SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૦૫ જતાં ને બેલતા ધન્ય છે આ મહાન તપસ્વીને ! આ ઉગ્ર તપ કરીને એમણે જીવન સફળ બનાવ્યું છે. ગુણુસેન રાજાનું વસંતપુર નગરમાં આગમન અગ્નિશમના ગયા પછી ગુણસેનકુમાર મનમાં વિચાર કરવા લાગ્યો કે અગ્નિશર્મા ક્યાં ગયો? ગામમાં તપાસ કરાવી પણ તે મળ્યું નહિ. એ વાત અહીં પતી ગઈ. ગુણસેનકુમાર યુવાન થતાં પૂર્ણચંદ્ર રાજાએ તેના લગ્ન કરી રાજ્યાભિષેક કર્યો. અને પોતે આત્માનું કલ્યાણ કરવા તપોવનમાં ચાલ્યા ગયા. હવે ગુણસેન યુવરાજ મટીને રાજા બન્યું. ખૂબ હોંશિયાર છે. પિતાના બાહુબળથી ઘણું રાજ્ય મેળવ્યા. અનેક રાજાઓ તેના દાસ બન્યા હતા. ગુણુસેન રાજા સૈના પ્રત્યે પ્રેમદષ્ટિ રાખતા હતા. ચારે દિશાઓમાં એમને યશ ખૂબ ફેલાયો હતો. આ રીતે ઘણું વર્ષો સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી એક વખત ગુણસેન રાજા પિતાની વસંતસેના નામની મહારાણી સાથે પરિવાર સહિત વસંતપુરનગરમાં આવ્યું. પ્રજાએ તેનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. ત્યાં આનંદથી રહે છે. એક દિવસ રાજા અશ્વક્રિડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં થાક ઉતારવા માટે સહસ્ત્રા વનમાં એક જગ્યાએ જઈને બેઠા છે. તે વખતે બે તાપસકુમારે નારંગી અને કઠાના ફળ લઈને ત્યાં આવે છે. રાજાએ તાપસને જોઈને ઉભા થઈને વંદન કર્યું. તાપસીએ તેમને આશીવાદ આપીને કહ્યું હે રાજન! ચારેય આશ્રમના ધણ અને ધર્મ-અધર્મની વ્યવસ્થા કરનાર એવા આપને કુશળ સમાચાર પૂછવા અમારા ગુરૂએ અમને મોકલ્યા છે. ત્યારે હર્ષપૂર્વક ગુણસેન પૂછે છે કુલપતિ ભગવંત કયાં બિરાજે છે? ત્યારે તાપસકુમારે કહે છે અહીંથી થોડે દૂર સુપરિતોષ નામના તપોવનમાં તમે આવજે એમ કહી તાપસ ચાલ્યા ગયા. “ગુણુસેન રાજાનું તપોવનમાં ગમન ને ભજન નિમત્રણ” બીજે દિવસે ગુરુસેન રાજા પિતાના પરિવાર સહિત તપોવનમાં તાપસેના દર્શન કરવા માટે ગયા. ઘણું તાપસે ત્યાં વસતા હતા. બધાને વંદન નમસ્કાર કરીને રાજા ત્યાં બેઠા. કુલપતિએ તેમને ધર્મકથા સંભળાવી ને કુશળ સમાચાર પૂછયા. ત્યાર પછી ગુણસેન રાજા વિનયથી ભાવપૂર્વક કહે છે ગુરૂદેવ ! આવતી કાલે આપ બધા મારા ઘેર ભજન કરવા પધારો. આ જૈનમુનિ ન હતા. એટલે તેઓ ગૃહસ્થીને ઘેર જઈને ભોજન કરતા હતા. કુલપતિ કહે છે ભલે, પણ મારા આટલા શિષ્યોમાં એક અગ્નિશ નામને મહાન તપસ્વી છે. તે મહિના મહિનાના ઉપવાસ કરે છે ને પારણાના દિવસે જેને ત્યાં જાય ત્યાં પારણું થાય તે ઠીક, નહિ તો બીજા ઘેર જતા નથી. પણ પાછા મહિનાના ઉપવાસ કરે છે. એટલે એ મહાન તપસ્વી સિવાય બીજા બધા તાપસ આવીશું. સજા કહે છે ગુરૂદેવ! આપે મારા ઉપર બહુ કૃપા કરી મારા આમંત્રણને સ્વીકાર કર્યો.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy