન કામ પણ સહેલુ બની જશે. અને જો તેના તરફે રૂચી નહિ હેાય તે સ્હેલામાં સહેલુ કામ પણ કઠીન લાગશે. નર વિષયામાં રકત રહેવાવાળા જીવા સાચું ભાન થતાં વિષયા ઉપર વિરાગ કેળવી વૈરાગી બની ગયા. આગમમાં ષ્ટિ કરા, આવા જીવાના કેટલાં દૃષ્ટાંત છે. એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચારતા વિચારતા કાકી નગરીમાં પધાર્યા. કાર્કદી નગરીના જિતશત્રુ રાજા નગરજના સહિત પ્રભુનાં દર્શન કરવા જઈ રહ્યા છે. ધન્યકુમારના મનમાં થયું આટલેા બધા કોલાહલ શેને છે ? નારીના સંખ્યાબંધ ટોળા પ્રપુલ્લિત મનવાળા બનીને ઝડપભેર કયાં જઈ રહ્યાં છે ! પૂછતાં ખબર પડી કે ત્રિલેાકીનાથ, જેનાં દર્શનથી પાપ ધોવાઈ જાય છે, જેમને સંગ કરવાથી કથીર કંચન અની જાય છે એવા પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શીને જાય છે. આ સાંભળી ખત્રીશ—ખત્રીશ ક્રોડ સાનૈયાના સ્વામી,અને ખત્રીશ ખત્રીશ રૂપસુંદરીઓને ભરથાર ધન્યકુમાર પણ તૈયાર થઈ ગયા. હવે ધન્યકુમાર પ્રભુની વાણી કેવી સાંભળશે એ જોજો. અધુએ ! આપણને શુ તીર્થંકર પ્રભુના ભેટા નહિ થયેા હાય? શું એમની દિવ્યવાણી નહિ સાંભળી હોય? એમના દર્શન નહિ કર્યો. હાય ? મધુ કર્યુ છે. પણ બાહ્યભાવથી પણ જેને લગની લાગી છે એવા ધન્યકુમાર પ્રભુની વાણી સાંભળવા ગયા. એમણે બાહ્યદેખાવ ન જોયા. પણ પ્રભુમાં રહેલા ગુણા જોયા. નાથ! તુ કેવા ને હું કેવા ? તુ વિષયાના વિરાગી ને હું હળાહળ રાગી. તે કષાયાને વસી નાંખ્યા તે માશ જીવનમાં ઠાંસીઠાંસીને ભર્યા છે. પ્રભુના ગુણુા જોઈ હરખાય છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy