SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૪૭ જો કરણીકો ફ્લ પા" મારું ભવભવ દરમ્યાન આર્ચ તપાવન નિશ્ર્વ મહલસે, ઐસા કરી નિદાન, ક્રોધ દાવાનલ ભડકા ઉઠા હૈ, તાપસ ભૂલા ભાન-હા-શ્રોતા તુમ... ' જો મારા ઉગ્ર તપનું ફળ હાય તે હું આ ગુણુસેનને ભવાભવ મારનારા થાઉં. એણે મારું ત્રણ ત્રણવાર અપમાન કર્યું" તેા તેને પૂરા ખલે લઉં. ઢિલમાં ક્રોધની અગ્નિ પ્રગટી છે. હું આ શું કરી રહ્યા ! પાતે પેાતાનુ ભાન ભૂલ્યા. હાથીની સવારી છોડી ખરની સવારી ઉપર બેઠા. કાહીનુર છોડી કકર ગ્રહણ કર્યાં. ગંગા નદીના પવિત્ર જળ ખાળકુંડીમાં ઢોળી નાંખ્યા. આવુ નિયાણું કરી રાજમહેલમાંથી નીકળી અગ્નિશમાં તાપસ તપાવનમાં આવ્યા અને જ્યાં મખાના ખૂબ વૃક્ષેા હતા ત્યાં એક ચેારસ પથ્થરની શિલા ઉપર બેસી ચિંતવવા લાગ્યા. અહેા રાજાએ મને ખૂબ પીડા આપી. એના જેવા મારા કોઈ દુશ્મન નથી. એના વેરને પૂરા અઢલા લઈશ ત્યારે જંપીશ. જિંદગી પર્યંત આહારના ત્યાગ : આગળ એ શું વિચાર કરે છે અહા! મેં મહિનામાં એક દિવસ પણ ખાવાની છૂટ રાખી ત્યારે આ બધી માથાકુટ થઈને ! હવે મારે જીવું ત્યાં સુધી ખાવુ નથી. આવી કઠીન પ્રતિજ્ઞા લઈ લીધી. જુએ, ક્રેષ શું કરાવે છે. આ વખતે ગુરૂની રજા ન લીધી. ગમે તેવા મોટા કે નાના તપ કરે પણ ગુરૂની આજ્ઞા વિના શિષ્યથી એક કદમ પણ આગળ ભાય નહિ. અગ્નિશર્માના અજ્ઞાન તપ હતા માટે આવેા ક્રોધ આવ્યા. હવે ક્રોધથી ધમધમતા અશુભ ધ્યાનની શ્રેણીએ ચઢયા છે. ખીજા તાપસ કુમારે તેમની પાસે આવશે ત્યારે આ વાત જાણશે તે વાત પછી કરીશું. અહીં રાજાનુ શુ થયુ તે જોઇએ. ગુણુસેન રાજાને પશ્ચાતાપ : રાજાના દિશમાં જરા પણ માયા ન હતી. તપસ્વીને દુઃખી કરવાના ભાવ ન હતા. પણ પુત્રના જન્માત્સવમાં ભાન ભૂલી ગયા. થોડીવારે યાદ આવ્યુ કે આજે તે મહાન તપસ્વીનું ત્રણ માસખમણુનું પારણું છે. હું પુત્રના જન્માત્સવમાં પડીને તપસ્વીની ખબર રાખતા નથી. કેવા પાપી છું ? ત્યાં ઉભેલા પેાતાના પરિવારને પૂછે છે આજે એ મહાન તપસ્વી અહી આવ્યા હતા ? ત્યારે કોઈએ કહ્યું તેએ આવ્યા હતા પણ પુત્રના જન્મના ઉત્સવમાં બધા આનંદમગ્ન બની ગયા હતા તેથી કાઇએ તેમની આગતાસ્વાગતા કરી નહિ. તેથી તે તરત પાછા ફર્યાં. આ સાંભળીને તરત રાજા ઉઠ્ઠાસ બની ગયા. અહા! હું કેવા અભાગી છું! મહા તપસ્વીને આહારની અંતરાય પાડું છું. પુત્રનેા જન્માત્સવ મારા માટે આપત્તિ રૂપ બની ગયા. મને હજા૨ા વાર ધિક્કાર છે. આવા તપસ્વીને કષ્ટ આપીને હું કેટલા ભવે છૂટીશ ? આ વખતે હું શું માઢું લઇને એમની પાસે જાઉં. ત્રણ ત્રણ વખત એ મહાત્માએ મારા ઉપર કૃપા કરી. હવે મને ક્ષમા નહિ કરે. એમની
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy