SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૨૪૧ જીતી લીધું. પ્રજા રાજાના મુકતકંઠે ગુણગાન કરે છે અને સૌ કહેતા કે આપણુ રાજા તે રાજા નહિ પણ એક ઋષિ જેવા પવિત્ર છે. રાજવૈભવના સુખ ભેગવવા છતા જરા પણ મમતા નથી. રાજારાણું રાજ્યના સુખ ભોગવી રહ્યા છે ત્યાં હવે શું બને છે - - કુસુમાવલી રાણી રજનીમેં, સર્પસ્વપ્ન લખ જાગી પાપી જીવ પેટમેં મેરે, કેઈ આયા દુર્ભાગી ન્યું ન્યૂ ગર્ભ બદૈ ઉર અંદર, ચૂં ટૂ ચિંતા લાગી છે. શ્રોતા તુમ એક વખત રાત્રે કુસુમાવલી રાણી પિતાના શયનગૃહમાં સૂતા હતા. તે સમયે સ્વપ્નામાં તેણે એક ભયંકર પુંફાડા મારતો ઝેરી સર્પ જે અને એકદમ જાગી ગઈ. સર્પ જોઈને થરથર ધ્રુજવા લાગી. એના હોશકોશ ઉડી ગયા. એ સમજી ગઈ કે મને આવું સ્વપ્ન આવ્યું છે માટે અવશ્ય તેનું ફળ મળશે. નકકી મારા પેટમાં કોઈ દુર્ભાગી જીવ આવીને ઉત્પન્ન થયો હશે. સર્ષમાં બે જાતિ છે એક કાળે ઝેરી સર્પ ને બીજે સફેદ સર્પ. જે સફેદ સર્પ જે હોત તે સારું સ્વપ્ન કહેવાય પણ આતો કાળો સર્ષ હતો. આવું ખરાબ સ્વપ્ન જોઈને રાણુ ઉંઘી જવા પ્રયત્ન કરવા લાગ્યા પણ ઉંઘ આવતી નથી. સારું સ્વપ્ન જોઈને ઉંઘવું ન હોય તો ઉંઘ આવી જાય.અને ખરાબ સ્વપ્ન જોઈને ઉંઘી જવું હોય તો ઉંઘ આવતી નથી. છાતી મસળીને સ્વપ્ન કાઢી નાખવા મથે છે પણ અંદરથી નીકળતું નથી અને આવા ખરાબ સ્વપ્નની વાત રાજાને પણ કરાય નહિ. દિવસે દિવસે ચિંતામાં કુસુમાવલી રાણી સૂકાતી જાય છે. વિચાર કરે છે અહો! હું કેવી પાપી છું! મારા ગર્ભમાં કે પાપી જીવ ઉત્પન્ન થયો છે. જેમ સર્પ કરડે ને માણસને નાશ કરે તેમ મારા ગર્ભમાં જે જીવ આવીને ઉત્પન્ન થયેલ છે તે ખરેખર મારા કુળને ઉચ્છેદ કરનારે થશે, મને એવા ભણકારા વાગે છે. રાણી ખૂબ રડે છે, શોકમગ્ન રહે છે. પહેલાં તેને ધર્મધ્યાન કરવું, દાન દેવું ગમતું હતું. પણ હવે ખરાબ ખરાબ વિચારો આવે છે. આ બધું અંદર રહેલો ગર્ભને જીવ કરાવે છે. રાણી વિચાર કરે છે કે ગમે તેમ કરીને આ ગર્ભના જીવને નષ્ટ કરી દઉં. તે માટે ઘણું ઉપાયે કરે છે. પણ એવા પાપી જેનું આયુષ્ય નિકાચીત હોય છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં તુટતું નથી. રાણી ખૂબ શોકમગ્ન ઉદાસીનપણે રહે છે હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy