SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૯૯ અભયકુમાર પૂછે છે બધા ચિંતામાં કેમ પડયા છે? ત્યારે બધા કહે છે ભાઈ! એમાં તું શું સમજે? અભય કહે છે પણ મને કહે તે ખરા. અભયે હઠ કરી ત્યારે બધા એને ચિંતાનું કારણ સમજાવે છે ત્યારે અભયકુમાર નીડરતાપૂર્વક કહે છે બસ, આજ ચિંતાનુ કારણ છે ને? હું આપની ચિંતા દૂર કરીશ. બધા લેકે આશ્ચર્યચકિત બની ગયા. આ બાલુડો શું બોલી રહ્યો છે? અભયકુમાર બાળપણથી બુદ્ધિશાળી હતે. તમે ચેપડામાં લખે છે ને કે અભયકુમારની બુદ્ધિ મળજો, અભયકુમારની બુદ્ધિ જોઈએ છે પણ એના જેવા ગુણ જીવનમાં અપનાવો છો ? અભયકુમાર કહે છે તમે બે ખાનાવાળું એક પાંજરું મંગા. બધા કહે તું પાંજરાને શું કરીશ? તે કહે છે તમે જુઓ તે ખરા. લોખંડનું પાંજરું હાજર કર્યું. એક સિંહ પકડી લાવ્યું. એક ખાનામાં બકરી ને સામા ખાનામાં સિંહ પૂર્યો. બકરીને લીલું ઘાસ, અનાજ બધું ખૂબ સરસ ખવડાવવામાં આવતું. પણ સામે સિંહને જોતાં એને મોત સામું દેખાતું. એ ગમે તેટલું ખાતી પણ લોહી બનતું નહિ. સિંહના ભયની ચિંતા એનું લેહી બાળી નાંખતી. છ મહિના પછી શ્રેણીક રાજાના માણસો આવ્યા ને બકરીનું વજન કર્યું તે છ મહિના પહેલાં હતું તેટલું જ હતું. દેવાનુપ્રિય ! તમને એટલા માટે કહીએ છીએ કે સંસારના સુખ માટેની બિનજરૂરિયાતની ચિંતા છોડી દે. સિંહના ભયની ચિંતાએ બકરીનું વજન વધવા ન દીધું તેમ સંસાર સુખની ચિંતા આત્માના ગુણોને વધવા દેતી નથી. આ સંસાર સુખની ચાહના ટળે તે મુક્તિ મળે. ચિંતા અને ચાહના બંનેની જોડલી છે. મનની એક ચાહના હજારે ચિંતાઓને જન્મ આપે છે. એ ચિંતાઓ માનવીના જીવનને બાળીને ખાખ કરી નાંખે છે. જમાલિકુમાર ભગવાનની વાણી સાંભળી એક્તાન બની ગયા છે. એના દિલમાં પ્રભુ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. અંતરમાં પ્રભુ પ્રત્યેની લગની છે. એ તો જમાલિકુમાર હતે પણ અહીં બેઠેલા જમાલિકુમારને પૂછું છું કે તમે રૂપિયાની નોટ ગણતા હો ત્યારે તમને નોટે સિવાય બીજું કાંઈ દેખાય છે? (હસાહસ). પૈસામાં લીન બની જાય છે પણ ધર્મ આરાધના કરવામાં દીન છે. જેને જેમાં રસ હોય તેમાં તે લીન બને છે. જ્યારે રાવણ સીતાજીને ઉપાડીને લઈ ગમે ત્યારે એના વિમાનમાં સીતાજી બેઠા છે. રાવણ વિમાન ચલાવે છે. મારું રાજ્ય ને મારી સંપત્તિ સીતા જુએ તો મારા મેહમાં ફસાય એટલે રાવણ વિમાનમાં બેઠા બેઠા કહે છે સીતાજી! જુઓ, અમારું ફલાણું નગર, આ પર્વત, નદી આ બધું મારા તાબામાં છે. જુઓ, આ આપણું સોનાની લંકા નગરી આવી. સેનાના કાંગરા ને રૂપાન ગઢ. લંકા કેવી શોભે છે. આવી સાહ્યબી જોગવનારે હું મટે રાજા છું. એમ અનેક પ્રલોભને આપે છે. પણ જેના
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy