SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ શારદા સરિતા शेते सुख क : ? समाधिनिष्ठ : जागति को वा सदसद्विवेक : । मित्राणि कानि ? निजेन्द्रियणि के शत्रवः तान्येवेन्द्रियाणि ॥ આખો દિવસ કામ કરીને થાક્યા હો એટલે થાક ઉતારવા માણસ રાત્રે ઉંધી જાય છે. તમે સૂવા માટે રૂમમાં ગયા. પલંગ ઉપર બેડા ને રૂમમાં સર્પ જે. એ સર્પ દેખા દઈને ક્યાંય છૂ૫ ઈ ગયે. બહાર નીકળતા જે નહિ ને અંદર જડતું નથી. ક્યાંય સર્પ દેખાતો નથી છતાં સાચું કહો તમને ઉંઘ આવે ખરી ? “ના”. ભલે સર્પ ન દેખાય છતાં ઉંઘ તે ન આવે. ઉંઘવા છતાં ઉંઘ ન આવે. મનમાં ભયનો ગભરાટ હોય કે મગજ પર ભાર હેય તે ઉંઘ આવતી નથી. માનવ સાપથી ડરે છે એટલે પાપથી નથી ડરતે. રખેને આંખ મીંચાઈ જાય ને સાપ કરડી જાય ! પણ વિચાર કરે. અંતરના ઓરડા, મદમોહ, રાગ-દ્વેષ, ને માયા મમતાના સર્ષે ગુંચળા વળીને બેઠા છે ને ક્ષણે ક્ષણે વંશ દઈ રહ્યા છે. છતાંય એ પાપને હટાવવાનો વિચાર આવે છે ખરે? કદાચ પેલે સર્પ કરડશે તે આ ભવ બગડશે. પણ આ રાગ-દ્વેષ અને મોહના સર્પ કરડશે તે ભવભવ બગડશે. જે સુખપૂર્વક શાંતિથી ઉંઘવું હોય તે જીવનમાંથી અજ્ઞાનના અંધકાર દૂર કરી સત્ અને વિવેકરૂપી દીપક પ્રગટાવી પાપના સાપને દૂર કરી નિર્ભયતા કેળવવા ચિત્તસમાધિ મેળવવી જોઈએ. બંધુઓ! જ્યાં સુધી સર્ષ ઘરમાં છુપાયેલો હોય ત્યાં સુધી સ્વસ્થતા ન રહે. સ્વસ્થતા વિના ઉંઘ ન આવે. આ સ્વસ્થતા લાવવા સાપ કયારે જાય ને કઈ રીતે જાય તેના ઉપાય કરે છે. એ રીતે અનાદિકાળથી આત્મામા અડ્ડો જમાવીને બેઠેલા કામ, વિકાર, લોભ અને મેહના સર્વે ક્યારે જાય? અને કઈ રીતે જાય? જેથી ચિતની સ્વસ્થતા મળે અને નિર્ભયતાથી ઉંઘ આવે એ કદી વિચાર આવે છે? પેલા સાપની વાત આવી ત્યારે જોરથી બેલ્યાં અને અહીં ઢીલું ઢીલું બોલો છો એટલે સમજાઈ જાય છે કે પાપરૂપી સર્પની હજુ તમને બીક નથી લાગી. ઓરડામાંથી સાપ ન જાય ત્યાં સુધી આપણે જાગતા રહીએ છીએ તેમ અંતરમાંથી પાપ ન જાય ત્યાં સુધી આપણે જાગૃત રહેવું જોઈએ. આ જાગૃત દશા કેમ આવે તે માટે સતત તકેદારી રાખવાની જરૂર છે. આ પાપરૂપી સર્વે કયારે ભાગી જાય તે તમે જાણો છો? જીવ સમજણના ઘરમાં આવે, રાગ-દ્વેષ-મોહ છોડે તે પાપ અટકે અને સંપૂર્ણ પાપ અટકાવવા માટે સંયમરૂપી કિલો ચણવાની જરૂર છે. માણસ સંસારમાં રહી ગમે તેટલું સાધુ જેવું જીવન જીવે પણ એને સંથમી ન કહેવાય. આ નરસિંહ મહિને મહિને દશમા વ્રતમાં રહે છે. કાયમ ઠામ ચૌવિહારનાં એકાસણું, સામાયિક પ્રતિક્રમણ, શાસ્ત્રનું વાંચન બધું કરે છે પણ સાધુ ન કહેવાય. મહાવીર પ્રભુ જેઓ નિયમામેક્ષે જવાના હતા. એ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના મોટા ભાઈ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy