SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૧ અંગાર પ્રગટ પણ પાછો એમની વૃત્તિએ વળાંક લીધે. અહ! જે વડીલ કાકા ઉપર મેં વિશ્વાસ રાખે, મારા પિતાતુલ્ય માન્યા, તેમનું બહુમાન કરું છું, ભક્તિ કરું છું તે મારી સાથે દગાબાજી રમે છે. આનું કારણ સંસારસુખનો રાગ છે. માટે મારે આવું સુખ ન જોઈએ. સંસારસુખનો રાગ આવા માયાકપટ કરાવે છે. આવું સુખ શા કામનું ? સુખના રાગ પ્રત્યે વિરાગ પેદા થા. પોતે પોતાના ગુરુ બની ગયા. પિતાને આવેલા કેધ બદલ પશ્ચાતાપ થયે કે હે જીવ! તારે શા માટે આ કેધ કરે પડે? કેવા કર્મ તેં બાંધ્યાં. આ રીતે અંતરની આંખ ખુલી જવાથી સ્વયપ્રતિબંધ પામી સંસારને લાત મારીને સાધુ બની ગયા. વિશ્વભૂતિને સંસારસુખના સ્વભાવનું સાચું દર્શન થવાથી ભયંકર લડાઈ અટકી ગઈ. નહિતર કાકા-ભત્રીજા વચ્ચે યુદ્ધ જામી પડત. એનું પરિણામ શું આવત એ તે જ્ઞાની કહી શકે. જ્ઞાનચક્ષુ ખુલી જવાથી કરડે જીવની હિંસા થવાનું પાપ અટકી ગયું. વિશ્વભૂતિને હૃદયપલટો થતાં રાજાના હૃદયને પ થઈ ગયે. કાકાને ખબર પડી કે વિશ્વભૂતિ દીક્ષા લે છે. તેથી તરત તેમની પાસે આવીને ચરણમાં નમી પડ્યા ને બોલ્યા : બેટા! મેં તને ઘર અન્યાય કર્યો છે. તેના કારણે તે દીક્ષા લીધી છે. બેટા માફ કર. હવે આવું નહિ થાય. તું ઘેર પાછો ચાલ. મારી ભૂલને ભૂલી જા. અને ઈચ્છા મુજબ બગીચામાં જઈ આનંદવિનોદ કરે. વિવભૂતિ કહે છે હે! રાજન. આ૫ મારા મહાન ઉપકારી છે. આપને કે વિશાખાનંદીને કેઈને દેષ નથી. આ ન બન્યું હોત તે મને મહાન માર્ગની પ્રાપ્તિ ન થાત. માટે આપ તેની ચિંતા ન કરે. મને ખૂબ આનંદ છે. આ સુખ ને આનંદની મસ્તી કયાંથી આવી? આ આનંદ બહારથી આવે છે? ના. જેમ કેઈ કહે કે મેં દૂધમાંથી ઘી બનાવ્યું, પણ ભાઈ! શું એ ઘી કે બહારથી આવ્યું છે? દૂધમાં ઘીની સત્તા પલી છે. મંથન થતાં મળે છે. તે રીતે આત્મામાં મંથન થાય તે જ્ઞાનચક્ષુ ખુલે છે. જ્ઞાન-દર્શન આત્માના ગુણ છે. એ કઈ બહારથી આવતા નથી. વિશ્વભૂતિના અંતરચક્ષુ ખુલવાથી સહજ રીતે કષાયોનો ઉપશમ થયે અને આત્માને આનંદ મળે. કાકાએ ખૂબ મનાવ્યા પણ પિતાને દઢ નિશ્ચય છોડયે નહિ. વિધભૂતિને આવા પવિત્ર વિચાર જાગવામાં આંતરિક ક્ષયપશમ હતા અને ક્ષયોપશમમાં આગળના ભમાં શુદ્ધ ભાવથી કરેલી ધર્મ-આરાધના કારણ હતી. સારા ભાવથી કરેલી ધર્મની આરાધના કદી નિષ્ફળ જતી નથી. મેક્ષ ન મળે ત્યાં સુધી ધર્મની આરાધના બીજરૂપે આત્મામાં પડી રહે છે. એટલા માટે જ્ઞાની ભગવંતે ફરમાન કરે છે કે તમે સંસારસુખની આકાંક્ષા રાખ્યા વિના શુદ્ધ ભાવે ધર્મની આરાધના કરે. વિશ્વભૂતિએ સંયમ લઈને ઘણાં વર્ષો સુધી ઉગ્ર સંયમ અને તપની આરાધના કરી. ગીતાર્થ બન્યા. અધિક કમેં ખપાવવા માટે એકલા વિચરવાની ગુરુ પાસે આજ્ઞા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy