SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શારદા સરિતા માંગી. ચેાગ્યતા જોઈને ગુરુએ આજ્ઞા આપી. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અનેક ભવ્યજીવાને લાભ આપતાં એક વખત મથુરાનગરીમાં પધાર્યા. તપથી કાયા કૃશ બની ગઈ છે. પારણાના દિવસે ગૌચરી જઇ રહ્યા હતા. ઇર્યાસમિતિ જોતાં ચાલ્યા જાય છે. રસ્તામાં ગાયે શીંગડું માર્યું. એટલે જમીન ઉપર પડી ગયા. આ વખતે વિશાખાનન્દી લગ્નપ્રસ ંગે મથુરામાં આવેલા એમણે મહેલના ઝરૂખામાં બેઠાં બેઠાં આ દૃશ્ય જોયુ. એટલે તેની થેકડી ઉડાવતાં વિશાખાનદી હસતાં હસતાં શુ ખેલે છે, હે વિશ્વભૂતિ તે વખતે એક મુઠીથી કાઠાના ઝાડેથી બધા ફળ પાડી નાંખવાનું તારું ખળ કયાં ગયું કે એક સામાન્ય ગાયનું શીગડું વાગવાથી જમીન ઉપર ગબડી પડયા ? મધુએ ! ગઈ કાલે પણ કહ્યુ હતુ કે સૈાળ કષાય છે અને નવ નાકષાય છે. હાસ્ય એ પણ નાકષાય છે. કષાય વૃક્ષ છે અને નેાકષાય તેનુ પાષણ કરનાર તેના મૂળીયાં છે. નાકષાય કષાયના અંગારાને પ્રજવલિત અનાવનાર છે. જ્યારે વિશ્વભૂતિ સાથે કાકા કપટખાજી રમ્યા ત્યારે તેમના કષાયે ઉપશાંત થઈ ગયા હતા તેના કારણે ખૂનખાર લડાઈ થતી અટકી ગઈ. પણ અહીં વિશાખાનદીની હાંસીનું નિમિત્ત મળતાં અંદર છૂપાઇ રહેલા કષાય રૂપી ડાકુએ જોર કર્યું અને કહેવા લાગ્યા કે જેના કારણે સંસાર છાયા તે તારુ અપમાન કરે! બતાવી દે તારું' ખળ. ફરીને તારી મઝાક ઉડાવતા બંધ થઈ જાય. કાયાએ સલાહ આપી એટલે વિશ્વભૂતિ પાતે પંચમહાવ્રતધારી સંત છું, મારાથી કોઇ જીવને કિલામના ન કરાય તે વાત વીસરી ગયા. કષાયના જોરથી વિભાવમાં ગયેલા આત્માએ બધી તાકાત એકઠી કરીને એ ગાયને શીંગડાથી પકડી એક આંગળી વડે સાત આંટા ફેરવીને નીચે મૂકી દીધી. એટલેથી અટકયા નહિ પણ નિયાણું કર્યું કે જો મારા તપ અને સંયમનુ ફળ હાય તેા હુ' ખૂબ ખળવાન મનુ અને વિશાખાનદીને હણનારા અનુ. મેલા કષાયના જોરે કેટલા અનથ કરાવ્યે! આ દૃષ્ટાંત સાંભળીને વિવેકી આત્માએએ કષાયરૂપી ચારી આપણું આત્મિક ધન તૂટી ન જાય તે માટે સતત જાગૃત રહેવાની જરૂર છે. મહાવીર પ્રભુના ભવમાં આ જ આત્માએ ભયંકર અપમાન સહન કર્યાં ઉપસર્ગાના પહાડ તૂટી પડયા તા પણુ સહેજ દુઃખ લગાડયું નથી. તે જ આત્મા વિશ્વભૂતિના ભવમાં સામાન્ય નિમિત્ત મળતાં આવુ નિયાણું કરી નાખે એ કેમ બન્યું? કષાયના અંગારા પ્રગટે છે ત્યારે અંદરના વિવેકક્રિપ બુઝાઇ જાય છે અને ભાવિના ભયંકર પરિણામ ભુલાઇ જાય છે. આ વાત બધાને લાગુ પડે છે. કષાયાના સામના ન કરે તેના જીવનમાં આવુ અને છે. માટે જ્ઞાની પુરુષા કહે છે કે કષાયરૂપી ડાકુઓ ફાવી ન જાય તે માટે સાવધાન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy