SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ સયમી જીવનમાં પ્રગતિ દીક્ષાજીવનની શરૂઆતમાં મહાસતીજી શારદાબાઇ સ્વામીના ધાર્મિક શાસ્ત્ર અભ્યાસને પુરૂષાર્થ પ્રમળ બન્યા. પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયામાં પૂ. મહાસતીજીએ ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રનું વાંચન કર્યું. સસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનના ખીજાને લાભ આપતા અલ્પ સમયમાં જ પ્રતિભાશાળી અને વિદુષી વ્યાખ્યાતા તરીકે પૂ. શારદાબાઇ મહાસતીજી ખ્યાતિ પામ્યા. પૂ. વિદુષી મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના ચૈતન્યની વિશુદ્ધિના રણકાર તેમના અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મના તત્ત્વના શબ્દાર્થ ભાવાર્થ, ગુઢાને એવી ધીર-ગંભીર, પ્રસાદમય શૈલીમાં વિવિધ દૃષ્ટાંતાથી સભળાવે છે કે શ્રેાતાવું તેમાં તન્મય-ચિન્મય બની જાય છે અને અપૂર્વ શાંતિથી શારદાસુધાનું રસપાન કરે છે. માલ બ્રહ્મચારી, વિદુષી, પ્રખર વ્યાખ્યાતા શ્રી શારદાબાઇ મહાસતીજીની વાણીમાં આત્માનેા અંતરધ્વનિ આવે છે અને તે ધ્વનિએ અનેક જીવાને પ્રતિષેધ પમાડયા છે. સુષુપ્ત આત્માને ઢંઢોળીને સંયમમાર્ગે દોર્યા છે. ભગવાન મહાવીરના ચાર તીર્થમાંના સાધ્વીતીર્થની સરિતા જ્યારે એના અંતરના નિર્મળ નીરને (ઉગરાના) પ્રવાડ વહેવડાવે છે ત્યારે શ્રેાતાવું તેમાં ભીંજાઇ જાય છે અને તપ-ત્યાગ તથા સંયમના માર્ગે જવા પ્રેરાય છે. સંયમી જીવનની વિહાયાત્રા અત્યાર સુધીના ૩૪ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહારપ્રદેશ ગુજરાત, સૈારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયા છે. સૌરાષ્ટ્રમાં–શજકેટ, ભાવનગર, ગોંડલ, જેતપુર, જુનાગઢ, જામનગર, મહુવા, સાવરકુંડલા, ધારી, બગસરા, ખાટાદ, પાળીયાદ, લીંબડી, વાંકાનેર, થાનગઢ, તેમજ મુળી, સાયલા, વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવરનગર, ચુડા, ધ્રાંગધ્રા વિગેરે સ્થળે!માં તેમના વિહારથી અને તેમના ઉપદેશથી ઘણાં આત્માઓએ બ્રહ્મચ વ્રત અ ંગીકાર કરેલ છે અને સખ્યાબંધ વ્રત-પચ્ચખાણ થએલ છે. મહારાષ્ટ્ર પ્રદેશમાં-લેાનાવાલા, પૂના, ઘે!ડ નદી, અહમદનગર, નાસિક, ઈંગતપુરી, શ્રીરામપુર, લાસલગાંવ વિગેરે સ્થળાને શેષકાળ વિહાર કર્યો અને તેમના ઉપદેશથી આ પ્રદેશેામાં અપૂ ધર્મજાગૃતિ આવી છે. ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, સાણં, સુરત, સાબરમતી, ખેડા વિગેરે ક્ષેત્રને ચાતુર્માસના લાભ આપ્યા છે. પૂ. મહાસતીજીના પ્રતિએધથી સાળ બહેનેાએ વૈરાગ્ય પામીને તેમની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થએલ છે અને શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy