SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શારદા સરિતા આત્મા શાશ્વત માટે શાશ્વત આત્માની રક્ષા ઈચ્છતા સાધકે કષાયાને ઉપશાંત કરી અંતરના ધર્મરૂપ બગીચામાં હમેંશા વિચરવું. જો તમે આ રીતે ધર્મબાગમાં નહિ વિચરે તે આ સંસાર તેા એક પ્રકારના રાગ છે. રાગીને રેગ એ રાગરૂપે દેખાય તેા એની દવા લે પણ એની દૃષ્ટિમાં રાગ ન લાગે તે દવા કયાંથી કરે ? રાગ સમજાય તે રાગને નાબૂદ કરવાના ઉપાય પણ શેાધી શકાય. પણ રાગ ન પકડાય તા આરેાગ્યને આનંદ કયાંથી મેળવી શકાય ? સાચા રાગ ન પરખાય તેા ઢવા અવળી પડે ને દુઃખી થવાય તેમ સસાર એ રાગ છે એમ ન સમજાય તેા આત્માનુ આરગ્ય મેળવવાની ઔષધિ કયાંથી મળે ? ને ભવભ્રમણ ચાલુ રહે એમાં કાંઈ નવાઇ નથી. છતાં હું તમને પૂછું છું કે કદી તમને એમ થયું છે કે મેં જેને સુખ માન્યું છે એ સાચું સુખ છે કે નહિ ? જેમ બાળક રમતમાં ઘર બાંધે છે પણ રમત પુરી થયે તેનુ ઘર છેાકરાએ વિખેરી નાંખે છે તેમ આ ઘર પણ એક દિવસ વિખરાઈ જવાનુ છે. આ બધુ નજરે જોવા છતાં હજુ જીવની ભ્રાન્તિ કેમ ટળતી નથી ? એનું કારણ એ છે કે હજુ જીવે બાહ્ય સુખ જોયા છે. અંતરષ્ટિથી અવલાકન કર્યું નથી. જેણે અંદરની દુનિયા જોઈ છે તેને બહારનુ ભાન નથી અને જેણે બહારની દુનિયા જોઈ છે તેને અંદરની દુનિયાનુ ભાન નથી કે અંદર કેવુ સુખ ને શાંતિ છે ! કાઠિયાવાડના એક મેટા ગામમાં મેઘાશા નામના એક ધનવાન શેઠ રહેતા હતા. એમની પત્નીનું નામ રૂપાબા હતુ રૂપાખા એમનું નામ હતું. તેવા તે રૂપાળા ખૂબ હતા. શેઠ એમના રૂપમાં આસકત હતા. એ રૂપાખા કહે તે પ્રમાણે શેઠને કરવુ પડે. રૂપાખા કાઇ દિવસ ઘરની બહાર નીકળતા નહિ. હરવા-ફરવા કે કોઈ પ્રસંગમાં રૂપાખા જતા નહિ. એટલે ગામમાં શું ચાલે છે એની કંઈ ખબર ન પડે. એમણે હરીફરીને પેાતાની હવેલી જોઈ હતી. ને તેમાં આનંદ માનતા હતા. એક દિવસ આડોશ પાડોશમાં રહેતી સખીઓ કહે છે રૂપાખા! તમારા ઘરમાં ગમે તેટલું સુખ હાય પણ કાઇ દ્વિવસ તમે ઘરની બહાર નથી આવતા તા તમને બહાર કેવુ છે ગામ કેવુ છે. તેની શું ખબર પડે? ચાલે, આજે પાડોશમાં લગ્ન છે. રૂપાખા ના પાડે છે. પણ સખીઓના અતિ આગ્રહને વશ થઇ લગ્નમાં ગયા. ત્યાંથી બધા ભેગા થઈને કુંભારને ત્યાં ચાક વધાવવા માટે ગયા. કુંભારને ત્યાં માટીની સરસ માટલીઓ જોઇ. શેઠાણીએ તેમાંથી ચાર માટલીએ પસ કરીને કુંભારને કહ્યું કે આ માટલીએ મારે ઘરે મૂકી જજે ને દુકાનેથી શેઠ પાસેથી પૈસા લઈ લેજે. ત્યારે કુંભાર કહે રૂપાખા! તમારી પાસે પૈસા રેાકડા છે? તેા માટલી આપું. ત્યારે રૂપામા કહે છે, ભાઈ! હું તેા સહેજે બહાર નીકળી છું એટલે મારી પાસે પૈસા નથી. પણ હું કહું છું ને કે તુ દુકાનેથી લઇ લેજે. પછી શું વાંધો છે? ત્યારે કુભાર કહે છે, રૂપાખા! તમે ગમે તેટલા સારા હા પણ શેઠ કેટલા લાભિયા છે! હું શેઠને સારી રીતે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy