SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ શારદા સરિતા ધર્મની આરાધના કરી હશે! એને નમસ્કાર કરવાના કેવા ઉત્કૃષ્ટ ભાવ હતા! વંદન કરવા એ મારી પાછળ આવ્યું ત્યારે મેં મરણના ભયથી દેખાદેડ કરી. મારા નિમિત્તે એને કેટલા અંકુશ ખાવા પડ્યા ! આંખમાં આંસુ આવી ગયા. પિલે હાથી સાધુને જોતાં શાંત થઈ ગયે. ને મરૂભૂતિ બૂઝ-બૂઝ એટલા શબ્દમાં એને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ત્યાં એણે શ્રાવકપણું અંગીકાર કર્યું. એક વખત એ હાથી ખૂબ તરસ્યા થયે એટલે તળાવે પાણી પીવા ગયે. તળાવમાં ખૂબ કાદવ હતો. પગ મૂકતાંની સાથે પગ ખેંચી ગયે. ખૂબ મહેનત કરી પણ પગ નીકળતે નથી. એ તળાવમાં કમઠને જીવ મરીને જલચર સર્પ બનેલો. એ ત્યાં આવીને પૂર્વના વૈરના કારણે હાથીના મસ્તક પર ચઢી તેના મર્મસ્થાનાં ડંખ ઉપર ડંખ મારવા લાગે. કારમી વેદના ઉત્પન્ન થઈ પણ પૂર્વભવમાં આધ્યાન કરેલું ને તેનું ફળ પ્રત્યક્ષ જોગવી રહ્યો છે તે હવે ભૂલ ખાય? ભયંકર વેદના હોવા છતાં આર્તધ્યાનમાં ન જોડાતા ધર્મધ્યાનમાં ચઢે છે. વિચાર કરે છે અહો ! આ પીડા એ મારા કર્મનો ઉદય છે. તે બિચારા સર્પ ઉપર મારે શા માટે શ્રેષ કરવો જોઈએ! શુભ કે અશુભ કર્મના ફળ સૌને અવશ્યમેવ જોગવવા પડે છે. મેં જે કર્મો ઉપાર્જન કર્યા છે તેને સમતા ભાવે વેદવાથી મારા કર્મને કચરો દૂર થાય છે. તે મારે શા માટે ખેદ કરે જોઈએ! આ રીતે છેક સુધી ધર્મધ્યાનમાં દઢ રહ્યા તો મરીને દેવ કમાં ઉત્પન્ન થયા. આ છે ધર્મધ્યાનને પ્રભાવ..આપણે દરરોજ પ્રતિક્રમણ કરતાં બેલીએ છીએ કે આર્તધ્યાન રૌદ્રધ્યાન થાયા હોય ને ધર્મધ્યાન-શુકલધ્યાન ન થાયા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ.....આ રીતે જ આલોચના કરીએ છીએ. મિચ્છામિ દુક્કડં દઈએ છીએ પણ અશુભ ધ્યાનથી નિર્વતીએ નહિ તે કર્મનું બંધન ચાલુ રહેવાનું છે. માટે ક્ષણે ક્ષણે અશુભ ધ્યાનથી બચવાના પ્રયત્ન ચાલુ રાખે. જમાલિકુમારના અંતરમાં દીક્ષા લેવાની લગની લાગી છે. જલ્દી દીક્ષા લઉં અને જલ્દી મારા કર્મો ખપાવી મોક્ષમાં જવું છે. જ્યાં સુધી મોક્ષમાં જવાની લગની ન લાગે ત્યાં સુધી જીવ જેટલી કરણી કરે છે તે બધી બાહ્ય ભાવે કરે છે. તેનાથી પુણ્ય બંધાય છે. અને કર્મનિર્જરાના હેતુથી જે કઈ વ્રત-નિયમ કરવામાં આવે છે તેનાથી કર્મો ખપે છે ને જલદી મોક્ષ મળે છે. મોક્ષનું અનંતુ અવ્યાબાધ સુખ મેળવવા એક વખત જમાલિકુમાર જેવી લગની લગાડે. નહિતર ભડકે બળતા સંસારના સુખોની સજા તે ભોગવવાની છે. જુઓ આ તમારો સંસાર કે ભડકે બળી રહ્યો છે. સંસારનું એક પણ સુખ એવું નથી કે જેની પાછળ દુઃખની જવાળાઓ ડેકીયા ન કરતી હોય. એક એક દુઃખની ચિનગારી સમસ્ત સુખમાં આગ ચાંપી દેશે. સંસારના ક્ષણિક સુખ ખાતર અમૂલ્ય શક્તિ ને સમયને ભેગ આપી દીધે તે પણ એક દિવસ તે છોડીને ચાલ્યા
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy