SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શારદા સરિતા હતે. મને તે કહે કે તું મારી પાસે રહે. ખાઈપીને મઝા કરે. મને સારું સારું ખવડાવતો. સારા વસ્ત્રો આપત. બહુ સારી રીતે રાખતો. અને કેઈક દિવસ મને ગધેડે બેસાડી રાજા આવ્યા, રાજા આવ્યા કહીને મજાક ઉડાવતે. ક્યારેક ચલાવતે, ક્યારેક દેડાવતે, મને નચાવત, કુદાવતે ને ખેંચાખેંચ કરતો. આ બધું જોઈને એ બધાને ખૂબ આનંદ આવતો. હું ઘણીવાર કંટાળીને કેધાયમાન બની જાઉં તે પણ એ લેકે મને છોડે નહિ. પરાધીનપણે બધું કરવું પડતું હતું. મને ખૂબ દુઃખ થતું હતું. આવા અપમાન અને કષ્ટથી કંટાળીને હું અહીં આવ્યો છું, તે આપ કૃપા કરીને મને આપને શિષ્ય બનાવે. એક માસ ફિર ભટકતા, આ૫ મિલ ગયે દયાલ, ઔર ન દેતા કે દિખાઈ આપ સિવા રક્ષપાલ કરું તપસ્યા તાપસ બનકે, તજ જગકા જંજાલ હ.. ગુરૂદેવ! એક મહિનો ભટકતો ભટકતો આજે અહીં આવ્યો છું. મારા પુણ્ય આજે મને આપ મળ્યા છો. આપના સિવાય મારું કઈ રક્ષણ કરનાર નથી. મારી વેદના હું જાણું છું. આપ મને તારે. હું તાપસ બનીને ઉગ્ર તપ કરવાની ભાવના રાખું છું. તાપસ પૂછે છે એ ગુણસેનકુમાર કદાચ અહીં આવશે તે તેને જોઈને તને કૈધ આવશે? ત્યારે કહે છે ના, હું તેને મારા મિત્ર માનીશ. એની યોગ્યતા જોઈને ગુરૂને થયું ભલે, દુઃખથી કંટાળીને આવ્યું છે પણ એને વૈરાગ્ય ઉત્કૃષ્ટ છે. અગ્નિશર્માની દીક્ષા ને દીક્ષા સમયે કરેલી મહાપ્રતિજ્ઞા ભગવંતે કહ્યું છે વૈરાગ્ય ત્રણ પ્રકારે આવે છે. મોહગર્ભિત, દુઃખગર્ભિત અને જ્ઞાનગર્ભિત. આને વૈરાગ્ય દુખગર્ભિત છે પણ સો ટચના સોના જેવું છે. માટે એને તાપસ બનાવવામાં વાંધો નથી. એટલે યજ્ઞદત્ત પુરે હિતને બેલાવી તેની આજ્ઞા લઈ તેને તાપસની દીક્ષા આપી. દીક્ષા લીધા પછી અગ્નિશર્મા એના ગુરૂને નમ્રતાપૂર્વક વિનંતી કરે છે કે ગુરૂદેવ! મારા કઠણ કર્મોને તેડવા માટે કઠીન તપ કરે છે. તે મને એવી પ્રતિજ્ઞા આપો કે મારે જીવનપર્યત મહિના મહિનાના ઉપવાસ કરવા અને પારણના દિવસે જે ઘરમાં પ્રથમ પ્રવેશ કરે ત્યાં મારે પારણું કરવું અને એ ઘરે પારણાને યોગ ન બને તો બીજા ઘરે પારણું કરવું નહિ અને બીજા મહિનાના ઉપવાસ કરવા આવી પ્રતિજ્ઞા આપો. જેમ ગજસુકુમારે નમનાથ પ્રભુને વિનંતી કરી હતી કે હે પ્રભુ! જે આપની આજ્ઞા હોય તો આજે ને આજે સ્મશાનભૂમિમાં જઈને બારમી પડિમા વહન કરું. આ રીતે અગ્નિશર્માએ મહાભીષણ પ્રતિજ્ઞા લીધી ને કર્મો ખપાવવા ઉગ્ર તપ કરવા લાગે. આ તપોવન વસંતપુર નગરની નજીક આવેલું હતું એટલે વસંતપુરના લેક ત્યાં અવારનવાર આવે છે અને આ અગ્નિશર્મા તાપસને તપ જોઈ તેમના મસ્તક ઝૂકી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy