SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૩૩૫ દાખલા યાદ કરવા. નરક-તિર્યંચના દુખે યાદ કરવા. નરકના જીવને ભૂખ લાગે તે ખાવાનું નથી મળતું. તરસ લાગે, પાણી પાણી કરે તો પાણી પીવા નથી મળતું, ખળખળ વહેતી વિતરણ નદી જેઈને પાણી પીવા જાય તે જીભ કપાઈ જાય છે. મને આવું દુઃખ તે નથી ને? ભૂખ લાગે છે જાડું પાતળું ખાવાનું મળે છે, પીવા પાણી મળે છે. પહેરવા કપડા મળે છે, આથી વિશેષ શું જોઈએ? નરકમાં ગયે, તિર્યંચમાં ગમે ત્યાં કેવા દુઃખ વેઠયા ! આ સમ્યગદષ્ટિની લહેજત છે. હંમ જેમ દૂધ ને પાણીમાંથી દૂધ ગ્રહણ કરે છે, મોતીને ચારે ચરે છે તેમ સમ્યગદષ્ટિ આત્મા હંસની જેમ અવગુણમાંથી ગુણ ગ્રહણ કરે છે અને મિથ્યાદષ્ટિ કાગડા જેવું છે. સદા અવગુણ તરફે એની દષ્ટિ જાય છે. રાયપ્રસેણી સૂત્રમાં પરદેશી રાજાને ન્યાય છે. પરદેશી રાજાની માન્યતા હતી. કે જીવ અને કાયા એક છે. એટલે એને પુણ્ય-પાપનું ભાન ન હતું. જીવ-કાયા એક માની કંઈક જીવોની ઘાત કરતા. એમના હાથ લોહીથી ખરડાયેલા રહેતા હતા. પરદેશી રાજા આવા ક્રૂર હતા છતાં એક વખત એને તારણહાર ગુરૂ કેશીસ્વામી મળ્યા ત્યારે તેમનું જીવન કેવું પલટાઈ ગયું! એના અંતરના અંધારા ઉલેચાઈ ગયા. સુરીકાંતા રાણીમાં રાજા કેટલા પાગલ હતા! પણ એ સુરિકતા રાણીએ ઝેર આપ્યું. ખબર પડી કે મને રાણુએ ઝેર આપ્યું છે છતાં એના પ્રત્યે જરાય કષાય ન આવી. રાજાએ ધાર્યું હોત તે સુરિકાંતાના ભૂકકા ઉડાડી નાંખત પણ એમણે તો કર્મને ભૂકકે કર્યો. એમાં રાણીને શું દોષ છે ? મેં પૂર્વભવમાં એની સાથે વૈર બાંધ્યું હશે તે આ ભવમાં મારી પત્ની બનીને વૈર લે છે. મારે એનો દેષ શા માટે જે જોઈએ? જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું દેખાય છે. પીળું તે પીળું દેખાય પણ સફેદ વસ્તુ પણ રોગના દોષથી પીળી દેખાય છે. પણ જેને કંઈ રોગ નથી હોતો તે વસ્તુને જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે દેખે છે. તેમ પવિત્ર આત્માઓ કે જેનું મિથ્યાત્વ ચાલી ગયું છે, દષ્ટિ નિર્મળ બની ગઈ છે તે પિતાની નજર સમક્ષ પોતાના કર્મોને દેખે છે. ભગવાન કહે છે તને કષ્ટ પડે ત્યારે આવા દાખલા લઈને આત્માને શાંત પાડજે પણ કુસંગી બનીશ નહિ. કુસંગનું પરિણામ મહાભયંકર છે. તું પિોતે નિર્મળ બનીને બીજાને નિર્મળ બનાવજે. તારામાં એ શક્તિ ન હોય તે એકલો રહેજે પણ બીજાને કુસંગી બનાવીશ નહિ. પરદેશી રાજાએ મારણતિક પરિષહ વખતે કેટલી ક્ષમા રાખી!” પરદેશી રાજાની નસેનસો ખેંચાવા લાગી. આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું. તે વખતે સંથારે કરી પંચપરમેષ્ટી ભગવાનનું સ્મરણ કરે છે. સર્વ જીવોને ખમાવે છે. અરિહંત પ્રભુ! મને આપનું શરણું લેજે. બધાને ખમાવી છેવટે પોતાના ગુરૂને યાદ કરે છે. અહીં ગુરૂદેવ! આજે વિષમ ઝેર પચાવવાની જે તાકાત આવી હોય તે આપને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy