SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા . ૧૧૭ દેવ, દાન, ગાંધર્વો, યક્ષ, રાક્ષસ, અને કિન્નરો જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યમાં અલૌકિક શક્તિ છે. એક વખત નેમકુમારે રમતાં રમતાં કૃષ્ણ વાસુદેવને શંખ હાથમાં લીધું અને સહેજ ફૂંક મારી ત્યાં આખી દ્વારકાનગરી ધણધણી ઉઠી. કૃષ્ણ વાસુદેવ દેડતા આવ્યા. મારો શંખ કેણે વગાડ? મારા સિવાય કેઈની તાકાત નથી કે આ શંખને ઉપાડી શકે. તે વગાડવાની તે વાતજ ક્યાં? કૃષ્ણ વાસુદેવે કેમકુમારને ચે. અહો ! આટલી છોટી ઉંમરમાં એણે શંખ વગાડે? નક્કી આ કઈ બળીયે પુરૂષ છે. એ મોટે થશે ત્યારે મારું રાજ્ય લઈ લેશે. એના બળનું માપ કાઢવા કૃષ્ણ વાસુદેવ કહે છે ભાઈ! ચાલ, આપણા બેમાંથી કેણુ વધુ બળવાન છે તે જોઈએ. એમ કહી કૃષ્ણ હાથ લાંબો કર્યો ને કહે છે મારો હાથ નમાવી દે, તો કેમકુમારે કૃષ્ણના હાથને સહેજ આંચકો માર્યો ને તરત નમાવી દીધું. હવે કેમકુમારે હાથ લંબાવ્યું. કૃષ્ણ એમને હાથ પકડીને લટક્યા. હીંચકા ખાધા તે પણ નેમકુમારને હાથ નમાવી શક્યા નહિ. કૃષ્ણ વિચાર કર્યો કે આ બ્રહ્મચારી રહેશે તે આનું બળ વધશે. માટે હું એને પરણાવી દઉં તો એનું બળ ઘટી જશે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે બ્રહ્મચર્યમાં કેટલી તાકાત છે! માણસ વિષયભેગમાં પડીને પિતાની શક્તિ ફના કરે છે. શરીરમાં વિટામીન લાવવા અભક્ષ ખાઈ રહ્યા છે. જ્ઞાની કહે છે જે તું બ્રહ્મચર્યનું પાલન કરીશ તે બધા વિટામીન આવી જશે. જે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તેને પૂર્વને વૈરી દેવ ઉપસર્ગ આપવા આવે તે પણ દૂર ઉભો રહે. તેને સ્પર્શ કરી શકે નહિ એવું બ્રહ્મચર્યનું તેજ છે. તપ ન થાય તો આ મહાન તપની આરાધના કરી લો. સમજણપૂર્વક લેશે તે સારું છે. નહિ લે તે યાદ રાખજો કે - ખાખમેં ખપી જાના બંદા મિટીએ મિલ જાના, તમે ચેડા કરે અભિમાન એક દિન પવનસે ઉડ જાના, હિરા પહેરે, સેના પહેરે, પહેરે તીડા સાચા, તે ય એક દિન કાળ લઈ જાશે ખાખમેં ખપી જાના... એક દિવસ જરૂર જવાનું છે. વારંવાર જીવને જન્મ મરણ કરવા પડે એ કેટલા દુઃખની વાત છે. આપણને એ ભાવ થે જોઈએ કે હવે જલ્દી જલ્દી મારો મોક્ષ કેમ થાય? આ ઉત્તમ જન્મ પામીને હવે જન્મ મરણના ત્રાસ નથી વેઠવા. માટે બ્રહ્મચર્ય પાળી લેવું. એવું આંતન જગાડી આજથી નિર્ણય કરે કે આપણા ઘરમાં એક તપશ્ચર્યા તે થવી જોઈએ. તપ-વ્રત પ્રત્યાખ્યાનથી કેટલો લાભ થાય છે! ભલભલા દેવ હારી જાય છે. જ્યાં સુધી તપ છે ત્યાં સુધી દેવાનું પણ ચાલતું નથી? દ્વારકાનગરીને બાળવા દેવ ઝઝુમીને રહ્યો હતો. ભગવાન નેમનાથે કૃષ્ણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy