SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ શારદા સરિતા રાજ્ય તે આજ છે ને કાલ નથી. એમાં હરખાવા જેવું નથી. રાજ્ય મળ્યું છે તો સદુપયેગ કરી લઉં. એણે ખૂબ દાન દેવા માંડયું ને ખૂબ સુંદર રીતે રાજ્યને વહીવટ કરવા લાગ્યો. પ્રજા ખૂબ સંતોષ પામી. એણે ભંડારમાંથી મૂલ્યવાન હીરાની વીંટીઓ કઢાવી થાળ ભરીને સસરાને ત્યાં માણસ કર્યો. ત્યારે સસરા કહે છે આટલી બધી કિંમતી વીંટીઓ કોણે મોકલી? ત્યારે કહે છે તમારા જમાઈ અમારા મહારાજા બન્યા છે. તેમણે આપને ભેટ મોકલાવી છે. ત્યાં શેઠ ચમક્યા? શુ મારા જમાઈ મહારાજા બન્યા છે? ચાલો હું સાથે આવું એમ કહીને માણસની સાથે શેઠ આવ્યા. જમાઈને કહે છે અહે જમાઈરાજ આમ આવતા રહેવાય? મેં તે તમારી કેટલી શોધ કરાવી. તમારા કયાંય સમાચાર ન મળ્યા એટલે મેં તે કેટલે ત્યાગ કર્યો છે. મેવા-મીઠાઈ બધું છોડ્યું છે. (હસાહસ). આપ ઘેર પધારે ને મારી દીકરીને તેડી જાવ. મારે તે એક જ દીકરી છે. ઘરબાર બધું તમારું છે. જુઓ, સંસાર કે સ્વાર્થમય છે! જમાઈ રાજા થયે એટલે સસરાજી દેડતા આવ્યા. રાજા પિતાની પત્નીને તેમજ કુંભાર માતા-પિતાને બધાને પિતાના રાજ્યમાં તેડાવે છે. તેણે એવું સુંદર રાજ્ય ચલાવ્યું કે ચારે દિશામાં એની કીર્તિ ફેલાઈ ગઈ. એના રાજ્યમાં હિંસા બંધ કરાવી ને અહિંસાને અમર ૫ડહ વગડાવ્યું. અને આખા ગામમાં એ ઢઢેરે પીટાવ્યું કે એક પણું ઘર નવકારમંત્ર વિનાનું ન રહેવું જોઈએ. સંતોને વિનંતી કરી બેલાવે અને અનેક જીને બેધ પમાડી એના સંયમમાં તે સહાયક બનતે. આ રીતે તેણે ખૂણે ખૂણે જૈન ધર્મને ધ્વજ ફરકાવ્યો. શેઠને પણ પિતાની ભૂલનું ભાન થયું કે મુનિના બધા બોલ સાચા પડયા. હું એ વચન ઉથલાવવાં મચ્યો પણ કર્મ આગળ કેઈનું ચાલતું નથી. છેવટે રાજાએ વૈરાગ્ય પામી સંયમ લીધે, આજે સ્વતંત્ર દિન છે. કર્મરૂપી અંગ્રેજોથી મુક્ત બનવા માટે સંયમ, તપ અને બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. અમારું બુકીંગ ખુલ્લું છે. જેને નામ નેંધાવવું હોય તે નોંધાવી દેજે. ઘરઘરમાં દાંડી પીટાવજે ને ધર્મની દલાલી કરજે. એક ઘર તપ વિનાનું ન રહેવું જોઈએ. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૮ શ્રાવણ વદ ૩ ને ગુરૂવાર તા. ૧૬-૮-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! શાસકાર.ભગવતેએ જગતના જીના ઉદ્ધારને માટે આગમમય વાણી પ્રરૂપી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy