SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ શારદા સરિતા વૃદ્ધાવસ્થા નથી આવતા, કે રેગે શરીરમાં ઉત્પન્ન થતાં નથી. જયારે માનવીને ગર્ભમાં આવવું પડે છે, જન્મમરણની વેદનાઓ સહેવી પડે છે, વ્યાધિ આવે છે ને વૃદ્ધાવસ્થાના દુખે વેઠવા પડે છે. દેવોને ગર્ભના દુઃખ તેમજ જન્મ-જરા-મરણની વેદનાઓ નહી હોવા છતાં તેઓ માનવભવની ઝંખના કરે છે. શા માટે? મોક્ષની પ્રાપ્તિ માટે. બીજું કઈ કઈ કારણ નથી. દેવાનુપ્રિયે! દશ દષ્ટાંતે દુર્લભ એવી માનવજિંદગી તમને મળી છે. તે સંસારના સુખમાં ગળાબૂડ ખૂંચી જવા માટે નહિ, ભોગવિલાસ માટે નહિ. જે આવી અમૂલ્ય માનવજિંદગીને ભેગવિલાસમાં ખચી નાંખે છે તે ઐરાવત હાથીને વેચીને કુંભારના ગધેડાને ખરીદવા જેવું કામ કરે છે. ચિંતામણી રત્ન વેચીને કાચના ટુકડા ખરીદવાનું કામ કરે છે અને આંગણામાં રહેલા કલ્પવૃક્ષને છેદીને ધંતુરાના છોડને વાવવા જેવું કામ કરે છે. અબજો સોનામહોર આપવા છતાં આ માનવજિંદગી તે શું પણ તેની એક ક્ષણ પણ ખરીદી શકાતી નથી. તેને મેજ શેખમાં વેડફી ન નાંખે. જેમ રત્નોમાં ચિંતામણીરા પક્ષીઓમાં હંસ, પશુઓમાં કેસરી સિંહ અને હાથીમાં ગંધહસ્તિ શ્રેષ્ઠ છે તેમ પુ મનુષ્ય મવ: પ્રધાન: સર્વ ભવમાં માનવભવ પ્રધાન છે. રેડે ચિંતામણી રત્નના મૂલ્ય જેમાં સમાય છે તેવા પૂર્વના પ્રબલ પુણ્યના પુંજથી આ માનવજિંદગી તમને મળી છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો તે યે અરે ભવચકને આંટો નહિ એકે , સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહે રાચી રહે. મહાન પુણ્યના ઉદયથી માનવભવ મળે છે. માનવદેહ એ ચંદનના બગીચા સમાન મૂલ્યવાન છે. દરેક વસ્તુમાં દુર્લભ અને મોક્ષની પ્રાપ્તિમાં અસાધારણ નિમિત્ત એવા માનવદેહને પામીને જે મનુષ્ય સત્ય-નીતિ, સદાચાર અને શીયળને જીવનમાં અપનાવતું નથી અને વિષષવિલાસોમાં, મેજશખમાં મોહાંધ બનીને માનવજીવનની અમૂલ્ય ક્ષણેને ફેગટ ગુમાવે છે તે દૈવયોગે પ્રાપ્ત થયેલ ચંદનવૃક્ષના અમૂલ્ય બગીચાને બાળીને તેના કેલસા બનાવીને તેને વેચવા જેવું કાર્ય કરે છે. આ ઉત્તમ ભવ પામીને હવે ભવભ્રમણ તે અટકવું જોઈએ. મનુષ્યભવનો આંટે સફળ કરે. સંસારના કાર્યમાં એક આંટે નિષ્ફળ જાય તે કેટલું દુઃખ થાય છે. બીજી વાત તે બાજુમાં મૂકે, પણ આ પર્યુષણ પર્વના દિવસે માં મેટે જનસમુદાય ભેગે થયે છે. સવાનવ વાગી ગયા પણ સંત પાટ ઉપર પધાર્યા નહિ તે તમને થશે કે કેમ હજુ મહાસતીજી પધાર્યા નથી. તમે બોલાવવા આવ્યા ને અમે કહીએ કે આજે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy