SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૫૯ તબિયત બરાબર નથી માટે અમે વ્યાખ્યાન આપી શકીશું નહિ તે મનમાં થશે કે અમારે આંટે નિષ્ફળ ગયે. ભાઈ! ઉપાશ્રયે આવીને આંટે નિષ્ફળ જશે નહિ. અહીં આવીને સંતના દર્શન કરશે, સામાયિક કરશે તે લાભ થવાને છે પણ સંસારવ્યવહારના આંટા નિષ્ફળ જાય તે પણ કેટલે અફસેસ થાય છે. અહીંથી દુકાને ગયા ને ખબર પડી કે બજારમાં હડતાળ પડી તો મનમાં થાય છે ને કે મારે આંટે નિષ્ફળ ગયે. એરેમ ઉપર કે સ્ટેશન ઉપર ગયા પણ જે સ્નેહીજન આવવાના હતા તે ન આવ્યા તે અફસ થાય છે તેમ એવો અફસોસ કદી થાય છે કે અનંતકાળથી હું ચતુર્ગતિ સંસારમાં રખડું છું તો આવા માનવજીવનના આંટા કેટલા નિષ્ફળ ગયા તેને ખ્યાલ કર્યો છે? ભવભવથી ભટકવાનું કારણ શું? માનવજીવનના મૂલ્યાંકન કર્યા નથી. તમને કદી વિચાર આવે છે કે મારી આટલી ઉંમર થઈ તેમાં મેં કેટલા શુભ કાર્યો કર્યા ને કેટલા અશુભ કર્યો? મેં કેટલા દીન –દુખીના આંસુ લુછ્યા? આ જડ પદાર્થો પણ કેટલે ઉપકાર કરે છે. અગરબત્તી બળીને સુવાસ આપે છે. મીણબત્તી બળીને બીજાને પ્રકાશ આપે છે. વૃક્ષ તડકે વેઠીને બીજાને શીતળ છાયા આપે છે, શેરડી પલાઈને મીઠે રસ આપે છે. ત્યારે હું માનવ બનીને શું કરું છું? માનવજિંદગીમાં માનવતાના ગુણો આવે તો આ માનવજીવનના મૂલ્યાંકન થાય. માનવતા વિનાનું જીવન માનવનું જીવન નહિ પણ માનવના રૂપમાં પશુનું જીવન છે. આજે રૂપિયાની નોટ આવે છે તેમાં સરકારને સિકકે હેય તે તે સાચી નેટ. બાકી બનાવટી નોટના મેટા બંડલ ને બંડલ તિજોરીમાં મૂકી દે તો શું તેની કિંમત ખરી? એ તો નકામી છે. સરકારના સિકકાવાળી નોટની કિંમત છે તેમ જ્ઞાની કહે છે માનવભવ પામીને તારા જીવનમાં સમ્યકત્વને સિકકે લગાવી દે તે મારું જીવન સફળ થશે. વર્ષોથી ધર્મકરણી કરે છે છતાં તેનું કલ્યાણ કેમ થતું નથી ? ધર્મારાધનાનો જે ભાવ થી જોઈએ તે કેમ નથી થતો? તેનું કારણ હૃદય શુદ્ધ નથી. ખેડૂત ખેતરમાં વાવે ત્યારે સારું બીજ વાવે તો વાવ્યા કરતાં અનેકગણો લાભ થાય છે. પણ સડેલું બીજ વાવે તે ઉગે નહિ પણ તેની મહેનત માથે પડે છે. બીજ નકામું જાય છે તેમ આ ધર્મકરણ શુદ્ધ ભાવથી, કમ નિર્જરાના હેતુથી, સમજણપૂર્વક થાય તે મહાન લાભ મળે. બાકી ધમકરણ નિષ્ફળ જતી નથી. પુણ્ય બંધાય છે એ પુણ્ય ખલાસ થાય અને નવું પુણ્ય ઉપાર્જન ન કરે તે પાછા હતા તેવા ને તેવા થઈ જશે. આજે મોટે ભાગે સંસાર વ્યવહાર કહે કે ધર્મકરણ કહે ઘસંજ્ઞાથી થાય છે. આણે આમ કર્યું તે હું કેમ ન કરૂં? મારે પણ એના જેવું જોઈએ, આમ તો એuસંજ્ઞાથી કરે છે પણ કરવાને હેતુ શું છે તે મૂળ કોઈ જોતું નથી. બીજાનું અનુકરણ કરે તે સાચું કરે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy