SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૫ છે. આપણે જમાલિકુમારને અધિકાર ચાલે છે. જમાલિકુમારે ભગવાનની વાણી સાંભળી અંતરમાં ઉતારી. એને સમજાયું કે આ સંસારમાં કર્મનાં બીજ હોય તે તે રાગ અને દ્વેષ છે. ઉત્તરાધ્યયન સૂવના બત્રીસમાં અધ્યયનમાં પ્રભુ કહે છે. रागोय दोसोविय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । - कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयन्ति । ઉત્ત. સ. અ. ૩૨, ગાથા ૭ રાગ અને દ્વેષ એ બંને કર્મના બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે અને એ કર્મો જન્મ-મરણનું મૂળ છે અને જન્મ-મરણ એ દુઃખ છે. • રાગ-દ્વેષ, મોહ અને કષાય આ જીવના અનાદિ કાળના દુશ્મન છે. જે જીવાત્માઓને અનંતકાળથી ઘોર દુઃખે આપનારા છે. માટે આ દુશ્મનને હરાવવા માટે કટિબદ્ધ બને. રાગ એ મનુષ્ય માટે લેઢાની સાંકળ જેવું છે. જેમ કેઈ મનુષ્યના પગમાં લેખંડની બેડી હોય તે ઝટ ચાલી શકે નહિ તેમ રાગદશાવાળા મનુષ્ય પણ મેક્ષમાં જવા માટેને ઝડપી વિકાસ કયાંથી સાધી શકે? રાગ એ મોટામાં મોટું બંધન છે. આજે તમારે એક બે દિવસ માટે ઘર છોડવું હોય તે પણ છેડી શકાતું નથી અને પરિગ્રહ પ્રત્યેના રાગના કારણે ધર્મક્રિયામાં પણ મન સ્થિર રહેતું નથી. ઈષ્ટ સંગે પ્રત્યેને રાગ અને અનિષ્ટ સંગે પ્રત્યે દ્વેષ જીવને કર્મ બંધાવે છે. સંગેનું સુખ તે અતુલ્ય છે અને વિયેગનું દુઃખ મેરૂતુલ્ય છે. કેઈને પગમાં કાંટે વાગે હોય તે તે કાંટે જે ઉપર હોય તો તેને કાઢતાં વધુ દુઃખ નથી થતું પણ એ જ કાંટો ખૂબ ઉડે ઉતરી ગયો હોય તો કાઢતાં ખૂબ વેદના સહેવી પડે છે. રાડ પડી જાય છે. તેમ તેમ સંસારમાં ઉપલક ભાવથી પાણી અને કમળની જેમ રહેતા હશે તે એને છોડવાના સમયે બહુ દુઃખ નહિ થાય પણ જે અંદર ગળાબૂડ ખૂંચી જશે તે જ્યારે છોડવાનો સમય આવશે ત્યારે કારમે ઘા લાગશે. જેને તમે મારા માની રહ્યા છે તે કર્મ ઉદય આવે તમારા નથી થવાના. માટે રાગદશામાં લેપાવા જેવું નથી. આ સંસાર પંખીના મેળા જેવો છે. કેઈ કયાંથી ને કઈ કયાંથી આવીને ભેગા થયા છે. સમય થતા સે ઉડી જવાના છે. માટે રાગના બંધન મજબૂત ન કરતાં એને શિથિલ બનાવે અને વિરકત ભાવે રહે. આ જીવના પરિણામ ઉપર જ્ઞાનીએ ત્રણ વિભાગ બતાવ્યા છે. આસકત, વિરકત અને વીતરાગ. આ કાળમાં અહીં ભરત ક્ષેત્રમાં વીતરાગ બની શકાતું નથી પણ વિરકત તે જરૂર બની શકાય છે. શાલીભદ્ર જેવા આત્માઓ વિરકત હતા તે દેવલેકે ગયા. બ્રાહત ચક્રવતિ જેવા આત્માઓએ જીવનના અંત સુધી સંસારને મેહ ન છેડે તે મરીને નરકમાં ગયા અને જે વીતરાગી બની ગયા તે મેક્ષમાં ગયા. વીતરાગ પરમાત્મા છે. વિરકત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy