SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શારદા સરિતા પ્રતાપ છે. આપને મારા ઉપર મહાન ઉપકાર છે. એ ઉપકારને ખલે હું ક્યારે વાળીશ? આપ ન મળ્યા હાત તે આવા સમયે મને કેટલું આત ધ્યાન થાત ? એમ કહી ગુરૂને વંદન કરી ગુરૂના ઉપકારને યાદ કરી પરદેશી રાજાની આંખમાં ડડ આંસુ પડયા. ગુરૂદેવ! મને આપનુ ભવાભવ શરણુ હેજો. આપની મારા ઉપર અસીમ કૃપા સદા હોજો. આપ ગમે ત્યાં બિરાજતા હા પણ મારા વદન સ્વીકારજો. મને તે એમ થાય છે કે એક વખતના પરિચયમાં પરદેશી રાજાના જીવનમાં આવું પરિવર્તન થઇ ગયું. ગુરૂ પ્રત્યે આવે સમર્પણભાવ આવ્યે.. જે ગુરૂએ આપણને સંસારસાગરથી તાર્યો હાય તેમના પ્રત્યે શિષ્યને કેવા સમર્પણભાવ હાવા જોઇએ. આવે! હાવે જોઇએ છતાં તે ઉપકારના બદલા વાળી શકતા નથી. અસ, શિષ્યને એક જ ભાવ હાવે! જોઇએ કે મે તા મારી જીવનનૈયા ગુરૂના ચરણે સમર્પણ કરી છે. હવે મારે શી ચિંતા છે? મારે તે! મારા ગુરૂની આજ્ઞા એ મારા શ્વાસ ને પ્રાણ છે. ગુરૂની આજ્ઞાનું પાલન કરી જલ્દી મેાક્ષમાં જાઉં એમ ભાવનાના વેગ ઉપડવા જોઇએ. વિનિત શિષ્યા તરી જાય છે. જમાલિકુમારના અંતરમાં ભાવનાને વેગ ઉપડયા છે કે હે નાથ ! જલ્દી તારા ચરણમાં આવવું છે. 'માતા પાસે જઇને કહે છે હે માતા ! તારી આજ્ઞા થયે મારે પ્રભુ પાસે દીક્ષા લેવી છે. માતા ! હું સમજુ છું કે તુ પવિત્ર માતા છે. દીકરાને નરકની રૌરી વેદના ભાગવવા તુ નહિ માકલે. હિતસ્ત્રી માતા તે પેાતાના દીકરા કેમ મહાન સુખી થાય એવું ઇચ્છે છે. મને આ સંસાર તેા ભડકે બળતી આગ જેવે દેખાય છે. ચારે બાજુ આધિ-įાધિ ને ઉપાધિરૂપ ભડકે ભડકા દેખાય છે. પ્રભુના ચરણમાં જઈશ ત્યાં મને શીતળતાને અનુભવ થશે. મને પ્રભુના ચરણની લગની લાગી છે. અગની જાગી છે. એ અગનીને ઠારવા મને રજા આપે। સંસારમાં ધું લીલુંછમ દેખાય છે, પણ એ સેવાળને આરે છે. એના ઉપર પગ મૂકીએ એટલે ખસી જવાય ને હાડકા ભાંગી જાય. સંયમ ઉપરથી કઠેર દેખાય છે પણ અહીં આવીને અનુભવ કરે। તા આનંદની લ્હેર માણી શકશેા. નિરંતર એવી ભાવના ભાવે! કે હું અવિશ્તીના અધન તેાડી સરવરતી કયારે અનું? ભાવનાના વેગ વધારવા પુરૂષા કરો. પુરૂષાર્થ કરવા છતાં સંચમી ન બની શકાય તે શ્રાવકના માર વ્રત તે જરૂર અંગીકાર કરો. આચકામિકની ખાર દવાએ આવે છે. એ ખાર દવા ૧૨૦૦ રાગને નાબૂદ કરે છે. તેમ શ્રાવકના આર તેા એ ખાકેામિકની ખાર દવા જેવા છે. પેલી ઢવા તે ૧૨૦૦ રાગાને નાબૂદ કરે છે. પણ ખાર વ્રતે તે માર હજાર રાગે!ને નાબૂદ કરે છે. જીવનમાં વ્રતરૂપી મર્યાદાની બ્રેક અવશ્ય રાખેા. મર્યાદા વિનાના જીવનની કોઈ કિંમત નથી.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy