SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. રિદા સરિતા રૂંવાડે રૂંવાડે રામ વસ્યા હોય તેને એવા પ્રલોભને શું લલચાવી શકે? રાવણે ગમે તેટલું વર્ણન કર્યું પણ સીતાજીનું મન રામમાંથી જરા પણ ખસ્યું નહિ. આજે તે બેઠા હોય વીતરાગની વાણી સાંભળવા પણ મન તો સંસારના નાટક જોવા ઉપડી ગયું હોય. રાવણે સીતાજીને અશોકવાટિકામાં લાવીને મૂક્યા. રોજ સીતાજી પાસે આવે અને સમજાવે પણ સીતાના મનમાં નામ વિકાર જાગતું નથી. બસ એને એક ચાહે છે કે મારે મારા રામ સિવાય કોઈનું કામ નથી. કેઈથી સીતા ન સમજી ત્યારે રાવણની પટ્ટરાણું મદદરી તેને સમજાવવા આવી ને કહ્યું સીતા ! હવે તું માની જા. મુકતાફળના થાળ ભરીને, આ સહસ્ત્ર ગમે નાર જે, મદદરી કહે મુકે માનુની, પહેરે હવે શણગાર, વહારે આ રઘુપતિરામ હવે આ હીરા –માણેક ને મોતીના હાર પહેરી લે. નવા વસ્ત્રો પહેરીને રાજા રાવણના મહેલમાં પધારો. ત્યારે સીતાએ કહી દીધું મારા જીવનમાં રામ સિવાય બીજા કેઈનું સ્થાન નથી. ગમે તેમ થશે પણ મારું શિયળ ખંડિત નહિ કરું. તમે શા માટે મને હેરાન કરે છે? ચાલ્યા જાવ અહીંથી. એટલે મેં ચાલ્યા ગયા. સીતાજી ઉધાસ બનીને વૃક્ષ નીચે બેઠા છે. સીતાની શોધ માટે હનુમાનજી ફરતા ફરતા લંકામાં આવે છે. સીતાજીનું મુખ જોઈને ખૂબ આનંદ થયે. એના મનમાં થયું કે જેણે તે ખરે! સીતાજી સોનાની લંકામાં આવીને લંકાના મેહમાં તે નથી પડયા ને હનુમાને વૃક્ષ ઉપર ચઢીને સીતાજીના મેળામાં રામની મુદ્રિકા નાખી પિતે વિદ્યાના બળથી અદશ્ય થઈ ગયા. ઉચેથી રામના નામવાળી રામની મુદ્રિકા પડતી જોઈ ઉચે નજર કરી તો કઈ ન દેખાયું. સીતાજીએ જેવી રામની મુદ્રિકા જઈ તેવા પિતે આનંદિત બની ગયા. રામચંદ્રજીની મુદ્રિકાના દર્શન માત્રથી તેમની શોકાતુરતા ચાલી ગઈ ને મુખ ઉપર આનંદની છાયા છવાઈ ગઈ. સીતાજીની રૂપસંપન્નતા જોઈને હનુમાનના હૈયામાં સીતાજી પ્રત્યે બહુમાન પેદા થયું અને સીતાજીને આનંદ થયે પણ રામની મુદ્રિકા લાવનારે દેખાતો નથી. રાવણ અને તેના સેવકે અવારનવાર અશોકવાટિકામાં આવતા હતા. આજે સીતાજીને આનંદમાં જોઈ રાવણને એક અનુચર દોડતે આવીને કહે છે અત્યાર સુધી સીતાજી શેકમગ્ન રહેતા હતા પણ આજે આનંદમાં છે. કામાંધ બનેલ રાવણ વિચાર કરવા લાગે કે નકકી હવે તેના દિલમાં મારા પ્રત્યે અનુરાગ જાગે લાગે છે એટલે પટ્ટરાણ મદદરીને કહે છે સીતા રામને ભૂલી ગઈ લાગે છે. હવે તે મારી સાથે રમવા ઈચ્છે છે માટે તું જલ્દી એને મનાવવા માટે જા. એટલે મદદરી સીતાજી પાસે આવે છે અને અતિ નમ્ર બનીને સીતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સીતાજીએ તેને
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy