SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ઉછાળો આવે તો આનંદ થાય છે તેમ અહીં પણ ત્યાગની ભાવનાનો ઉછાળો આવો જોઈએ. ધર્મ એ તમારો મિત્ર બની જવો જોઈએ. ચૂલા ઉપર દૂધને ગરમ કરવા મૂકે છો ત્યારે દૂધમાંથી પાણી બળે છે તે વખતે દૂધને એમ થાય કે જે મિત્ર મારામાં ભળી ગયે, મેં એને મારો રંગ આપે ને એ મારા જેવા બનીને રહ્યો ને એ બળી જાય છે. મારાથી કેમ સહન થાય? એટલે દૂધ ઉભરાવા માંડે છે. દૂધ ઉભરાય એટલે કાં એને ચૂલા પરથી ઉતારી લે કાં એની અંદર પાણી નાંખે ત્યારે ઉભરો બેસી જાય છે. કારણ કે એનો મિત્ર એને મળી જાય છે. દૂધ પાણીની પાછળ પ્રાણ આપે છે. તમે આ મિત્ર શોધે છે? જે ધર્મને મિત્ર બનાવશો એ દૂતિમાં નહિ જવા દે. કઈ સંતને પરિચય કરી લે છે પણ તમને પાપથી બચાવશે. સાચા માતપિતાઓ થોડા સુખ માટે સંતાનોને સંસારમાં રૂવાવે નહિ. સંતાનો ત્યાગમાર્ગે જાય તો એને આનંદ થાય. આખા સંસારની પરંપરા અટકી ગઈ. ત્યાગના માર્ગે ગયેલા સંતાનોને જોઈને એમના માતા પિતાને એમ થાય કે આ સંસારત્યાગી નીકળી ગયા અને હું સંસારના કાદવમાં ખેંચી રહ્યો છું. ત્યારે પાપ કરવું પડે છે ને ? ત્યાગીને નીકળી ગયા હોત તો આ પાપ ન કરવું પડત. હજુ તક વીતી ગઈ નથી. ધારો તે સંયમ લઈ શકે તેમ છો. હજુ સમજે પછી પિોક મૂકીને રડશે તે પણ પાપથી નહિ છૂટાય. જેની ઉંમર પાકી થઈ ગઈ છે એમના મનમાં હજુ એ વિચાર આવે છે કે આ સંસારની માયાજાળમાં ન ફસાયા હતા તે સારું હતું. જે સંસારમાં ન પડ્યા હતા તે આત્માની સાધના કરવાનો કેટલો બધે સમય મળી જાત! અમે તો ભૂવ કરી પણ હવે અમારા સંતાનો આવી ભૂલ ન કરે એવી શીખામણ આપે છે? દીકરા-દીકરી કુંવારા હોય તેને પાસે બેસાડીને તમે કહો કે બેટા ! અમે તો પરણીને પસ્તાયા છીએ. ઉંડા ખાડામાં પડ્યા પણ તમે પડતા નહિ. સંસારમાં કંઈ સાર નથી. સંસાર તો સ્વાર્થને ભરેલો ને દુઃખમય છે. સંસારમાં રહીને સુખ મેળવવું એ પાણી વલોવીને માખણ કાઢવા જેવું છે. કાંકરા પીલીને તેલ કાઢવા જેવું છે. સંસારમાં રહેનારને ડગલે ને પગલે પાપ કરવું પડે છે. માટે તમે આ માયાજાળમાં ફસાશો નહિ. આવો ઉત્તમ માનવજન્મ પામીને તેમાં આદરવા જેવું હોય તો ચારિત્ર છે. જે ચારિત્ર ન લઈ શકે તો સાચા શ્રાવક તો જરૂર બનજો. સાચા શ્રાવકમાંથી કયારેક સાધુ બનવાના ભાવ થશે.' ભગવતીસૂત્રના નવમા શતક ને તેત્રીસમા ઉદ્દેશામાં જમાલિકુમારની વાત ચાલે છે. ક્ષત્રિયકુંડનગર ખૂબ સોહામણું છે. જ્યાં મહાવીર પ્રભુ જયા હોય તે ભૂમિ તે પવિત્ર જ હોય ને! તમે બેલો છોને કે ધન્ય છે તે ગામનગરને કે જ્યાં પ્રભુ વિચરતા હશે! આપણે ઘણીવાર તીર્થંકર પાસે ગયા, તેમની વાણી સાંભળી પણ ત્યાં જઈને અવળા ધંધા કયાં હશે. એની બાહ્ય ઋદ્ધિને જોઈ પણ આત્મિક ઋદ્ધિ ન જોઈ ક્ષત્રિયકુંડ,
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy