SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા જીવનમાં સંસ્કારનું સિંચન કરવા માટે હું મારા પ્રાણુનું બલિદાન આપું છું. એ મારી માતા મને છ મહિનાને મૂકીને ગળે ફાંસો ખાઈને મરી ગઈ. એવી વીર માતાને સંતાન છું. મેં હજુ જીવનમાં બ્રહ્મચર્યને ખંડિત કર્યું નથી. હું અખંડ બ્રહ્મચારી છું. જે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના પરસેવામાં અને મળમૂત્રમાં એવી શકિત પેદા થાય છે કે ભલભલા અસાધ્ય રોગો મટી જાય છે. મારા પરસેવાના બે ટીપા પાણીમાં નાંખીને આપ્યા ને રાણીની વેદના બંધ થઈ. ક્ષેમકુશળ બાળકને જન્મ થયે. બ્રહ્મચર્યમાં આટલી તાકાત છે. તમે સંસારમાં રહીને કામના ઉપર વિજય મેળવી શકે છે. વૃત્તિઓમાંથી વિકાર જાય તે વૈરાગ્ય આવતા વાર નથી લાગતી. આત્મસાધના કરવામાં આજને માનવ ખૂબ નબળો બની ગયા છે અને પુરૂષાર્થ પણ બહુ અલ્પ કરે છે. કયાંથી કર્મ ખપશે. આ જીવનને શું ભરોસો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન કહે છે “હુમત્તિવંદુર ન” વૃક્ષ ઉપરથી પીળા થયેલા પાંદડા રાત્રિના સમયે ખરી પડે છે તેમ માનવીનું જીવનરૂપી પાંદડું કયારે ખરી પડશે તેની ખબર નથી. માટે જીવનમાં કંઈક કરી લે. તપ કરે, બ્રહ્મચર્ય પાળે અને વધુ ભાવના જાગે તો દીક્ષા લઈ લે. બાદશાહે ચાંપાના ગુણ ગાયા. ધન્ય છે દીકરા તને અને તારી જનેતાને આટલી નાની ઉંમરમાં તું આ પ્રભાવશાળી બને છે. ઈતિહાસના પાને ચાંપાનું નામ લખાઈ ગયું. તમે આવા બનજે તે માનવજીવન સાર્થક બનશે. આજે મહારાષ્ટ્રમાં ખૂણેખૂણે શિવાજીના ગુણગાન ગવાય છે. શેને પ્રભાવ છે? ચારિત્ર. જેની વૃત્તિમાં વિકાર ન હોય તે પ્રવૃત્તિ પણ પવિત્ર જ હોય ને ચરિત્રવાન આત્મા પડતાને પણ બચાવે છે, પણ કયારે? ચારિત્રના પાલન માટે પોતાની કાયા કુરઆન કરી દે છે. આ પવિત્ર ભારતભૂમિમાં કેટલી પવિત્ર સતીઓ થઈ ગઈ છે. એણે ભારતની શાન વધારી છે. બાદશાહને પ્રશ્ન સેળમા સિકાની આ વાત છે. એક વખત દિલ્હીમાં અકબર બાદશાહને દરબાર ઠઠ ભરાયો હતો. રાજપૂત રાજાઓને રાજકાર્ય પ્રસંગે બાદશાહે બોલાવ્યા હતા. રાજકાર્ય સબંધી વાતચીત કર્યા પછી બાદશાહે જ્ઞાનગોષ્ટિ શરૂ કરી. તેમાં વખત જોઈને અકબર બાદશાહ બોલ્યા હે રાજાઓ! હિંદુ શાસ્ત્રમાં સતી સ્ત્રીઓના ઘણાં દાખલા છે, તે અત્યારે તમારા કેઈના ઘરમાં આવી સતી સ્ત્રીઓ છે? આ સાંભળી સભામાં બેઠેલા રાજપૂતો મૌન રહ્યા. નીચું જોઈને બેઠા. સભા -શાંત હતી. બાદશાહ સભા સામું જોયા કરતાં હતા. દરેક રાજપૂતોના ઘરમાં સતી સ્ત્રીઓ હતી. મૌન બેઠા હતા એટલે એમના ઘરમાં સતી સ્ત્રીઓ ન હતી એમ નહિ, પણ બાદશાહની સામે કહેવાની કોઈની તાકાત ન હતી કે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy