SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા સિકંદરની સારવાર માટે પાંચસે ધનવંતરી વૈદે તેની પાસે રહેતા હતા. એ વૈદેએ ઘણું ઉપચાર કર્યા પણ એને બચાવી શક્યા નહિ. મારો જનાજે એ જ વૈદેના ખભે ઉંચકાવજે. એટલે લોકો સમજી શકે કે સૂતરની દેરી અને ફાટેલા કપડા સાંધી શકાય છે પણ તૂટેલું આયુષ્ય સાધી શકાતું નથી. આ એનું ત્રીજું ફરમાન છે. છેલ્લા ચોથા ફરમાનમાં લખાવે છે કે – ખાલી હથેળી રાખતા જીવ જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી સૌો ત્યજી ચાલ્યા જતા, યૌવન ફના, જીવન ફના, જર–જમીન ને જેરૂ ફના, પરલોકમાં પરિણામ મળશે પુણ્યના કે પાપના. આ જગતમાં માનવ જન્મે છે ને મરે છે ને ખાલી હાથે જાય છે. મરી ગયા પછી એનું બધું ફના થઈ જાય છે. ભગવાન કહે છે હે જીવ! તારી સાથે શુભાશુભ કર્મો આવશે. બીજું કાંઈ સાથે આવનાર નથી. અશુભ કર્મના કટુ ફળ ભેગવતાં જીવ ત્રાહિ ત્રાહિ પિકારે છે ત્યાં કેઈ એને પિકાર સાંભળતું નથી. આ સિકંદરનું ચોથું ફરમાન કેવું સુંદર છે! આ ચાર ફરમાનનો ભાવ જીવ સમજે તે એને સંસારમાં કોઈ વસ્તુ કે વ્યકિત પ્રત્યે મમતા ન રહે. સિકંદરની જેમ છેલ્લે છેલ્લે પણ જે પાપનો પશ્ચાતાપ થશે તો ય સારું છે. અંતિમ સમયે પણ જીવને ન સમજાય તો એનું જીવન અંધકારમય છે. અત્યારે સમજે તો સારું છે. અત્યારે આત્મ સાધના કરવાનો સમય છે. ભગવાન કહે છેઃ जरा जाव न पीडइ, वाही जाव न वड्डइ। जाविन्दिया न हायन्ति, ताब धम्म समायरे॥ દશ-ટૂ-એ-૮, ગાથા ૩૬ જ્યાં સુધી જરા રૂપી રાક્ષસીએ આ દેહને ઘેરે ઘા નથી, દેહમાં કઈ રોગ ઉત્પન્ન થયું નથી અને એક પણ ઈન્દ્રિય શિથિલ થઈ નથી ત્યાં સુધી ધર્મની આરાધના કરી લે. આજે ચંદનબાઈને સોળ ઉપવાસનું પારણું છે. આવું તપ કયારે થાય? દેહ તરફને રાગ ઘટે ને આત્મા તરફ વધે ત્યારે થાય. દેહને રાગ તોડવા જેવો છે. જ્યાં સુધી નહિ તૂટે ત્યાં સુધી તમે ચિત્તની સમાધિ ને પરમ શાંતિ મેળવી શકશે નહિ. દેહ પરથી દષ્ટિ હટે તે આત્મા પર દૃષ્ટિ જાય. આત્મદર્શન કરવા માટે દેહ પરથી દષ્ટિ હટાવવી જોઈએ. હાડમાંસ ને ચામડાની બનેલી કાયા પ્રત્યે રાગ કરવા જેવું શું દેખાય છે? ચામડા, હાડકા, લેહી અને માંસનું બનેલું શરીર વહાલું લાગે છે અને અનંતગુણથી ભરેલો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા વહાલે નથી લાગતો? માટે શરીર પ્રત્યેને રાગ છેડવા જેવો છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે આ ચામડી ન જુઓ પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy