SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ શારદા સરિતા પડી કે લક્ષ્મીદેવી છે તેા પણ શુ કહે છે કે જે કહેવુ હાય તે જલ્દી કહીને ચાલી જા અને તમે! હા તે શું કરે? લક્ષ્મીને રાખવા પ્રયત્ન કરો કે જવાનુ કહેા. લેાકેા લક્ષ્મીદેવીને ખેલાવે ત્યારે શેઠ જવાનું કેમ કહેતા હશે? શેઠ પ્રાચÖની પ્રતિજ્ઞાવાળા હતા. ભગવાને કહ્યું છે કે યુવાન પુત્રી હાય, બહેન હાય, કે માતા હોય તેા પણ તેની સાથે એકાંતમાં બ્રહ્મચારીએ રહેવાય નહિ. આ લક્ષ્મીદેવી સ્વરૂપવાન હતા. રાત્રીના એકાંત સમય હતેા એટલે શેઠને તે! એમ કે જલ્દી આ કેમ વિદાય થાય ? લક્ષ્મીદેવી કહે છે શેઠ ! આપ તે આ ભવમાં ખૂબ પુણ્ય કરે છે। પણ પૂર્વભવમાં કઈ પાપ કર્યા હશે એ પાપના ય થવાના છે. એટલે છ દિવસ પછી સાતમા દિવસે તમારા ઘરમાંથી હું વિદ્યાય લેવાની છું. આટલું કહી લક્ષ્મીદેવી તેા અદ્રશ્ય થઇ ગયા. શેઠ કહે કંઇ વાંધા નહિ. પૈસા એ તા હાથના મેલ છે. શેઠના મન ઉપર જરાય અસર ન થઇ. એ તે જાણે કંઈ ન બન્યુ હાય તેમ પાછા નિરાંતે ઉંધી ગયા. દેવાનુપ્રિયે! તમારા જીવનમાં આવે પ્રસંગ અને તે! તમને શું થાય? અરે ! તમને તેા લક્ષ્મીદેવી નહિ પણ કાઇ જોષીએ કહ્યું હાય કે આ વર્ષે ધ્યાન રાખજો. ધંધામાં ખેાટ જશે. મેટુ નુકસાન થાય તેવા તમારા ગ્રહ છે. તે મને લાગે છે કે હાર્ટ બેસી જાય, ઉંઘ ઉડી જાય ને ભૂખ ભાગી જાય. વહેપારમાં ખાટ ન જાય એટલા માટે કેટલાય ઉપાય કરે. આટલું બધું શા માટે થાય ? તમે શ્રાવક છે ને એ શેઠ પણ શ્રાવક હતા. તમને તેા ધંધામાં ખેાટ જશે એટલું કહ્યું હતુ પણ શેઠની તે સંપૂર્ણ લક્ષ્મી ચાલી જવાની હતી. હાય હાય લક્ષ્મી ચાલી જશે. પછી શુ ખાઈશ ? આ મેાટા વસ્તારી કુટુંબનું પૂરું કેવી રીતે કરીશ ? સમાજમાં મારું માન નહિ રહે. આમાંને એક પણ વિચાર શેઠને ન આવ્યા. કારણ કે એ સમજતા હતા કે લક્ષ્મી આવે ચા જાય એની સાથે મને શુ નિસ્બત છે ! લક્ષ્મી તા ચંચળ છે. કહ્યું છે કેઃવિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તેા જળના તરગ લક્ષ્મી તેા વીજળીના ઝબકારા જેવી ચંચળ છે. પ્રભુતા એ પતંગીયાના રંગ જેવી છે અને આયુષ્ય એ પાણીના માજા જેવું છે. અશાશ્વત ત્રણ કાળમાં શાશ્વત અને તેમ નથી. જે વસ્તુ જવાના સ્વભાવવાળી છે એ જાય એમાં અફ્સાસ શા માટે ? નિત્યઅનિત્યના સ્વભાવને શેઠ સમજતા હતા એટલે એમના અંતમાં સહેજ પણ આંચકા નલાગ્યા. શેઠમાં આટલી સમતા રહી શકી હેાય તે આ સંતસમાગમ કરીને મેળવેલા તત્ત્વજ્ઞાનના પ્રભાવ છે. જો શેઠમાં તત્ત્વજ્ઞાન ન હેાત તેા એમના દુ:ખનેા પાર ન રહેત. આજે દુનિયામાં કોઇને ત્યાં આવે! પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે સહુ શિખામણ આપવા આવે કે આ દુનિયામાં ચડતી પડતીના ચમકારા આવે છે ને જાય છે. સુખ કાયમ ટકતું નથી. રાત્રી પછી દિવસ ને દિવસ પછી રાત્રી, તડકા પછી છાયા ને છાયા પછી તડકો. આ ઘટમાળ ચાલ્યા કરે છે. માટે શાંતિ રાખા. પણ જ્યારે પેાતાને આવું દુઃખ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy