SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ન થઈ. તરત પ્રભુના ચરણમાં નમી પડયા. એ આંખ સિવાય આખા દેહને પ્રભુના ચરણમાં અર્પણ કરી દીધા. આનું નામ અણુતા. તમે આવા અર્પણ થઈ જશે! તે કામ થઇ જશે. મેઘકુમાર પ્રભુ પાસે ગયા તે સચમમાં સ્થિર થઇને કલ્યાણ કરી ગયા. પણ કહ્યા વિના ચાલ્યા ગયા હોત તે આ કામ ન બનત. અર્થાત્ કલ્યાણુ ન થાત. ૩૬૩ ત્રીજી અણુતા –વિદ્યાર્થીજીવન વટાવી યુવાન બન્યા. ઘરની જવાબદારી માથે પડી એટલે કમાવા જવું પડે. નોકરી કરે તે શેઠને અર્પણુ થવુ પડે, અને જો વહેપાર કરતાં શીખવુ હાય તે પેાતાના વડીલેા તથા ભાગીદારાને અર્પણ થવું પડે. એમને અર્પણ થયા વિના કામધંધા ન શીખાય અને આગળ ન વધાય. એટલે શેઠ અગર ભાગીદ્વારને પણ પૂરેપૂરા અર્પણ થઇ જાવ છે તે સંસારમાં સુખી થાવ છે, એટલે ત્યાં પણ અણુતા જરૂરી છે. ચેાથી અર્પણુતા –ચેાથી અર્પણુતા ગુરૂને કરવાની છે. માલણમાં માતાને અર્પણ થયા, માટા થયા ત્યારે શિક્ષકને અર્પણ થયા, યુવાન થયા ત્યારે શેઠને અર્પણુ થયા. બધે અણુ થયા પણ ગુરૂને અર્પણ થયા વિના તમારા ઉદ્ધાર નથી. અહીં તેા ધારા ત્યારે અર્પણ થઈ શકે. બાલપણમાં, યુવાનીમાં ને પાછલી ઉંમરે પણ ગુરૂને અર્પણ થઈ શકાય. બાલપણામાં ગજસુકુમારે, અયવંતા મુનિએ દીક્ષા લીધી હતી. યુવાનીમાં મેઘકુમાર, જમાલિકુમાર, થાવકુમાર આદિએ દીક્ષા લીધી. અને પાછલી ઉંમરે ઉદ્દાયન રાજાએ દીક્ષા લીધી હતી. તમને એમ થાય કે પાછલી ઉંમરે દીક્ષા લઇને શું કરીએ ! પણ દશવૈકાલિક સૂત્રમાં ભગવાન કહે છેઃ पच्छा वि ते पयाया खिप्पं गच्छन्ति अमर भवणाई । जेसि पिओ तवो संजमो य, खंति य बंभचेरं च ॥ દ્દેશ. સુ. અ. ૪. ગાથા ૨૮ પાછલી અવસ્થામાં દીક્ષિત થવા છતાં જેમને તપ, સયમ, ક્ષમા અને બ્રહ્મચ પ્રિય છે તે જલ્દી દેવલાકમાં જાય છે. તેમની ઉચ્ચ ગતિ થાય છે. ખાલા, તમારા નખર કયાં લગાડવા છે? અલ્પ જિંદ્મગીમાં જાગ્યા ત્યારથી સવાર સમજીને કંઇક કરે. એકેક દિવસ જીવનમાંથી આછે થાય છે. જેમ તમે ક્રિવાળીમાં નવું કેલેન્ડર વસાવા છે ને રાજ તેમાંથી એકેક પાનું ફાડે છે. ફાડતાં ફાડતાં એક પાનુ પણ ખાકી હાય છે ત્યાં સુધી તેની કિંમત છે. જ્યાં પાના ખલાસ થઇ જશે એટલે એને તમે ભીંત પર નહિ રાખા, ફગાવી દેશે. તે રીતે આ માનવિજંગીના કેલેન્ડરમાંથી રાજ એકેક દિવસરૂપી એકેક પાનું ફૅાટે છે ને આયુષ્ય ઘટતું જાય છે. અંદરના ચેતનદેવ કાળરાજાની ઝપટમાં આવી જશે પછી કાયા રૂપી કેલેન્ડરને લાકે જલાવી દેશે. માટે જ્યાંસુધી આયુષ્યના દીવડા જલે છે ત્યાંસુધી કામ કાઢી લે. સદ્ગુરૂને અર્પણુ થઈ જાવ. આપણે ચેાથી અર્પણુતાની વાત ચાલે છે. ચેાથી અર્પણુતામાં ગુરૂને અર્પણુ થવાનુ છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy