SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શારદા સરિતા અભ્યાસના કારણે ભૂલ થઈ જાય. છદ્મસ્થ ભૂલને પાત્ર તો છે. પણ ભૂલ કરીને ભૂલને છૂપાવવી એ ઘોર પાપ છે. ભૂવ થયા પછી આપણા ગુરૂ પાસે એને પોકાર કરી એનું પ્રાયશ્ચિત કરી લેવામાં આવે અને ફરીથી આવા પાપ ન થાય તેના માટે સાવધાની રાખવામાં આવે તો અનંત સંસારમાં ભટકવું ન પડે. પંચ-મહાવ્રતધારી લાંબાકાળના સંયમ પાળનારી સાથ્વીને એક વખતના દુષ્ટ વિચારના કારણે સંસારમાં ભમવું પડયું તે જે આત્માઓ મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષે આવા દુષ્ટ વિચાર કરતા હશે, એને મનમાં ડંખ પણ નહિ હોય. ગુરૂસમીપે એ વિચારે પ્રગટ નહિ થાય તે તેનું પરિણામ કેટલું વિષમ આવશે તેને વિચાર કરો. “નગરનું વર્ણન ક્ષત્રિયકુંડ નગર કેવું સહામણું છે. એકેક વસ્તુ એના ભૂષણથી શોભે છે. નગરી સોહંતિ જલવૃક્ષ બાગા, રાજા હતા ચતુરંગી સેના, નારી સેવંતિ પરપુરૂષ ત્યાગી, સાધુ સેહંતા નિરવધ વાણું" જે નગરીમાં જલાશ હોય, ઉત્તમ પ્રકારના વૃક્ષો હોય અને બાગબગીચા હોય તે નગરી સુશોભિત લાગે છે. બહારથી માણસ આકુળવ્યાકુળ થઈને આવ્યો હોય તે ગામમાં પ્રવેશ કરતાંની સાથે પાણી પીને વૃક્ષ નીચે હાશ કરીને બેસી જાય છે. એ શહેરમાં એકેક શ્રાવકે પણ વડલાની જેમ દુઃખીને વિસામારૂપ હતા. એ શ્રાવકે પિતાની આત્મસાધના માટે ગામમાં સ્થાનકે બંધાવતા હતા તેમાં સંતો આવીને ઉતરતા. એ શ્રાવકો એવા દઢ શ્રદ્ધાવાન હતા કે ચામડી ઉતરે પણ ચૂંકા ન કરે. એ ધનવાન શ્રાવકે દ્રવ્યથી ને ભાવથી સમાધિપૂર્વક આનંદથી રહેતા હતા. આજે તે ગમે તેટલા નાણું કમાય પણ સરકારના કેટલા લફરા લાગ્યા છે. તમારા જીવનમાં શાંતિ દેખાય છે? આજની સરકાર કાળા નાણાં બહાર કઢાવવાં કંઈક કરશે અને કદાચ પકડાશે તે પિસા જશે ને પાપ તે ભોગવવું પડશે. આ કરતાં બધું છોડીને જે સાધુ બને તે કે આનંદ! અનુભવ કરે તો ખબર પડે. રાજા ગમે તેવો મોટો હોય, ગમે તેટલું મોટું વિશાળ રાજ્ય હોય, વૈભવ હોય, પણ જે એની પાસે ચતુરંગી સેના ન હોય તો એ રાજાની શોભા નથી. ચતુરંગી સેનાથી રાજા શેભે છે, સ્ત્રી ગમે તેટલી સૌંદર્યવાન હોય પણ એનામાં શીયળ ન હોય તે સ્ત્રીની શોભા નથી. ભલે વેજાની સાડી પહેરી હોય, દાગીના પહેર્યા ન હોય પણ જેનામાં ચારિત્ર હોય તે સ્ત્રી શોભે છે. જસમા ઓડણ માટીના ટેપલા ઉપાડતી હતી. એનું રૂપ જોઈ સિધરાજ મોહ પામી ગયે. એની પાસે આવીને કહ્યું જશમા ! તારૂં સૌંદર્ય આ માટીના ટોપલા ઉપાડવા માટે નથી. મારી મહેલાતામાં મહાલવા માટે છે. મારા મહેલમાં ચાલ. તને મારી રાણું બનાવું. મનમાન્યા સુખ આપું. જશમાએ ચપ્પી ના પાડી દીધી. સિદ્ધરાજે એના માથે જુલ્મ ગુજારવામાં બાકી ન રાખ્યું. પણ એ જશમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy