SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ શારદા સરિતા તે કોણ બચાવે? મેં માનવીને જીવતદાન આપીને અમૂલ્ય રત્ન મેળવી લીધું છે. ત્યારે શેઠ કહે છે દીકરા! ધન્ય છે તને. દુનિયામાં ઉપકાર ઉપર ઉપકાર તે સૈ કરે પણ અપકાર ઉપર ઉપકાર કરે એ સાચો માનવ છે. આપણું બૂરું કરનારનું પણ તેં ભલું કર્યું છે. તારી સમજણ સાચી છે. તારા આ કાર્યથી મને સંતોષ થયે છે માટે તું રત્નને અધિકારી છે. બાપ નાના દીકરાને રત્ન આપે છે. જમાલિકુમારને પ્રભુની વાણી સાંભળી સંસાર અસ્થિર લાગે. નાથ! શું તારી વાણી છે! તેં જગતની જંજાળ છોડી છે, વિષયે પ્રત્યેથી વિરાગ કેળવ્યું છે. નાથ! તારા કેટલા ગુણ ગાઉં! નાથ તું કે છે! તારી વાણી અમૃત જેવી મીઠી છે. વિષયેનું કરવું વમન, ઇન્દ્રિઓનું કરવું દમન, કષાનું કરવું શમન, તેને હે ત્રિકાળ નમન. વિષે વિષ જેવા છે એમ સમજીને વમી દેવા જોઈએ. કોઈ માણસ ઝેર પી ગયે હોય તે તરત ઓકટર પાસે લઈ જઈને પેટમાંથી ઝેર કાઢી નાખવા માટે ઉલ્ટી કરાવવામાં આવે છે તેમ હે નાથ! તારી વાણીરૂપી ઔષધિનું પાન કરે તેના વિષેનું વમન થઈ જાય છે અને જે વિષયનું વમન કરે છે તે ઈન્દ્રિઓનું દમન સહેલાઈથી કરી શકે છે. જ્યાં મોહ છે, વિકાર છે, વિષય છે ત્યાં ઈન્દ્રિઓનું જોર ચાલે છે. જે ઈન્દ્રિઓનું દમન કરે છે તેના કષાયે પણ શાંત થઈ જાય છે. તે હે નાથ! તેં તો આ બધા ઉપર વિજ્ય મેળવ્યો છે. તને મારા ત્રિકાળ વંદન છે. નાથ! તારું ધ્યાન કેવું છે! चित्रं किमत्र यदिते त्रिदशांगनाभि. नीतं मनागपि मनोन विकार मार्गम् । દેવની દેવાંગના ખુદ તારી પાસે આવે, મર્યાદા છોડીને તારી સામે તે નૃત્ય કરે તે પણ તારા મનમાં લેશ માત્ર વિકાર ન જાગે. તને કઈ માન આપે કે તારું અપમાન કરી જાય તો પણ કેવો સમતા ભાવ! ગૌચરી જાય ને કઈ સારો આહાર આપે કે લુખ-સૂકે તુચ્છ આહાર આપે તે સમભાવથી આરગી ગયા. પ્રભુ માસી ઉપવાસને પારણે શેઠના ઘેર ગૌચરી ગયા. તેના ઘરની દાસીએ ઘેડાને માટે બાફેલા અડદના લૂખા બાકળા પહેરાવ્યા. એ પણ પ્રભુ પ્રેમથી આરોગી ગયા. કે સમભાવ! જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળીને શું બોલ્યા :"सदहामिणं भंते निग्गंथ पावयणं पत्तियामिणं भंते निग्गंथ पावयणं रोएमिणं भंते निग्गंथ पावयणं अब्भुठेमिणं भंते निग्गंथ पावयणं एवमेयं भंते। तहमेयं भंते । अवितह मेयं भंते । असंरिध्धमेयं भंते।" હે નાથ ! હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું. હે ભગવંત! હું
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy