SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૪૩ એળખું છું. હું એમની પાસે પૈસા લેવા નહિ જાઉં. શેઠ પૈસાને અલે દુકાનમાંથી એવી ખાટી જુવાર આપે છે કે એ મારા ગધેડા પણ ખાય નહિ. માટે તમારે આ માટલીએ જોઈતી હાય તા તમારા નાકરને પૈસા લઈને માકલજો. હું આ વાસણ તેને આપી દઈશ. બહેનપણીઓની વચમાં એક કુંભારે શેઠાણીનુ અપમાન કર્યું એટલે એને ખૂબ દુ:ખ થયું અને મનમાં વિચાર થયે! અહા! શેઠનુ ગામમાં જરાય માન નથી. હું આજે મહાર નીકળી તેા ખબર પડી. શેઠાણી ક્રોધથી ધમધમતા ઘેર આવ્યા. ખાધું નહિ, પીધું નહિ ને રીસાઇને છાણા-લાકડાં ભરવાના રૂમમાં જઈને સૂતા. શેઠાણી સમજતા હતાં કે ગમે તેમ થશે પણ શેઠને મારા વિના ચાલવાનું નથી. શેઠ દુકાનેથી આવ્યા. શેઠાણીને ન જોયા એટલે નાકરાને પૂછે છે શેઠાણી કયાં ગયા ? ત્યારે કહે કણ જાણે એમને શું થયું છે! એ તે રીસાઇને છાણા-લાકડા ભરવાની રૂમમાં લાંબા થઈને સૂઈ ગયા છે.... અંધુએ ! આ સંસારમાં મેાહનુ નાટક કેવા નાચ કરાવે છે! શેઠ શેઠાણી પાસે ગયા. જઇને પુછે છે શેઠાણી! આજે તમને શુ થયુ છે? તમે કેમ રીસાઇ ગયા છે ? ખેલતા નથી ? એમ અનેક પ્રકારના પ્રશ્ન કરે છે, પણ શેઠાણી સામું જોતા નથી. ખૂબ કાલાવાલા કરે છે. શેઠાણીના પગમાં પડે છે. કેવી માહદશા છે! ભગવાનને નમતા શરમ આવે પણ આ શ્રીદેવીને નમતાં શરમ નથી આવતી. જાણે પત્ની પરમેશ્વર ને એ તમારા ગુરૂ જેમ પતિ-પત્નીને આધીન ખની ગુલામી કરે છે તેમ આપણા આત્મા પણ ઇન્દ્રિયાન ગુલામ અની ગયા છે. પાંચ ઇન્દ્રિયા ને છઠું મન, એ જેમ કહે તેમ મંજુર. ઇન્દ્રિયા કહે કે જો આ સંસારમાં કેવું સુખ છે! એટલે એના દારવામાં દોરાઇ ગયા. પાંચ ઇન્દ્રિયા ને મન એ છ પાકા ઠગ છે. આત્મિક ધન લૂંટી લેનારા છે. દુનિયામાં કેટલાય માણસેા એવા ઠગ હાય છે કે ભાગીદ્વારીમાં વહેપાર કરે, ભાગીદારને હારથી નફા બતાવે ને અંદરથી સાફ કરતા જાય. લાખાની મૂડી ખતમ કરાવી નાખે છે, પણ એ મૂઢ ગમારને ખબર નથી પડતી કે આ કોણે કર્યું? આ રીતે આત્માએ પરમાં સ્વમાની લીધું છે. પાંચ ઇન્દ્રિયા ને છઠ્ઠા મનને તાબે થઇ ગયા છે અને આત્મા એના આપેલા સુખને સુખ માની અનંત કાળથી ખુવાર થઈ રહ્યા છે. છતાં એની ભ્રાંતિ ટળતી નથી. હજુ મનમાં ઇચ્છાએ ઉભી છે કે હું સારૂં સારૂ ખાવાપીવા ને પહેરવા ઓઢવાનું સુખ લેગવી લઉં, પૈસા—પઢવી ને માન મેળવી લઉં, આબરૂ વધારી લઉં આ બધી જીવનની ઘેલછા નથી તે ખીજુ શુ ? જ્યાં સુધી ઇન્દ્રિયાની ગુલામી નહિ ઘટે ત્યાં સુધી સાચું સુખ નહિ મળે. મેઘાશા શેઠ શેઠાણીને ખૂબ મનાવે છે, ત્યારે ક્રોધથી ધમધમતા રૂપામા શેઠાણી કહે છે જોયા હવે તમને ! આટલી લક્ષ્મી હાવા છતાં ગામમાં તમરૂં એક કાડીનુ માન નથી. તમારા નામે બે આનાના શાકભાજી ન આપે, કુંભાર ચાર માટલી ન આપે. તમારા પૈસામાં ધૂળ પડી. હું કાઇ દિવસ મહાર ન્હાતી જતી એટલે મને શું ખખર
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy