SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શારદા સરિતા વિનાની જવા ન દે. જીવનમાં બધું મળશે પણ ગયેલે સમય ફરીને નહિ મળે. દેવતા અને નારકીને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમના આયુષ્યની અપેક્ષા એ મનુષ્યનું આયુષ્ય સિંધુમાં બિન્દુ જેટલું ગણાય. છતાં સમજાય છે? જ્ઞાની શું કહે છે – છવાયું છે થોડું જગમાં ને કામ છે ઘણું, આ પળ પળ જાય અમૂલી (૨) અમથી ગુમાવશેામા. મેંઘેરું આ માનવજીવન હાર જાશો મા... એ માનવંતા, જ્યાં સુધી રેગ નથી આવ્યું ત્યાં સુધી સાધના કરી લે. જેમ શેરડીમાંથી રસ કાઢીને કૂચા ફેંકી દેવામાં આવે છે તેમ દેહમાંથી ચેતનદેવ ચાલ્યા જશે પછી દેહને હિન્દુ જલાવી દે છે અને મુસ્લીમ દફનાવી દે છે. મહાન પુરુષોએ કાયા સારી રહી ત્યાં સુધી જ્ઞાન-ધ્યાન-વિનય, વૈયાવચ્ચ, તપ આદિ કરી લીધું અને ત્યારે એમ લાગ્યું કે હવે આ કાયા કામ આપતી નથી ત્યારે બધું સરાવીને સંથારો કર્યો. તીર્થકર ભગવંતોએ પણ છેલ્લે સંથારે કર્યો છે. એ શરીરને સાધન સમજતા હતા. સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરી લેવી એ માનવજીવનને સાર છે. | દેવભવમાં આત્મ-સાધના કરી શકાતી નથી તેથી દેવ માનવભવને ઝંખે છે. વિચાર કરે, ગમે તે માટે છ ખંડને ધણી ચક્રવતી હોય તે પણ દેવની ઋદ્ધિ પાસે તુચ્છ છે. આ દેવ માનવભવની ઈચ્છા શા માટે કરે છે? સમકિતીદેવને એ વિચાર થાય છે કે હું અહીં ગમે તેવા દૈવી સુખો ભેગવી રહ્યો હોઉં પણ મારે કાળ અવિરતીમાં જાય છે. જલ્દી હું મનુષ્ય ક્યારે થાઉં ને સંયમ ધારણ કરું. વિચાર કરજો કે આ ઉત્તમ માનવભવ પામીને શું કરું છું? આ ઘનઘાતી કર્મની ભેખડો તોડવાનો અમૂલ્ય અવસર છે. તપસ્વીને જોઈને વિચાર કરો કે આ કેવો રૂડો તપ કરે છે ને હું તો સવારથી ઉઠીને ખા ખા કરું છું. હું એના જેવો તપ કેમ ન કરી શકું? મારામાં શું ખામી છે? તપ કરવા પુરુષાર્થ કરે. તપ ન થઈ શકે તે શું કરે? “તવેસુવા પરમ વંમર" સર્વ તપમાં ઉત્તમ તપ હોય તે બ્રહ્મચર્ય તપ છે. ભગવાન મહાવીરસ્વામી મેક્ષમાં જવાના હતા. ત્રીસ વર્ષે સંયમ લીધે પણ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અઠ્ઠાવીસમા વર્ષે લઈ લીધી હતી. તમને હવે એમ નથી થતું કે હું આટલી ઉમ્મરે પહોંચી ગયો છું તે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લઉં. વિષય ઉપરથી વિરાગભાવ જેને આવે છે તેને કણ નમે છે? બ્રહ્મચર્યને પ્રભાવ રેવ-રાપર બંધવા, નવલ-વલસ-વિન્નરો बंभयारि नमसंति, दुक्करं जे करंति ते ॥ .
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy