SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શારદા સરિતા કરવાનું મન થતું નથી. કારણ કે આત્મા પાંચ ઇન્દ્રિઓ અને છઠ્ઠું મન એને ગુલામ અની ગયા છે. ઇન્દ્રએ અને મનનુ કહ્યું કરવા માટે જાતને ગીરવી મૂકી દેવા તૈયાર થાવ છે. કદાચ ઉપલા માળ ખાલી થઇ ગયા હોય તેા ખેર! એને ખાલી રાખા પણ અંદર ખીજાને બેસાડા નહિ. મનનુ કહ્યું કરે! નહિ. તમારા માથે પરદેશની ગુલામી ઉભી છે. સ્વદેશની મુંઝવણ છે અને કર્મની ત્રિકાલાખાધિત ગુલામી છે. તેને છેડા. આજે વિદ્યાર્થીઓ કહે છે અમારે શિક્ષકની પરતંત્રતા ન જોઇએ. પત્ની કહે છે પતિની પરતત્રતા ન જોઇએ. નાકર કહે છે મારે શેઠની પરતંત્રતા ન જોઇએ. અહીં બધે પરતંત્રતા લાગે છે પણ કર્મીની પરતંત્રતા સાલતી નથી. કર્મને આધીન અને ઈન્દ્રિઓને વશ થયેલેા આત્મા ખરા ગુલામ છે. અ ંગ્રેજ સરકારે ભારત ભૂમિ ઉપર કેટલા વર્ષે રાજ કર્યું ? ફકત દોઢસેા વર્ષી. એણે ફકત દોઢસો વર્ષ ભારત ભૂમિ ઉપર તેની સત્તા જમાવી અને ભારતને એની પરતંત્રતા લાગી. એટલે બ્રિટીશની ગુલામીમાંથી મુકત અનવા માટે ભારતની જનતાએ કેટલા પુરૂષાર્થ કર્યો. કેટલા યુવાનેાના લોહી રેડી દીધા. કેટલાં પીઠીભર્યા યુવાને ખતમ થઈ ગયા. કેટલાંને જેલના સળીયા ગણવા પડયા. કેટલાંને લાઠીને માર ખાવેશ પડયા. કંઇકના ઉપર ટીયર ગ્યાસ છેડયા. એ ગ્યાસની કાળી વેઢના સહન કરવી પડી. ક્રેસે વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી મુકત થવા અને સ્વતંત્રતા મેળવવા આટલું સહન કરવુ પડયું. છતાં પણ હજુ પુરી સ્વતંત્રતા મળી નથી. સ્વતંત્રતાના અહાને સ્વચ્છંદ વધી રહ્યા છે. અંગ્રેજોથી પણ વધુ કનડગત કરનાર દુશ્મના હોય તો તે આપણાં ક્રમે છે. આપણાં ઉપર માહનીય કર્મે દાઢસા, ખસે કે પાંચસે વર્ષોથી નહિ પણ અન ંતકાળથી સામ્રાજ્ય જમાવ્યું છે. અંગ્રેજના શજ્યમાં જે કષ્ટ સહન કર્યું નથી તેનાથી અનંતગણુ મહાન કષ્ટ જીવ કર્મોના રાજ્યમાં સહન કરે છે. એમાંથી કઇ રીતે છૂટાય તે આપણે વિચારવાનું છે. આવી આઝાદી તો ઘણી વખત મેળવી અને ભગવી પણ દુ:ખ ગયું નહિ. તમામ દુઃખાનું મૂળ કારણ મેહ છે. મેાહરૂપી અંગ્રેજને હરાવી તેને દૂર કરી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરીએ ત્યારે આપણે સાચા સ્વતંત્ર બની શકીએ, ધ્વજવંદન કરીને, સારું ભોજન જમીને તમે આનંદ માને છે. પણ આ વાસ્તવિક સ્વતંત્રતા નથી. પણ ઔપચારિક સ્વતંત્રતા છે. સાચી સ્વતંત્રતા એટલે આત્માનું સામ્રાજ્ય. માહુના સામ્રાજ્યથી દૂર રહેવુ એ છે સાચી સ્વતંત્રતા. દુનિયામાં જેમ પોતાના પર બહારની સરકારની સત્તાને પરતંત્રતા માનવામાં આવે છે તેમ અહીં પણ આપણા ઉપર મેહરાજાના સામ્રાજ્યની સત્તા સ્થાપિત થઈ છે એ જ પરતંત્રતા સમજી લે. મોહને મારવાની તેને પ્રાણ વિનાના કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે સાચી સ્વતંત્રતા મળે. કાયમને માટે સ્વતંત્ર બનાય.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy