SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શારદા સરિતા રમવાના રમકડાં જેવા છે. જેમાં જીવે પૂર્વે કરેલા કર્મને ઉદય થાય છે તે ભગવ્યા વિના છૂટકે નથી. કર્મને ઉદય થયા પછી તેને રોકી શકાય તેમ નથી. લક્ષ્મી વીજળીના ઝબકારા જેવી ચંચળ છે. સનેહી અને સબંધીને સમાગમ સ્વપ્ન સમાન છે. રાગની રમત રમ્યા છીએ તેના કારણે આટલું દુઃખ ઉભું થયું છે. એ શું તમે નથી જાણતા? કર્મના તોફાન અને રાગના આવા ફળ આવે એમાં શું નવાઈ ? આવું સમજીને એક અવિવેકી માણસને છાજે તેવું રૂદન કરવાથી શું વળવાનું છે? તમે વિચાર તે કરે. દીકરાએ મને જેલમાં પૂર્યો કે તે સારા માટે છે. હું રાજ્યથી નિવૃત્તિ મેળવી આત્મસાધના કરીશ. તમને જૈન ધર્મ મળે છે. જિનેશ્વરદેવની આજ્ઞાન અમૃતનું પાન કરી હૃદયમાં શાંતિ રાખો. પ્રભુના નામસ્મરણ સિવાય આ દુઃખને અંત આવે તેમ નથી, માટે હવે શાંત થાવ. રડવાનું બંધ કરે. દેવ નુપ્રિયે! રાજાને તલવારનો ઘા કર્યો છે, તેની વેદના કારમી થાય છે. બેડીથી જકડાયા છે ને નરકાગાર જેવી જેલમાં પડયા છે. છતાં રાણીઓને કેવી હિત શિખામણ આપે છે! એમના અંતરમાં આનંદ પ્રત્યે જરાપણ દ્વેષ નથી. ને પિતાની દુઃખી અવસ્થાપર કલ્પાંત-દીનતા કે દુઃખ કંઈ જ નથી. કારણ કે જિનવચનનું રસાયણ અંતરમાં રેડ્યું છે એટલે આવા દુઃખમાં પણ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે ને તત્વચિંતનમાં લીન બન્યા છે. અને રાણીઓને ઉપદેશ આપે છે પણ કઈ રીતે તેમનું મન શાંત થતું નથી. આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૧ શ્રાવણ વદ ૬ ને રવિવાર તા. ૧૯-૮-૭૩ અનંત કરૂણાનીધિ ભગવતે જગતના જીવોના ઉદ્ધાર માટે અને મેહનિદ્રામાં ઉંઘતા જીવને જગાડવા માટે ઉદ્દઘોષણા કરી કે હે જીરો! અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એક ગતિમાંથી બીજી ગતિમાં એમ ચતુર્ગતિમાં ચકકર લગાવી દુઃખ સહન કરી રહ્યા છો. નરકમાં ભયંકર દુઃખો સહન કર્યા, અને નિગદમાં ગયે. ત્યાં એક શરીરમાં અનંતા જીવોએ ભાગીદારી કરી ને ત્યાં પણ મહાદુઃખો વેઠી અકામ નિર્જરા કરતો કરતે આ માનવભવના સ્ટેજ પર આવ્યું છે. અહીં આવીને માનવ ધારે તે જન્મ, જરા અને મરણના ફેરાને ટાળી શકે છે પણ કાયાની માયામાં અંધ બની જતુતુના કપડાં, ભેજન તથા મીઠાઈઓ ખવરાવીને તેમાં રક્ત રહ્યો છે. દેહને ગમે તેટલું આપ પણ એને સ્વભાવ સડન, પડન ને વિધ્વંસન છે. એની આળ પંપાળમાં આયુષ્ય ચાલ્યું જાય છે. જરા વિચાર કરો.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy