SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ઈન્દ્રજાળીઓ આ લાગે છે. પચ્ચીસમા તીર્થકર હોય જ શાના? સકળ કલ્યાણનું કારણ માત્ર અરિહંત દેવ છે. મારે તે એ અરિહંત-સિદ્ધ-સાધુ ને વીતરાગપ્રણીત ધર્મજ શરણ છે. સુલશા ન ગઈ તે ન ગઈ. છેવટે અંબડ પરિવ્રાજક શ્રાવકને વેશ પહેરી સુલશાના ઘેર ગયે. ત્યારે સુલશાએ એનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પૂછે છે આપનું નામ શું છે અને ક્યા નગરના વાસી છે. અહીં આવ્યા છે તે અમારા સરખી શી આજ્ઞા છે? અંબાને પ્રેમપૂર્વક ભજન કરાવ્યું. અબડે કહ્યું તમને પ્રભુ મહાવિરે સ્વમુખે ધર્મસંદેશે કહેવડાવ્યું છે. આ સાંભળીને સુવશાની આખી રેમરાજી વિકસ્વર થઈ ગઈ. હર્ષના આંસુ આંખમાંથી વહેવા લાગ્યા અને પોતાની જાતને ધન્ય માનવા લાગી અને ઝટ ઉભી થઈને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પિતે પ્રભુને વંદન કરે છે અને બોલી ઉઠે કે અહો હે પ્રભુ! કેઈને નહિ અને મને આ સંસારના કૂવામાં પડેલી વિષયની ગંદી ગટરમાં આળોટતી એવી આ રાંકડીને ત્રણ ભૂવનના સ્વામીએ મને યાદ કરી ધર્મસંદેશે કહેવડાવ્યું. કેટલી કરૂણા! હે નાથ! હું બધી સ્ત્રીઓમાં ભાગ્યશાળી બની ગઈ. તમારે મોટા ગણધર મહારાજા ને ઈ જેવા સેવક અને ક્યાં પાપ ભરેલ રાંકડી હું? છતાં મારા પર આ દયા! પ્રભુ હવે તે ઠેઠ સુધી દયા કરજો કે જેથી સંયમમાર્ગે ચઢી આપના એક આધારે ભવ પાર કરી જાઉં. અંબડ આ જોઈને કહે છે સુલસા ધન્ય છે તારા અવતારને કે આટલી જવલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પર રાખો છો એમ કહી અંબડ પોતાના સમ્યકત્વને નિર્મળ કરતો ત્યાંથી ચાલી નીકળે. આપણે રેજને જમાલિકુમારને અધિકાર ચાલે છે. સાત માળની મહેલાતમાં સાતમા માળે મનમાન્યા સુખ ભોગવે છે. એને ઘેર બત્રીશ પ્રકારના નાટક થાય છે. તરૂણ યુવતિઓ સાથે નાટક જે આનંદ વિનોદ કરે છે, દેવકને દેવ જે સુખ ભેગવે તેવા સુખ જમાલિકુમાર ભગવે છે. આવા સુખને છેડીને નીકળશે એનું કારણ એ છે કે આવા સુખ ભેગવવા છતાં પોતે ભોગવાઈ જતા ન હતા. આજે માણસ ધારે ત્યારે તપ કેમ કરી શકે છે? વ્યસનના ગુલામ નથી. માટે તેમ સંસારસુખના ગુલામ ન બને તે ધારે ત્યારે સંસારને લાત મારીને નીકળી શકે છે, સંસારમાં કઈ કેઈનું નથી. माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । नालं ते तव ताणाय, लुप्पन्तस्स सकम्गुणा । ઉત્ત, સૂ. અ. ૬, ગાથા ૩ માતાપિતા, પુત્ર-પત્નીમાં મોહ પામી ગયા છે પણ જ્યારે કર્મનો ઉદય આવશે ત્યારે કઈ સગું નહિ થાય. માતા-પિતા કષ્ટ વેઠીને દીકરાને ભણાવે છે. શા માટે? કે આપણે દુઃખ વેઠીને દીકરાને ભણવીએ તે દીકરે સુખી થાય ને આપણને પણ ઘડપણમાં પાળે પિષે એ ભાવના હોય છે, પણ કર્મો કયારે શું કરાવે તે સાંભળે.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy