SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ શારદા સરિતા જીવ તારે માળે વીંખાઈ જાય, આયુષ્યને રે માળે વીંખાઈ જાય દિન રૂપી એ તરણું તારા, રોજ વિખુટા થાય પળપળ કરતાં પહોંચ્યા પચાસે, હજુ ય ના સમજાય ... જીવ તારે.... હે જીવ! તારા આયુષ્યને માળે ક્ષણે ક્ષણે વીંખાઈ રહ્યો છે. જેમ ચકલીકબૂતર આદિ પક્ષીઓ માળે બાંધે પણ એમાંથી કોઈ માણસ તરણું વિખૂટા પાડે તે માળો વિખાઈ જાય ને? સાવરણીમાંથી રોજ એકેક પીંછુ ખેંચી લેવામાં આવે તો સાવરણી સાવરણી રૂપે ન રહે. છૂટી પડી જાય. કોઈ ગરમ શાલ કે સુતરાઉ કાપડ હોય તેમાંથી એકેક તાર છૂટા પાડી દેવામાં આવે છે તે કાપડ શાલ રૂપે ન રહે. જ્ઞાની કહે છે કે સમજ? રાત્રી અને દિવસરૂપી તરણાં જતાં છેવટે માળો વીંખાઈ જશે. પૂર્વ ભવનું બાંધેલું આયુષ્ય આ ભવમાં ભગવાઈ રહ્યું છે હવે આવતા ભવમાં આયુષ્યને બંધ સારે પડે તે માટે કંઈક કરી લે. ગતિ – જાતિ -સ્થિતિ અનુભાગ – પ્રદેશ અને બંધ. આ છે બોલ આ ભવમાં જીવ નકકી કરીને–બાંધીને પરભવમાં જાય છે. તે હવે સમજીને જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપની આરાધના કરી લો. પછી જવાનું થશે ત્યારે એમ થશે. હે ભગવાન! મેં જીવનમાં કંઈ નથી કર્યું. હવે મારું શું થશે? પાછળને પસ્તાવો કામ નહિ લાગે. જીવનભર સાધના કરે તેને અંતિમ સમય સુધરે છે. વાસુદેવ હોય કે ચક્રવર્તિ હય, પણ કઈને કર્મ છેડતા નથી. કૃષ્ણ વાસુદેવ વગડામાં પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. તે વખતે દૂરથી જરાસકુમારે હરણીયું જાણુને બાણ છેડયું પગ વીંધીને તીર છાતીમાં પેસી ગયું. કેવી વેદના થઈ હશે? આ સમયે કૃષ્ણ વાસુદેવ શું વિચારે છે. જીવ! તને તારા કર્મો પડી રહ્યા છે. શા માટે દિલમાં દુઃખ ધરે છે? તે કર્મો બાંધ્યા છે તે તારે ભોગવવાના છે. ત્રણ ત્રણ ખંડને અધિપતિ કેટલા માણસો એના ચરણ ચૂમતા હતા. એક હાકે ધરતીને ધ્રુજાવનારો વાસુદેવ ખાડા ટેકરાવાળી જમીન ઉપર એક અલે સૂલે છે. તીર ભેંકાઈ ગયું છે. પાસે કઈ સંભાળ લેનાર નથી. મોટાભાઈ બળદેવ તેના માટે પાણી લેવા ગયા છે. જુઓ ! કર્મ માનવીને કેવી સ્થિતિમાં મૂકી દે છે ! આજને કડપતિ કાલે રેડપતિ બની જાય છે. આજનો શ્રીમંત કાલે રંક બની જાય, આજને ચમરબંધી કાલે ચીંથરેહાલ બને છે કે આજનો શ્રીકૃષ્ણ આવતીકાલે સુદામા બની જાય છે. આમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. કૃષ્ણ વિચાર કરે છે. મારા કર્મો મને આ સ્થિતિમાં મૂક્યા છે. આમાં કેઈનો દોષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. આવા જંગલમાં મને બાણ મારનાર કોણ હશે? એ ગમે તે હોય તે મારે દુશ્મન નથી પણ મારો મિત્ર છે. આમ સમભાવમાં સ્થિર થયા છે. આ તરફ બાણ મારનારો જરાસકુમાર વિચાર કરે છે મેં બાણ માર્યું છે, હરણી વીંધી છે પણ એને અવાજ કેમ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy