SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૮૩ કષાય ઉપર વિજય મેળવાશે તેટલો ભવને અંત જલ્દી આવશે. કર્મના બંધન તોડવા માટે મનુષ્યભવ જેવો બીજે કઈ ઉત્તમ ભવ નથી, કર્મોને આવતા રોકવા માટે વ્રત-પ્રત્યાખ્યાનની જરૂર છે. ઘરના દ્વાર ખુલ્લા હશે તે કચરો ભરાશે પણ બંધ હશે તે નહિ આવે, તેમ આપણું જીવનમાં આશ્રવના દરવાજા ખુલ્લા હશે તે કર્મને કચર ભરાઈ જશે પણ વ્રત-પ્રત્યાખ્યાન દ્વારા આશ્રવના દરવાજા બંધ કરવામાં આવશે તે નવા કમને પ્રવાહ આવતો અટકી જશે. આજનો દિવસ સ્વાતંત્ર્ય દિન છે. આજે પંદરમી ઓગસ્ટના દિવસે તમે અંગ્રેજોની ગુલામીમાંથી મુકત બન્યા છે અને તમે માને પણ છે કે અમે સ્વતંત્ર બન્યા. પણ તમે ખરેખર હજુ સ્વતંત્ર બન્યા નથી. સ્વતંત્રતાનો અર્થ તમે સમજ્યા નથી. તમે મોહ-માયા-મમતા અને પરિગ્રહના બંધનથી બંધાએલા છે. ગુલામી બે પ્રકારની છે. એક બાહ્ય ને બીજી આત્યંતર. આજે ભારતને સ્વતંત્રતા અપાવી પણ દેશમાં કેટલી આફતો આવી રહી છે. દિવસેદિવસે જાતજાતના આક્રમણ વધતા જાય છે અને પ્રજાને માથે મુશીબત આવતી જાય છે. આ રાજકીય ગુલામીમાંથી મુકત થયા નથી અને કર્મની આત્યંતર ગુલામી તે હજુ ઉભી છે. આ ગુલામી નહિ જાય ત્યાં સુધી કંઈ થવાનું નથી. આજે આપણાંઉપર કર્મ ત્રાટકી રહ્યા છે ત્યાં સુધી ગુલામી છે. કર્મના કારણે તમે ૭૦ વર્ષના થાવ અને જેના ઉપર તમારી આશાના મિનારા છે એ છોકરો મરણ પામે તે દુઃખ થાયને? કેન્સરનું નામ પડે કે તરત સીધા ટાટામાં દાખલ થઈ જાવ. શ્રીમંત હોય તો સ્વીટઝર્લેન્ડ કે પેરિસ પહોંચી જાય. રેગથી મુકત થવા માટે થાય તેટલા પ્રયત્ન ચાલુ છે. પણ આ શું વૈજ્ઞાનિક શોધ ખોળે તમને રોગથી કે દઈથી મુક્ત કરી શકે છે? કદાચ તમને દર્દમાં રાહત આપે. તે એ તો નિમિત છે. વેદનીય કર્મ ઉપશાંત થયા હોય તો શાંતિ મળે. કદાચ એને અંત આવ્યું હોય તે મટી પણ જાય. પણ એમાં દવા કે ડકટરે કંઈ કરી શકતા નથી. એ બધું કર્મને આધીન છે. તમારા પુણ્યના ઉદયથી મેટા બંગલા મળે, રૂમેરૂમે ટેલીફોન હેય, આંગણામાં ચાર કરે ઉભી રહેતી હેય, કેડે કે અબજોની સંપત્તિના સ્વામી છે અને સ્વતંત્રતા પ્રમાણે ઈચ્છિત સુખભેગવતા છતાં તમે કમરાજાની કેદમાં સપડાયેલા છે. ભયંકર પરદેશી આક્રમણ અને સ્વદેશી અંધાધુંધીથી તમે મુક્ત થયા તો પણ કર્મને કેદી તો છે જ એટલે ગુલામ છે. તમને આ ગુલામી એ ગુલામરૂપે સમજાતી નથી એ અજ્ઞાનતા છે. અમારે તમારી આંખ ખોલાવવી છે પણ તમે તે આંખ બંધ કરી દે છે. આજે રશિયા, અમેરિકા, કેનેડા ભારતને બધું આપે છે પણ સામે શરતે પણ કેવી કરે છે. તે પણ બધી શરતે તમે મંજુર કરે છે. પણ આત્માને કર્મની ગુલામીમાંથી મુકત કરવા માટે ભગવતે જે જે શરતે મૂકી છે તેને સ્વીકાર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy