SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા - ૪૭૯ નંદીવર્ધને ખૂબ સમજાવ્યા ત્યારે બે વર્ષ સંસારમાં રહ્યા. પણ કેવી રીતે? કાચા - પાણીને અડવાનું નહિ. સાધુ જીવનની માફક રહ્યા. પણ જ્યાં સુધી દીક્ષા ન લીધી ત્યાં સુધી ચોથું મનપર્યવજ્ઞાન ન થયું અને જ્યાં પૂર્વ દિશામાં મુખ રાખી કરેમિભતેને પાઠ બેલી નવ કેટીએ પાપના પ્રત્યાખ્યાન કર્યા. ત્યાં મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયું. તીર્થકર હતાં છતાં પાપને કેટલો ભય હતો ! અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી કેટલી અઘેર તપ સાધના કરી. ને તમારે તો ઘરમાં બેઠા કેવળજ્ઞાન જોઈએ છે. પર્યુષણમાં દાન દીધું, શીયળ પાળ્યું અને અઈ-છક્કાઈ-નવાઈ આદિ તપ કર્યો એટલે પાપ ધોવાઈ ગયા ? પાપકર્મના ગંજ મોટા ખડક્યા છે તે આટલી સાધનાથી કેમ ધવાય? આ સંસારમાં કર્મની વણઓ ભરેલી પડી છે. પણ જે આત્મા સાવધાન રહે તો એ વર્ગણુઓ ચૂંટવા ન દે. કપડું ચીકણું હોય તે રેતી ચૅટી જાય છે પણ કપડું સ્વચ્છ હોય તે રેતી ખરી પડે છે. તેમ આત્મારૂપી કપડું સ્વચ્છ હશે તે કર્મરૂપી રેતી નહિ ચૅટે. માટે આત્માને શુદ્ધ બનાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સતત પુરૂષાર્થ કરે. જ્યાં સુધી અવેદી અને અવિકારી દશા નહિ આવે ત્યાં સુધી કેવળજ્ઞાન નહિ મળે. ૧૧-૧૨-૧૩ ને ૧૪મું આ ચાર ગુણસ્થાનકને વીતરાગી ગુણસ્થાનક કહે છે. અગ્યારમાં ગુણસ્થાનકે ઉપશાંત કષાય છે. એ ગુણસ્થાનકે કાળ કરે તે અનુત્તર વિમાને જાય અને સૂક્ષમ લેભનો ઉદય થાય તે કષાય અગ્નિ પ્રગટે ને પડે તે પહેલા સુધી પણ ચાલ્યો જાય. અગ્યારમા ગુણસ્થાનકે ગયેલા છે પણ પડે છે તે આપણે તો કેટલી જાગૃતિ રાખવી જોઈએ. પૂર્વે આચરેલા પાપ કર્મને વિપાક કે ભયંકર હોય છે! દુઃખવિપાક છ અધ્યયનમાં દુર્યોધન નામના દંડનાયકને અધિકાર આવે છે. દુર્યોધન એટલે કૌરવોનો ભાઈ દુર્યોધન નહિ પણ આ દુર્યોધન બીજે છે. આ દુર્યોધન સિંહપુર ગામનો ફેજદાર હતો. નાના ગામમાં ફેજદાર એટલે એક રાજા જેવી એની સત્તા હતી. એને એની સત્તાને મદ હતા. દુર્યોધન મહાન પાપી અને દુષ્ટ હતું. દુષ્ટ સંસ્કારોના કારણે પૈસા મેળવવા માટે પ્રજા ઉપર ખૂબ જુલ્મ ગુજારતો, મારવું-કૂટવું ને લૂંટવું તેમાં એને આનંદ આવતે. અહે.. જીવની દશા તો જુઓ માંદા પડેલા ગધેડાનો વાસ ફેલતા કાગડાને કયાંથી ખબર પડે કે આ જીવને કેટલું દુઃખ થતું હશે? કઈ ખાનદાન કુટુંબને માણસ દેવામાં ડૂબી ગયો હોય, રાત-દિવસ ચિંતા કરતો હોય કે દેવું જ્યારે ભરપાઈ કરૂં તેની ચિંતામાં હય, લેણુયાતને ક્યાં ખબર છે કે હું તેના ઉપર જુલ્મ ગુજારું છું તો તેની શી દશા? “ ના પ્રારા ” તે વસૂલ કરવાને માટે જન્મસિદ્ધ હક છે. કરજદારની સ્ત્રીના દાગીના વેચાઈ જતા હોય છતાં તેને મદદ કરવાની વાત તો બાજુએ રહી પણ ડી ધીરજ ખમી શકે નહિ. આ માણસ એ માણસ નથી પણ દાનવ છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy